ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : સ્માર્ટ વિજ મીટર અને ચેક મીટરમાં સમાન વપરાશ નોંધાયો

VADODARA : વડોદરામાં એમજીવીસીએલ (MGVCL - VADODARA) દ્વારા સ્માર્ટ વિજ મીટર મુક્યા બાદ ભારે કકળાટ (SMART ELECTRICITY METER CONTROVERSY - VADODARA) સામે આવ્યો હતો. મોટાભાગના કિસ્સાઓમાં ગ્રાહકો દ્વારા મસમોટા વિજ બીલ આવી રહ્યા હોવાની સમસ્યા જણાવવામાંં આવતી હતી. જે બાદમાં...
03:48 PM May 23, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરામાં એમજીવીસીએલ (MGVCL - VADODARA) દ્વારા સ્માર્ટ વિજ મીટર મુક્યા બાદ ભારે કકળાટ (SMART ELECTRICITY METER CONTROVERSY - VADODARA) સામે આવ્યો હતો. મોટાભાગના કિસ્સાઓમાં ગ્રાહકો દ્વારા મસમોટા વિજ બીલ આવી રહ્યા હોવાની સમસ્યા જણાવવામાંં આવતી હતી. જે બાદમાં વિજ કંપની દ્વારા કેટલીક જગ્યાઓ પર ચેક મીટર લગાડવામાં આવ્યા હતા. એમજીવીસીએલ સુત્રો જણાવી રહ્યા છે કે, સ્માર્ટ વિજ મીટર અને ચેક મીટરમાં વિજ વપરાશ સમાન નોંધાયો છે.

પ્રચંડ વિરોધ નોંધાવવામાં આવ્યો

વડોદરામાં એમજીવીસીએલ દ્વારા 27 હજાર સ્માર્ટ વિજ મીટર લગાવ્યા બાદ ભારે હોબાળો થયો હતો. વિતેલા એક સપ્તાહથી વધુ સમયથી અલગ અલગ વિજ કચેરીએ સ્થાનિકોનો મોરચો જતો હતો. અને પ્રચંડ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રોજેરોજનો વિરોધ અને લોકોને રોષ પારખી જઇ વિજ કંપની દ્વારા નવા સ્માર્ટ વિજ મીટર લગાડવા માટેની પ્રક્રિયા પર રોક લગાડવામાં આવી છે. સાથે જ સ્માર્ટ વિજ મીટરને લઇને લોકો દ્વારા કરવામાં આવેલા દાવાઓની ચકાસણી કરવા માટે ચેક મીટર લગાડવામાં આવ્યા છે.

ચેક મીટર લગાડવામાં આવશે

આ ચેક મીટર લગાડ્યા બાદ સ્માર્ટ મીટર સાથે તેના રીડીંગની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ધ્યાને આવ્યું કે, બંને મીટરોમાં સમાન વિજ વપરાશ નોંધાયો છે. આ સાથે જ સ્માર્ટ વિજ મીટર સાથે ચેક મીટર લગાડવા ઇચ્છુક લોકોને ત્યાં ચેક મીટર લગાડવામાં આવશે. સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકો દૈનિક વિજ વપરાશના યુનિટ મોબાઇલ એપ્લીકેશનમાં જોઇ શકશે.

નિયમોમાં ફેરફાર કરવાની ફરજ

આ સાથે જ સ્માર્ટ વિજ મીટર ધરાવતા ગ્રાહકને માસિક બીલ આપવામાં આવશે. તેની ચુકવણી હાલ મુજબ કરવાની રહેશે. સ્માર્ટ મીટર ધારકનું રીચાર્જ મહિના દરમિયાન નેગેટીવ રહેશે તો ડિસ્કનેક્શન કરવામાં નહિ આવે. પરંતુ જો નિયત સમયમાં બીલ ભરપાઇ નહિ કર્યું તો હાલની પ્રક્રિયા મુજબ વધુ કાર્યવાહી કરવામાં આવશે. આમ, વિજ કંપનીના સ્માર્ટ મીટર સામે લોકોની જીત થઇ છે. અને પ્રચંડ વિરોધ બાદ વિજ કંપનીએ નિયમોમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચો -- VADODARA : કોન્ટ્રાક્ટ આધારિત પટાવાળાઓને અન્યાય મામલે વિપક્ષ મેદાને

Tags :
askedcheckCustomerElectricityIFmeterputsmartVadodara
Next Article