Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ભગવાનના નામે છેતરપિંડી કરનાર શખ્સ પોલીસ હવાલે

VADODARA : વડોદરા (VADODARA) પાસે સાવલી તાલુકાના જાવલા ગામે આવેલ જાવલિયાં હનુમાન મંદિર (JAVLIA HANUMANJI MANDIR) ના નામે પ્રાણ પ્રતિષ્ઠાની ખોટી પત્રિકા છપાવીને દાન ઉઘરાવતો ઇસમ ને ઝડપીને ગ્રામજનોએ પોલીસને હવાલે કર્યો છે. સાથે જ વળતી પત્રિકા છાપીને કોઈપણ વ્યક્તિને...
10:41 AM Apr 29, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) પાસે સાવલી તાલુકાના જાવલા ગામે આવેલ જાવલિયાં હનુમાન મંદિર (JAVLIA HANUMANJI MANDIR) ના નામે પ્રાણ પ્રતિષ્ઠાની ખોટી પત્રિકા છપાવીને દાન ઉઘરાવતો ઇસમ ને ઝડપીને ગ્રામજનોએ પોલીસને હવાલે કર્યો છે. સાથે જ વળતી પત્રિકા છાપીને કોઈપણ વ્યક્તિને દાન ન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સ્વયંભૂ પ્રગટેલા 5 મંદિરો પૈકીનું એક

વડોદરા પાસે સાવલી તાલુકાનું જાવલા ગામે આવેલ જાવલિયા હનુમાન નું મંદિર સમગ્ર રાજ્યના હનુમાનજી ભક્તોનું આસ્થા નું કેન્દ્ર છે. રાજ્યમાં સ્વયં પ્રગટેલ 5 હનુમાનજીના મંદિરો પૈકીનું એક આ મંદિર છે. જાવલા ગામે તળાવના કિનારે નયનરમ્ય વાતાવરણમાં આવેલ આ મંદિર આસ્થા અને ભક્તિની સાથે જોવાલાયક સ્થળ પણ છે.

પત્રિકા છાપવામાં આવી

આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ના નામે એક ઈસમ દાન ઉઘરાવતો હોવાનું તાલુકાજનોને અને ગ્રામજનોને ધ્યાને આવ્યું હતું. તેના માટે તેણે કોઇને પુછ્યા-જાણ્યા વગર જાતે જ એક પત્રિકા છપાવી હતી. જેમાં 58 ફૂટ ઊંચી જાવલીયા હનુમાનની પ્રતિમા બનાવવાનું અને સંવત 2080 અષાઢ સુદ બીજ અને રવિવારે તારીખ 07/07/2024 ના રોજ વિધિવત પૂજન કરી આ કાર્યની શુભારંભ ની જાહેર કરતી પત્રિકા છાપવામાં આવી હતી. સાથે જ તેના માટે દાન સ્વીકારવામાં આવે છે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને મોબાઈલ નંબર પણ છાપવામાં આવ્યો હતો.

સાવલી પોલીસને હવાલે કર્યો

તેના પગલે હનુમાન ભક્તો અને ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. અને ગ્રામજનોએ યુક્તિ પ્રયુક્તિ કરીને આ ઈસમને બોલાવીને ઝડપી પાડ્યો હતો. અને સાવલી પોલીસને હવાલે કર્યો હતો. સાથે સાથે પત્રિકા દ્વારા સમગ્ર તાલુકા જનોને જાવલિયા હનુમાન બાબતે કોઈપણ ફાળો ન આપવા અને આવો કોઈ પણ કાર્યક્રમ ન હોવાની જાણ કરતી પત્રિકા ફરતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં પણ કોઈ જો દાન માંગે તો બે ગ્રામજનોના નંબર આપીને સંપર્ક કરવાની વિનંતી કરવામાં આવી છે

પ્રચંડ રોષ ફાટી નીકળ્યો

બોગસ પત્રિકા ફરતી કરનાર શખ્સ હરીશ બાબુ ભાઈ ભોઈ નામનો ડેસર તાલુકા ના પીપળીયા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. સાવલી પોલીસે ઝડપાયેલ ઇસમની સઘન પૂછપરછ કરવા તજવીજ હાથ ધરી છે. જ્યારે ભગવાનના નામે પૈસા ઉઘરાવતા અને છેતરપિંડી કરતા હોવાની જાણ તાલુકા જનોને થતા તાલુકા જનોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. સાથે જ જવાબદાર સામે કડક સાથે પગલાં લેવાની માંગ કરી છે

આ પણ વાંચો -- London: વિદેશમાં રહીને પણ BJP ને સમર્થન, લંડનની ગલીઓમાં મોદી-મોદીના નારા

Tags :
ActioncirculatedonationfakehanumaanjavaliyaPaperpoliceSavlitempleVadodara
Next Article