VADODARA : SOG ના દરોડામાં રૂ. 11 લાખનું MD ડ્રગ્સ પકડાયું, ત્રણની અટકાયત
VADODARA : વડોદરા (VADODARA) ના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SPECIAL OPERATION GROUP - SOG, VADODARA) દ્વારા ગતમોડી રાત્રે શહેરના મચ્છીપીઠમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી રૂ. 11 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. એસઓજી પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં બે મહિલા સહિત ત્રણની અટકાયત કરવામાં આવી છે. તે પૈકી એક મહિલાનો પતિ હાલ જેલવાસ ભોગવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
એમડી ડ્રગ્સ મળી આવ્યું
વડોદરામાં ડ્રગ્સ સહિતની બદીઓ ડામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સઘન વોચ રાખવામાં આવતી હોય છે. તાજેતરમાં એસઓજીની ટીમ દ્વારા શહેરના મચ્છીપીઠમાં દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં ટીમને 111 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. વડોદરા એસઓજી દ્વારા અગાઉ પણ મચ્છીપીઠમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસઓજી પોલીસ દ્વારા શહેરવાસીઓને નશાના રવાડે ચઢાવતા તત્વો પર સમયાંતરે અસરકારક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેની લોકો ભારે સરાહના કરતા હોય છે.
પતિ બે વર્ષથી જેલમાં
SOG PI વિવેક પટેલ જણાવે છે કે, મચ્છીપીઠના નવાબવાડામાંથી 111 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. જેની કિંમત રૂ. 11 લાખ આંકવામાં આવી રહી છે. આરોપીમાં બે મહિલા અને એક પુરૂષ સાથે ત્રણની અટકાયત કરવામાં આવી છે. એક મહિલાનું નામ રીહાના, જેમના પતિ બે વર્ષથી જેલમાં છે. મહિલાએ ફરી એમડી ડ્રગ્સનું કામ ચાલુ કર્યું છે. અન્ય મહિલાનું નામ નિગત છે, તેઓ તેમના બહેનની દિકરી છે. અને ત્રીજો શખ્સ કામીલ શેખ છે. હાલ તબક્કે મળતી માહિતી અનુસાર મુંબઇથી ડ્રગ્સનો જથ્થો લાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગળની તપાસ હાલ ચાલુ છે.
આ પણ વાંચો -- VADODARA : વાહનચોરીની આશંકાએ યુવકને હાથ બાંધી માર મરાયો