Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vadodara: શેરડીનો રસ પિતા પહેલા વિચારજો! બેના થાય મોત

Vadodara : વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બુધવારની મોડી રાત્રે શેરડીનો રસ પીધા (drinking sugarcane juice)બાદ બે મોત થયા હતા. જોકે આ કિસ્સો શુક્રવારે સામે આવ્યો હતો. પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વગર જ બન્નેના...
09:59 AM May 04, 2024 IST | Hiren Dave

Vadodara : વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બુધવારની મોડી રાત્રે શેરડીનો રસ પીધા (drinking sugarcane juice)બાદ બે મોત થયા હતા. જોકે આ કિસ્સો શુક્રવારે સામે આવ્યો હતો. પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વગર જ બન્નેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. શેરડીના રસનું કોલુ ચલાવનાર આધેડની જ પત્ની અને પિતાના મોત (Two deaths)થયા છે જ્યારે વર્ષનો પુત્ર ગંભીર છે અને આઇસીયુમાં દાખલ છે. આધેડ પોતે પણ સારવાર માટે એસએસજીમાં દાખલ થયો અને પોલીસ તપાસ માટે આવી ત્યારે સમગ્ર હકિકત સપાટી પર આવી એટલે પોલીસ પણ હવે આ કેસમાં ગોથે ચઢી છે.

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં નંદનવન સોસાયટી પાસે શેરડીના રસનું કોલુ ચલાવતો ૫૨ વર્ષનો ચેતન સોની એસએસજીમાં સારવાર માટે દાખલ થયો છે. તેને ઝેરની અસર હોવાનું માલુમ થતાં પોલીસ તપાસ અર્થે પહોંચી હતી ત્યારે ચેતન સોનીએ એવી કેફિયત રજૂ કરી તે શેરડીના રસનું કોલુ ચલાવે છે અને બુધવારે મોડી રાત્રે તેના પરિવાજનોએ રસ પીધા બાદ તબીયત લથડી હતી જેમાં તેની પત્ની બિંદુ અને પિતા મનહરભાઇનું ઘરમાં જ મોત થયુ હતું. જ્યારે તેને ૨૪ વર્ષનો પુત્ર આકાશ એસએસજી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ છે.

સામૂહિક આપઘાતની છે કે ફુડ પોઇઝનિંગની

આ ઘટના બાદ ચેતન અને અન્ય પરિવાજનોએ પત્ની અને પિતાના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા જે બાદ ચેતન પોતે પણ એસએસજી હોસ્પિટલમા દાખલ થઇ ગયો છે. પોલીસને હવે આ આખી થિયરી શંકાસ્પદ લાગી રહી છે. આ ઘટના હત્યાની છે, સામૂહિક આપઘાતની છે કે ફુડ પોઇઝનિંગની છે તે અંગે તપાસ શરૃ કરી છે. આજે મોડી રાત્રે મકરપુરા પોલીસ નંદનવન સોસાયટી ખાતે દોડી ગઇ હતી અને ઘટના સંદર્ભે પુરાવા એકઠા કરવાની કામગીરી શરૃ કરી દીધી છે.

શેરડીના રસમાં પોટેશિયમ સાઇનાઇડ ભેળવ્યુ હોવાની શંકા

શેરડીનો રસ પીધા બાદ બેના મોતની ઘટના અંગે તપાસ કરી રહેલ મકરપુરા પી.આઇ. જે.એન. પરમારે કહ્યું હતું કે આ ઘટના શંકાસ્પદ લાગતા અમે ઊંડાણથી તપાસ કરી રહ્યા છે. હાલમાં એવી માહિતી મળી છે કે શેરડીના રસમાં પોટેશિયમ સાઇનાઇડની ગોળી ભેળવવામાં આવી હતી જેના કારણે રસ પીધા બાદ ઝેરી અસર થઇ છે.

આ પણ  વાંચો  - Weather forecast : આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી, જાણો મતદાનના દિવસે કેટલું રહેશે તાપમાન!

આ પણ  વાંચો  - Forest : બીટ ગાર્ડ પરીક્ષાના ઉમેદવારો માટે વાંચવા જેવા સમાચાર

આ પણ  વાંચો  - સરહદ ડેરી દ્વારા મતદાનના દિવસે વોટિંગ કરનાર પશુપાલકને દૂધમાં પ્રતિલીટરે 1 રૂપિયો વધુ મળશે

Tags :
afterCrimedrinking sugarcane juiceGujarat FirstGujarat local newslocalTwo dieVadodara
Next Article