Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India ની કોર્ટમાં પેન્ટિંગ ચેક બાઉન્સના કેસ જાણીને સ્તબ્ધ થઈ જશો

Check bounce Pending Case : નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ Courtની રચના કરવાની ભલામણ કરી
india ની કોર્ટમાં પેન્ટિંગ ચેક બાઉન્સના કેસ જાણીને સ્તબ્ધ થઈ જશો
Advertisement
  • કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો હતો
  • નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ Courtની રચના કરવાની ભલામણ કરી
  • 25 વિશેષ Courtની સ્થાપના કરવામાં આવી હતી

Check bounce Pending Case : ભારતની ન્યાય પ્રણાલી સમગ્ર વિશ્વમાં ખૂબ મોટી અને ખૂબ જ જટિલ માનવામાં આવે છે. ત્યારે એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે કે, 18 ડિસેમ્બર સુધી દેશભરની વિવિધ Court માં 43 લાખથી વધુ Check bounce ના Case Pending છે. રાજસ્થાન આ મામલે ટોચ પર છે, જ્યાં 6.4 લાખથી વધુ Case Pending છે. આ પછી મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ આવે છે.

કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો હતો

એક અહેવાલ મુજબ, Check bounce ના Case સામાન્ય Court માં ચલાવવામાં આવે છે, કારણ કે તે ગુનાહિત પ્રવૃત્તિ દર્શાવે છે. તાજેતરમાં 20 ડિસેમ્બરે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સંસદમાં જણાવ્યું હતું કે Check bounce ના મામલામાં વિલંબના ઘણા કારણો છે. આમાં વારંવાર સ્થગિત થવું, Case ની દેખરેખ અને સુનાવણી માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ અને વિવિધ Case ના નિકાલ માટે સમય મર્યાદાનો અભાવ સામેલ છે. આ સમસ્યાઓ Case ના નિકાલમાં મોટો અવરોધ બની જાય છે.

Advertisement

આ પણ વાંચો: 19 વર્ષની વયે 90 દેશની મજા માણી, યુવતીએ Top 6 દેશની યાદી કરી શેર

Advertisement

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ Courtની રચના કરવાની ભલામણ કરી

કાયદા મંત્રીએ એમ પણ કહ્યું કે Court માં Case ના નિકાલની ઝડપ ઘણા પરિબળો પર આધારિત છે. તેમાં ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, Court સપોર્ટ સ્ટાફ, Caseની જટિલતા, પુરાવાનો પ્રકાર, સાક્ષીઓ અને પક્ષકારોનો સહકાર અને નિયમો અને પ્રક્રિયાઓનું યોગ્ય પાલન સામેલ છે. Check bounce ના Caseમાં વિલંબને ધ્યાનમાં રાખીને Supreme Court એ 10 માર્ચ, 2021 ના રોજ 10 સભ્યોની સમિતિની રચના કરી હતી. આ સમિતિનો ઉદ્દેશ્ય આ Case ના ઝડપી નિકાલ માટે જરૂરી પગલાઓનો અભ્યાસ કરવાનો હતો. સમિતિએ વિશેષ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ Court ની રચના કરવાની ભલામણ કરી હતી.

25 વિશેષ Courtની સ્થાપના કરવામાં આવી હતી

તે ઉપરાંત 5 રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને ઉત્તર પ્રદેશના પાંચ જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે વિશેષ Court ની સ્થાપના કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. 19 મે, 2022 ના રોજ Supreme Court એ આદેશ આપ્યો હતો કે આ પાયલોટ Court એક વર્ષ માટે ચલાવવામાં આવે. પાંચ રાજ્યોના પાંચ જિલ્લાઓમાં 25 વિશેષ Court ની સ્થાપના કરવામાં આવી હતી. આ Court ની પ્રગતિ અને તારણો અંગે હજુ સુધી કોઈ વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો: India બન્યું છાણ માટે સોનાની ખાણ, વિદેશમાં કરોડમાં ઉઠી માગ

Tags :
Advertisement

.

×