VADODARA : ઠાંસી ઠાંસીને મુસાફરો લઇ જતા પીકઅપ ટેમ્પાની જોખમી સવારી
VADODARA : તાજેતરમાં ખાનગી વાહનમાં મોટી સંખ્યામાં મુસાફરો બેસાડીને વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે (AHMEDABAD - VADODARA EXPRESS HIGHWAY) પર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ ટ્રાફીક પોલીસ અને આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હવે તેની અસર ઓછી થતી હોય તેમ જોવા મળી રહ્યું છે. વિતેલા 24 કલાકમાં વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળ (VADODARA - SOCIAL MEDIA CIRCLE) માં એક વિડીયો વાયરલ (VIDEO VIRAL) થઇ રહ્યો છે. જેમાં પીકઅપ ટેમ્પામાં મુસાફરોને ઠાંસી ઠાંસીને લઇ જવામાં આવી રહ્યા છે. આ વિડીયો વડોદરા પાસેના પોરનો હોવાનો પ્રાથમિક અંદાજ છે.
જે તે સમયે અસર પણ જોવા મળી
વડોદરાની આસપાસના લોકેશન પર જવા માટે મુસાફરોને ખાનવી વાહનોની સુવિધા આસાનીથી ગમે તે સમયે મળી રહે છે. જેને લઇને ખાનગી કાર, ટેમ્પા વાળાનો ધંધો જામી રહ્યો છે. પરંતુ પૈસાની લાલચે વધુ મુસાફરો લઇ જવું કેટલીય વખત જોખમી સાબિત થયું છે. અને અકસ્માતની ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં વડોદરાથી મુસાફરો લઇ જતી કારનો વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું., જેમાં મોટી સંખ્યામાં મુસાફરોનો મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ પોલીસ અને આરટીઓ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી હતી. જેની જે તે સમયે અસર પણ જોવા મળી હતી. જો કે, હવે આ અસર વિસરાઇ રહી હોવાનું સામે આવ્યું છે.
હાઇવે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા
વિતેલા 24 કલાકમાં વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળોમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં પીકઅપ ટેમ્પામાં મુસાફરોને ઠાંસી ઠાંસીને ભર્યા બાદ વધેલી જગ્યામામાં દંડો પકડીને ઉભા ઉભા લોકો જઇ રહ્યા છે. આ જોખમી સવારીનો વિડીયો વાયરલ થતા હાઇવે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સાથે જ આ પ્રકારના તત્વો સામે દાખલો બેસાડે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આ વિડીયો વડોદરા નજીક પોર પાસેના હાઇવેનો હોવાનો પ્રાથમિક અંદાજ છે. હવે આ વિડીયો વાયરલ થયા બાદ ઘટના અટકાવવા માટે તંત્ર શું પગલાં લે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો -- VADODARA : “એક કિલો RDX લઇને ઉભો છું”, કંટ્રોલરૂમમાં ફોન આવતા પોલીસ દોડી