VADODARA : સ્માર્ટ વિજ મીટરના વિરૂદ્ધમાં સહી ઝુંબેશ
VADODARA : વડોદરામાં સ્માર્ટ વિજ મીટર મુક્યા બાદથી સતત તેનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે ઓલ ગુજરાત ઇલેક્ટ્રીસીટી યુઝર્સ એસોશિયેશનના નેજા હેઠળ સ્માર્ટ વિજ મીટર વિરૂદ્ધ સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના સુરસાગર સ્થિત ન્યાય મંદિર સામે ટેબલ નાંખીને આ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે.
મીટર મુકવા પર રોક
વડોદરામાં લોકસભાની ચૂંટણી બાદથી જ સ્માર્ટ વિજ મીટરને લઇને કકળાટ સામે આવી રહ્યો છે. સ્માર્ટ વિજ મીટર મુક્યા બાદ લાઇટો મોડી રાત્રે જતી રહેવી, મોટા વિજ બીલ આવવું સહિતના મુદ્દે અનેકવિધ કચેરીએ લોકોનો મોરચો પહોંચતો હતો. આખરે વિજ કંપની દ્વારા નવા સ્માર્ટ વિજ મીટર મુકવા પર રોક લગાડવામાં આવ્યો છે. તેવામાં હવે સ્માર્ટ વિજ મીટર સામે સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
સંપૂર્ણ ખાનગીકરણ તરફ જશે
અગ્રણી તપનદાસ ગુપ્તા જણાવે છે કે, ઓલ ગુજરાત ઇલેક્ટ્રીસીટી યુઝર્સ એસોશિયેશન તરફથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ મહત્વની લડાઇ છે. ઇલેક્ટ્રીસીટી જીવન જરૂરીયાતની વસ્તુ છે. તેના વગર જીવનનું પગલું ચાલી ન શકાય, તેમાં ધંધો કરવો, લૂંટ ચલાવવી, નફો કરવાની છુટછાટ આપો તે બીલકુલ પણ ચલાવી ન લેવાય. આ સ્માર્ટ મીટર આમ જનતાના મોતનો પરવાનો છે, આ સ્માર્ટ મીટર લગાડ્યા બાદ સંપૂર્ણ ખાનગીકરણ તરફ જશે.
સમાનતા લાવવાનો આ પ્રસાય
વધુમાં તેમણે ઉમેર્યું કે, 2003 માં સરકાર દ્વારા આ કાયદાની શરૂઆત કરવામાં આવી હતી. કોરોના કાળ દરમિયાન આ કાયદો લાવવામાં આવ્યો છે. આજે આ કાયદાને અમલમાં મુકવામાં આવી રહ્યો છે. સ્માર્ટ મીટર સરખું છે તે વાતથી સ્વિકારી ન શકાય. આ બાદમાં ઇલેક્ટ્રીસીટી સેક્ટરને ખાનગીકરણ તરફ લઇ જવામાં આવશે. બાદમાં ડાયનામીક ચાર્જીસ શરૂ થશે, તેમાં દિવસ દરમિયાન ઓછો ચાર્જ લાગશે, અને રાત્રી સમયે વધુ ચાર્જ વધારે ગણશે. ઉદ્યોગમાં ચાર્જ વધારે છે. તેમાં સમાનતા લાવવાનો આ પ્રસાય છે. તેના વિરૂદ્ધમાં અમારી સહિ ઝુંબેશ છે. વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ એટલે ખાનગીકરણનો વિરોધ.
આ પણ વાંચો -- VADODARA : સ્માર્ટ વિજ મીટર અને ચેક મીટરમાં સમાન વપરાશ નોંધાયો