VADODARA : BJP ના નેતાએ પૈસા વસુલવા ફિલ્મી સ્ટાઇલ અજમાવી
VADODARA : વડોદરા (VADODARA) પાસે સાવલીમાં પેટ્રોલ પંપ પર હિસાબના રૂ. 59.16 લાખમાં ગોટાળાની વસુલાત કરવા માટે હાલ ભાજપના નેતા (BJP LEADER) અને બરોડા ડેરીના અગ્રણી કુલદિપસિંહ રાઉલજીએ ફિલ્મી સ્ટાઇલ અજમાવી હોવાનો કિસ્સો પોલીસ મથક પહોંચ્યો છે. હિસાબની વસુલાત માટે મેનેજસ અને ફિલર પાસેથી લખાણ કરાવી લેવામાં આવ્યું હતું. અને આ અંગે કોઇને જાણ નહી કરવા જણાવ્યું હતું. આખરે ધાકધમકીનો સિલસિલો વધતા મેનેજરે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
હિસાબ મળતો નથી
ડેસર પોલીસ મથકમાં વિરલકુમાર ગિરવતસિંહ રાઉલજી (રહે. અમરેશ્વર - કલ્યાણા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે વરણોલી સ્ટેન્ડ નજીક આવેલા વિશ્વા પેટ્રોલ પંપ પર ચાર વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે. આ પંપનો મોટાભાગનો વહીવહ કુલદિપસિંહ ઉદેસિંહ રાઉલજી (રહે. વેજપુર, ડેસર) કરે છે. 21, જુન - 2024 નાી રોજ સાંજે આઢ વાગ્યે ફીલર હાજર હોય છે. તેવામાં કુલદીપસિંહ આવે છે. અને હિસાબ-કિતાબના ચોપડા લઇને ઓફીસમાં બોલાવે છે. રાત્રે અગિયાર વાગ્યે સુધીમાં એકાઉન્ટન્ટ ચોપડા તપાસીને જણાવે છે કે, હિસાબમાં ગોટાળો થયો છે. હિસાબ મળતો નથી. કાલે સવારે ફીલર સાથે ચર્ચા કરવાની છે.
તમે 60 લાખનો ગોટાળો કર્યો
બીજા દિવસે સવારે બધા ભેગા થાય છે. કુલદિપસિંહ બધાને પેટ્રોલ પંપની પાછળ લઇ જાય છે. ત્યારે સંજયભાઇ પણ હોય છે. ત્યાં કુલદિપસિંહ ગુસ્સે થઇને ગાળો બોલવા લાગે છે અને કહે છે કે, તમે મારા પેટ્રોલ પંપ પર રૂ. 60 લાખનો ગોટાળો કર્યો છે. બાદમાં ધમકી આપે છે. જેથી તમામ કહે છે કે, અમે કોઇ પૈસા લીધા નથી, કે ગોટાળો કર્યો નથી. આમ કહેતા કુલદિપસિંહ વધુ ઉશ્કેરાઇ જાય છે. અને જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. જેનું રેકોર્ડિંગ સંજયભાઇ કરે છે. સંજયભાઇ બધાને જણાવે છે કે, તમે બધા ભેગા થઇને હિસાબ કરી નાંખો. ઝઘડા ન કરો. છતાં કુલદિપસિંહ હિસાબ કરવા તૈયાર થયા ન્હતા.
આ પૈસા તમે કબુલી લો
આમ ચાર કલાક તમામને બાનમાં લેવામાં આવે છે. બાદમાં સાંજ સુધી ત્રણેય દ્વારા હિસાબ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેમાં કંઇ મળતું નથી. દરમિયાન મેં કુલદીપસિંહને કહ્યું કે, ગયા વર્ષે તમારી સુચના મુજબ ચૂંટણી વખતે ઘણા લોકો પેટ્રોલ-ડિઝલ ભરાવવા આવ્યા હતા. જેથી આ હિસાબમાં ગડબડ હશે. તે કુલદિપસિંહે કહ્યું કે, આ પૈસા તમે કબુલી લો. જેથી સામે અમે કહ્યું કે, અમે પૈસા લીધા નથી કે કોઇ ગોટાળો કર્યો નથી. તો અમે કેવી રીતે કબુલાત કરીએ. બાદમાં કુલદિપસિંહે ધમકાવતા કહ્યું કે, તમે મને ઓળખતા નથી. હું તમારી પાસેથી પૈસા કઢાવીને રહીશ. બાદમાં જાનથી મારી નાંખવાની ઘમકી આપતા તમામ ડરી ગયા હતા.
લખાણ નોટરી કરાવવામાં આવ્યું
બીજા દિવસે સવારે તમામના આધારકાર્ડ અને ફોટા માંગાવીને સ્ટેમ્પ પેપર પર લખાણ લેવામાં આવ્યું હતું. જેમાં કહ્યું કે, રૂ. 59.16 લાખનો ગોટાળો કર્યો છે. આ પૈસા બે મહિનામાં ચુકવી આપીશું. જેથી અમે કહ્યું કે, અમે પૈસા કેવી રીતે ચુકવીશું. તો સામે જવાબ આપ્યો કે એક મહિનો વધારી આપું છું. અને પહેલાથી જ કહી રાખ્યું હતું કે, આ બધુ કોઇને કહેવું નહી. જે લખાણ આપ્યું છે. તે ધાક ધમકી વગર કરી આપો છો. રાજીખુશીથી રકમ સ્વીકારો છો. બાદમાં લખાણ નોટરી કરાવવામાં આવે છે.
કબુલાત સામે લખાણમાં સહી લેવાઇ
બાદમાં અવાર-નવાર પૈસા માંગવા ધમકીનો સિલસિલો શરૂ થાય છે. બાદમાં મને પેટ્રોલ પંપ પાછળના ફાર્મ હાઉસમાં લઇ જઇને ગેરવર્તણુંક કરવામાં આવે છે. અને કુલદિપસિંહે જાતે જ ભાગ પાડીને કહ્યું કે, માતા એકલાના ભાગે રૂ. રૂ. 18.56 લાખ આવે છે. જે પૈકી રૂ. 5 લાખ પેટ્રોલ પંપના માલિકને ચુકવી આપીશું તેવી કબુલાત સામે લખાણમાં સહી લેવામાં આવે છે. અને આ અંગે કોઇને જાણ કરશે તો મારી નાંખવાની ધમકી આપવામાં આવે છે. આખરે ઉપરોક્ત મામલે ડેસર પોલીસ મથકમાં કુલદિપસિંહ ઉદેસિંહ રાઉલજી (રહે. વેજપુર, ડેસર) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુલદિપસિંહ રાઉલજી લોકસભાની ચૂંટણીમાં ભાજપ માંથી ડભોઇના પ્રભારીનો પદભાર સંભાળી ચુક્યા છે. તેઓ હાલ ભાજપના નેતા અને બરોડા ડેરીના અગ્રણી છે.
આ પણ વાંચો -- VADODARA : લગ્નની લાલચે બોસનું મહિલા કર્મી પર દુષ્કર્મ, લાખો રૂપિયા પણ પડાવ્યા