Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સ્માર્ટ વિજ મીટરના વિરોધમાં કચેરીની તાળાબંધી

VADODARA : વડોદરામાં સ્માર્ટ વિજ મીટર (SMART ELECTRICITY METER CONTROVERSY - VADODARA) નો વિરોધ યથાવત છે. આજે સુભાનપુરા વિસ્તારમાં આવેલા હાઇટેન્શન રોડ પર રહેતા લોકો સ્થાનિક વિજ કચેરીએ પહોંચ્યા છે. અને જુના મીટર પાછા આપવાની માંગ દોહરાવી છે. સ્માર્ટ વિજ...
vadodara   સ્માર્ટ વિજ મીટરના વિરોધમાં કચેરીની તાળાબંધી

VADODARA : વડોદરામાં સ્માર્ટ વિજ મીટર (SMART ELECTRICITY METER CONTROVERSY - VADODARA) નો વિરોધ યથાવત છે. આજે સુભાનપુરા વિસ્તારમાં આવેલા હાઇટેન્શન રોડ પર રહેતા લોકો સ્થાનિક વિજ કચેરીએ પહોંચ્યા છે. અને જુના મીટર પાછા આપવાની માંગ દોહરાવી છે. સ્માર્ટ વિજ મીટરથી આક્રોષિત લોકોએ વિજ કચેરીની તાળાબંધી કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. વિરોધ કરનાર મહિલા જણાવે છે કે, બહુ તકલીફ પડી રહી છે. તકલીફ તો ઘરનું કરીએ કે બીલ ભરીએ. એટલે અમારે અહિંયા આવવું પડ્યું છે. અમારે જુના મીટર જ જોઇએ. જો કે, વિજ કંપની દ્વારા નવા સ્માર્ટ વિજ મીટર નાંખવા અંગેની કામગીરી પર રોક લગાડવામાં આવી રહી છે.

Advertisement

વિજ કચેરીએ જઇને હલ્લાબોલ

વડોદરામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના મતદાન બાદ સ્માર્ટ વિજ મીટરનો મુદ્દો ભારે ચર્ચામાં છે. સ્માર્ટ વિજ મીટરને લઇને અનેક સમસ્યાઓથી ત્રસ્ત લોકોએ અનેક વખત વિજ કચેરીએ જઇને હલ્લાબોલ કર્યો હતો. ત્યારથી લઇને આજદિન સુધી આ કામગીરી ચાલુ જ છે. આજે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વિજ કંપનીની કચેરીએ જુના મીટર પાછા આપવાની માંગ સાથે પહોંચેલા લોકોએ તાળાબંધી કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.  સુત્રોના જણાવ્યા અનુસાર, કચેરીની તાળાબંધી સમયે અંદર કર્મચારીઓ કામ કરી રહ્યા હતા.

Advertisement

જુના ડિજીટલ મીટર મુકો

અગ્રણી પિન્કલ રામી જણાવે છે કે, વડોદરામાં સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે, તે મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને હાઉસીંગના મકાનો છે. આની જગ્યાએ માલેતુજારો, સાંસદ અને ધારાસભ્યોને ત્યાં મીટરો ન લાગે. પરંતુ ગરીબોને ત્યાં લાગે, અમારી સ્પષ્ટ માંગ છે કે, તમે મીટર લગાડવાની કામગીરી બંધ કરી છે. જ્યાં સ્માર્ટ વિજ મીટર મુકવામાં આવ્યા છે, ત્યાં જુના ડિજીટલ મીટર મુકો, જો અમારી માંગ સંતોષવામાં નહિ આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.

અમારે જુના મીટર જ જોઇએ

મહિલા જણાવે છે કે, બહુ તકલીફ પડી રહી છે. તકલીફ તો ઘરનું કરીએ કે બીલ ભરીએ. એટલે અમારે અહિંયા આવવું પડ્યું છે. અમારે જુના મીટર જ જોઇએ. છોકરાઓ ભણાવીએ કે નોકરી કરીએ કે આ લોકોના બીલો ભરીએ

Advertisement

આ પણ વાંચો -- VADODARA : કારેલીબાગ આવાસ યોજનાના મકાનોની ફાયર NOC શંકાના દાયરામાં

Tags :
Advertisement

.