Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : BJP MLA કેતન ઇનામદારના રાજીનામા બાદ MP રંજનબેન ભટ્ટે કહ્યું, "ઘટના દુ:ખદ છે, સંપર્ક કરીશ"

VADODARA : વડોદરા (VADODARA) માં સાવલીના BJP MLA કેતન ઇનામદારે (KETAN INAMDAR) રાજીનામું આપી દેતા મધ્યગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમના એકાએક રાજીનામાએ અનેક સવાલો ઉભા કર્યા છે. રાજીનામા બાદના નિવેદનમાં તેઓ જણાવે છે કે, આત્મસન્માનથી મોટુ...
vadodara   bjp mla કેતન ઇનામદારના રાજીનામા બાદ mp રંજનબેન ભટ્ટે કહ્યું   ઘટના દુ ખદ છે  સંપર્ક કરીશ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં સાવલીના BJP MLA કેતન ઇનામદારે (KETAN INAMDAR) રાજીનામું આપી દેતા મધ્યગુજરાતના રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમના એકાએક રાજીનામાએ અનેક સવાલો ઉભા કર્યા છે. રાજીનામા બાદના નિવેદનમાં તેઓ જણાવે છે કે, આત્મસન્માનથી મોટુ કશું નથી. જેને લઇને સ્થાનિક નેતાઓ દોડતા થયા છે. આ બાદ સાંસદ અને લોકસભા 2024 માં સતત ત્રીજી વખત ભાજપમાંથી પસંદગી પામેલા રંજનબેન ભટ્ટ જણાવે છે કે, જિલ્લા પંચાયત અને બુથ લેવલ પર કેવી રીતે કામગીરી કરવા તેની રોજે ટેલિફોનિક વાતચીત થતી હતી. પરંતુ આ મુદ્દે વાત થઇ નથી

રાજીનામું મુક્યુ તેનું દુ:ખ છે

સાંસદ અને લોકસભા 2024 ના વડોદરાથી ભાજપના ઉમેદવાર સમગ્ર ઘટનાક્રમને લઇ રંજનબેન ભટ્ટ જણાવે છે કે, મને પણ મીડિયાના માધ્યમથી સવારે ખબર પડી કે કેતનભાઇએ રાજીનામું આપ્યું છે. બે દિવસ પહેલા જ તેમણે કાર્યકર્તાઓને ભેગા કરીને મારૂ સન્માન કર્યું છે. જિલ્લા પંચાયત અને બુથ લેવલ પર કેવી રીતે કામગીરી કરવા તેની રોજે ટેલિફોનિક વાતચીત થતી હતી. પરંતુ આ મુદ્દે વાત થઇ નથી. આ વાતથી હું અજાણ છું. તેમણે રાજીનામું મુક્યુ તેનું દુ:ખ છે. હું સવારથી તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કરું છું. પરંતુ થઇ શક્યો નથી.

Advertisement

વિષય જૂદો છે, સરખામણી ન કરી શકાય

વધુમાં સાંસદ જણાવે છે કે,  જ્યોતિબેન અને કેતનભાઇને વિષય જૂદો છે, સરખામણી ન કરી શકાય. મારે કેતનભાઇ સાથે વાત કરવી પડશે. વડોદરાનો માહોલ સારો છે, સૌ આવકારી રહ્યા છે. કેતનભાઇ જોડે વાત કરી કારણ જાણીશ. તેમણે મારી ઉમેદવારીને લઇને વિરોધ કર્યો નથી તેમ મેં મીડિયામાં જોયું છે. કાલ રાત સુધી અમે ચૂંટણીનું કેવી રીતે આયોજન કરવું તે અંગે વાતચીત કરતા રહ્યા છે.

Advertisement

ફક્ત મારી નહિ દરેક કાર્યકર્તાની વાત છે - કેતન ઇનામદાર

રાજીનામા બાદ આપેલા નિવેદનમાં કેતન ઇનામદાર જણાવે છે કે, પક્ષમાં નાના કાર્યકર્તાઓનું ધ્યાન રાખવામાં આવતું નથી. તમામ જગ્યાએ રજૂઆત બાદ કોઇ નિરાકરણ આવ્યુ નથી. રાજકારણમાં દરેક સત્તા માટે નથી આવતા. છેલ્લા 11 વર્ષ અને 3 મહિનાથી સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. અગાઉ પણ કહ્યું હતું કે, તમામનું માન જાળવો. આ કેતન ઇનામદારનો અવાજ નથી, આ ભાજપના પ્રત્યેક કાર્યકર્તાનો અવાજ છે. માન-સન્માન જળવાતું નથી એ ફક્ત મારી નહિ દરેક કાર્યકર્તાની વાત છે. કેતન માત્ર નિમિત્ત બન્યો છે. જૂના કાર્યકર્તાઓની અવગણના ના થાય તેવી અપીલ છે. લોકસભા બેઠક માટે રંજનબેન ભટ્ટને જીતાડવા માટે મદદ કરીશ. પોતાના માન-સન્માનના ભોગે કોઇ વસ્તુ નહિ ચલાવી લેવાય.

ઇમેલ પર આખોય ખેલ થયો છે

ઉપરોક્ત મામલે કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશી જણાવે છે કે, કેતનભાઇ અગાઉ પણ કહી ચુક્યા છે. જે તે સમયે જે તે વાતની વહેંચણીનો પ્રશ્ન પતી ગયો હતો. ઇમેલ પર આખોય ખેલ થયો છે. થોડા વખતમાં કેતનભાઇ ભાજપમાં હસતા હસતા પાછા પણ આવી જાય કે બધી વાત થઇ ગઇ છે

આ પણ વાંચો --VADODARA : સાવલીના BJP MLA કેતન ઇનામદારનું રાજીનામા બાદ નિવેદન, “આત્મસન્માનથી મોટું કશું નથી”

Tags :
Advertisement
×

Live Tv

.

×