Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ચોખેલાલજી ફરસાણમાંથી બાળ શ્રમિક મુક્ત કરાવાયો

VADODARA : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ચોખેલાલજી ફરસાણમાંથી બાળ શ્રમિકને મુક્ત કરાવવામાં આવ્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (ANTI HUMAN TRAFFICKING UNIT - VADODARA) ના પોલીસ જવાનોને આ અંગેની બાતમી મળતા કાર્યવાહી હાથ ધરી હતી. શાળામાં જઇને ભવિષ્યનું ઘડતર કરવાની...
vadodara   ચોખેલાલજી ફરસાણમાંથી બાળ શ્રમિક મુક્ત કરાવાયો

VADODARA : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ચોખેલાલજી ફરસાણમાંથી બાળ શ્રમિકને મુક્ત કરાવવામાં આવ્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (ANTI HUMAN TRAFFICKING UNIT - VADODARA) ના પોલીસ જવાનોને આ અંગેની બાતમી મળતા કાર્યવાહી હાથ ધરી હતી. શાળામાં જઇને ભવિષ્યનું ઘડતર કરવાની જગ્યાએ 15 વર્ષિય સગીર દુકાનમાં માસિક રૂ. 9 હજાર પગારે કામ કરતો હતો. એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટની કાર્યવાહી બાદ સંચાલક સામે કુંભારવાડા પોલીસ મથકમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ - 2015 મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

નાના છોકરાઓ પાસે બાળ મજુરી

એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા શહેરમાં મહિલાઓ અને બાળકોનું શોષણ થતું અટકાવવા સહિત અનેક મુદ્દે અસરકારક કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. તાજેતરમાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટના જવાનો કુંભારવાડા પોલીસ મથકમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળી કે, ચોખેલાલજી ફરસાણ. સમર્થ શોપીંગ સેન્ટર, કારેલીબાગમાં નાના છોકરાઓ પાસે બાળ મજુરી કરાવીને તેમનું શોષણ કરાવવામાં આવી રહ્યું છે.

રૂ. 9 હજાર માસિક પગાર મળતો

જે બાદ ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં એક 15 વર્ષનો સગીર છોકરો મળી આવ્યો હતો. તેની પુછપરછમાં તે, છેલ્લા એક મહિનાથી કામ કરતો હોવાનું, અને રૂ. 9 હજાર માસિક પગાર મળતો હોવાનું જણાવ્યું હતું. જે બાદ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટની ટીમે સંચાલક સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

વધુ કાર્યવાહી હાથ ધરી

ઉપરોક્ત મામલે કુંભારવાડા પોલીસ મથકમાં ચોખેલાલજી ફરસાણના માલિક પ્રવિણ મનીષભાઇ શર્મા (રહે. ગુલમોર સોસાયટી, પાણીની ટાંકી પાસે, કારેલીબાગ) વિરૂદ્ધમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ - 2015 મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે સંચાલકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- Fake Office Scandal: ગુજરાતમાં નકલી કચેરી કાંડ યથાવત! મોડાસામાં ચાલતી હતી નકલી સિંચાઈ વિભાગની ઓફિસ

Advertisement

Tags :
Advertisement

.