Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પંચાયતમાં ચાલતી ગેરરીતિ ડામવા ધારાસભ્ય મેદાને

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલી ગ્રામ પંચાયતોમાં ચાલતી ગેરરીતિ ડામવા માટે હવે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર (BJP MLA KETAN INAMDAR) મેદાને આવ્યા છે. તેમણે 18, જુન - 2024 ના રોજ જિલ્લા વિકાસ અધિકારીને આ અંગે પત્ર લખ્યો છે. અને...
vadodara   પંચાયતમાં ચાલતી ગેરરીતિ ડામવા ધારાસભ્ય મેદાને

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલી ગ્રામ પંચાયતોમાં ચાલતી ગેરરીતિ ડામવા માટે હવે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર (BJP MLA KETAN INAMDAR) મેદાને આવ્યા છે. તેમણે 18, જુન - 2024 ના રોજ જિલ્લા વિકાસ અધિકારીને આ અંગે પત્ર લખ્યો છે. અને યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. પત્રમાં તેમણે મોક્સી ગામે ચાલતી ગેરરીતિ ઉજાગર કરી છે. આમ કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ તેમણે જણાવ્યું છે.

Advertisement

ગંભીર આરોપો લગાવ્યા

સાવલીના ધારાસભ્ય કેતના ઇનામદાર દ્વારા અવાર-નવાર લોકોના પ્રશ્ને રજુઆત કરવામાં આવતી હોય છે. ત્યારે તાજેતરમાં તેમણે ગ્રામ પંચાયતમાં ચાલતી ગફલેબાજીને લઇને પત્ર લખ્યો હતો. જે હાલ સપાટી પર આવવા પામ્યો છે. જેમાં તેમણે ગંભીર આરોપો લગાવ્યા છે.

Advertisement

પંચાયતમાં ઘણા ઘર્ષણ ઉભા થાય

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું કે, મારા મત વિસ્તારની ઘણી પંચાયતોમાં ગેરવહીવટની રજુઆતો સરપંચો, સભ્યો તથા ગ્રામજનો દ્વારા મને મળેલ છે. જેમાં જે પંચાયતોમાં હાલ સરપંચો નથી, તેમાં જે વહીવટદારો નિમેલ છે. તેઓ ગ્રામ પંચાયતના માજી સરપંચ, સભ્યો કે ગામના આગેવાનોને અવગણીને ગ્રામપંચાયતનો વહીવટ કરે છે. જેના કારણે પંચાયતમાં ઘણા ઘર્ષણ ઉભા થાય છે. જેમાં હાલ મારી સમક્ષ મોક્ષી ગામના સભ્યો અને ગ્રામજનોની રજુઆત છે કે, ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ દ્વારા પંચાયતના વહીવટમાં ગેરરીતિ આચરી હોય તેમ જણાવેલ છે.

ઉચાપતની તપાસ કરવી

વધુમાં પત્રમાં લખ્યું કે, પંચાયતના બેંક એકાઉન્ટની ડિટેલ્સ જોતા સરપંચ તથા તલાટીના મળતીયાઓના નામના ચેકો ઉપાડી વહીવટ કરેલ છે. અને પંચાયતની વેરા પાવતીઓ જોતા સરપંચ-તલાટી અંતગ વ્યક્તિઓના વેરા ઓછા કાપી ખરેખર ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને મોટી રકમની પાવતીઓ આપેલ છે. અને ઉઘરાવેલ વેરાઓ પણ જમા કરાવેલ નથી. આ બાબતે અંગત રસ લઇ સમગ્ર તાલુકા ગ્રામ પંચાયતના વહીવટ કરતા સરપંચ-તલાટીઓ દ્વારા કરેલ ઉચાપતની તપાસ કરવી ખરેખર ઉચાપત થઇ હોય તો કસુરવારો ઉપર કાયદાકીય તટસ્થ કાર્યવાહી કરવી તથા ભવિષ્યમાં કોઇ પણ ગ્રામ પંચાયત દ્વારા ગેરવહીવટ ન થાય તેની તકેદારી રાખવા સુચનાઓ આપવી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : અધિકારીઓ જોડે મળી બોગસ ખેડૂત બનનારાઓ સામે આકરી કાર્યવાહી

Tags :
Advertisement

.