Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : વધુ એક BJP MLA અધિકારીઓ સામે મેદાને, કહ્યું, "તેમને ખુલ્લા પાડો"

VADODARA : વડોદરા (VADODARA) ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ (BJP MLA YOGESH PATEL) દ્વારા તાજેતરમાં કલેક્ટર કચેરીમાં ફાઇલ પાસ કરાવવા અંગે શંકા વ્યક્ત કરતા તપાસ કરવાની માંગ કરતો પત્ર લખ્યો હતો. જેને લઇને માહોલ ગરમાયો હતો. તે બાદ વડોદરા શહેર...
09:27 AM Jun 16, 2024 IST | PARTH PANDYA
BJP MLA KETAL INAMDAR - SAVLI

VADODARA : વડોદરા (VADODARA) ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ (BJP MLA YOGESH PATEL) દ્વારા તાજેતરમાં કલેક્ટર કચેરીમાં ફાઇલ પાસ કરાવવા અંગે શંકા વ્યક્ત કરતા તપાસ કરવાની માંગ કરતો પત્ર લખ્યો હતો. જેને લઇને માહોલ ગરમાયો હતો. તે બાદ વડોદરા શહેર ભાજપ પ્રમુખે યોગેશ પટેલ દ્વારા અન્ય મુદ્દે પણ ત્વરીતતા દર્શાવવામાં આવે તેવું નિવેદન કર્યું હતું. આ મામલો હજી શાંત થાય તે પહેલા સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઇમાનદારે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલની વાતને સમર્થન આપવાની સાથે અધિકારીઓને આડેહાથે લીધા છે.

વિધવા બહેનો ટાર્ગેટ

સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઇમાનદાર (SAVLI - BJP MLA KETAN INAMDAR) જણાવે છે કે, હાલમાં સિનિયર ધારાસભ્ય દ્વારા મહેસુલ વિભાગની વાતની લઇને કલેક્ટરને પત્ર લખ્યો છે. તેમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં થઇ રહેલી ગેરરીતિઓ, અને ચાલતી પરિસ્થિતીને વાકેફ કરીને તપાસ માંગી છે. તે તપાસને મારૂ પુરેપુરુ સમર્થન છે. સાથે સાથે કહેવું છે કે, બોગસ ખેડુતો કરવાની વાત યોગેશ કાકાએ કરી છે, તે મેં 6 મહિના પહેલા મારા સાવલી તાલુકામાં આમદપુરા ગામના ખેડુતોએ, માત્ર વિધવા બહેનોને ટાર્ગેટ કરીને, જે બિચારા અભણ છે, તેમને ખબર પણ નથી કે તેમની જમીનમાં અન્ય લોકો ખોટી રીતે ઘૂસી ગયા છે. તેમને ટાર્ગેટ બનાવીને જે લોકો બોગસ ખેડુતો બન્યા છે, તેની સામે તત્કાલીન કલેક્ટર ગોર સાહેબ જોડે તપાસ માંગી હતી. અને તે તપાસ પરીપૂર્ણ થઇ ગઇ છે, તેમાં પોલીસ ફરિયાદ પણ થવાની છે.

મોટા લોકોને નિયમો ન લાગુ પડે

વધુમાં તેમણે જણાવ્યું કે, પણ મારો આગ્રહ છે કે, પોલીસ ફરિયાદ માત્ર બોગસ ખેડુત બનનાર કે વચેટીયા પર ન થાય, જે તે સક્ષમ અધિકારી જેણે આ બોગસ ખેડુતો બનાવવામાં પોતાની ઓથોરીટીનો ઉપયોગ કર્યો છે, તેવા લોકોને પણ આરોપી બનાવવામાં આવે, અને ફરિયાદી સરકાર બને. જે તે અધિકારી પર ફરિયાદ દાખલ કરો. આવું જ કરવું જોઇએ, તેનું કારણ કાયમ નાના કામોમાં લોકોને નિમયો બતાવીને ધમરના ધક્કા ખવડાવતા હોય, આવા મોટા મોટા સ્કેન્ડલો આપણી સામે આવતા હોય, આમ તો નિયમો અને કાયદાની વાત છે, તો આ બધા કામ કેવી રીતે થઇ ગયા. નાના લોકોને નિયમો લાગુ પડે, અને મોટા લોકોને નિયમો ન લાગુ પડે તે વસ્તુ વ્યાજબી નથી.

અધિકારીઓને ચલાવી ન લેવાય

આખરમાં તેમણે જણાવ્યું કે, આ અમારા સરકારની છબી બગાડવાનું કામ અધિકારીઓ કરતા હોય ત્યારે, હું તો હમણાં જે ભૂતકાળમાં લોકોના જીવ ગયા છે, તેમાં પણ અધિકારીઓએ કાળજી રાખી હોત, અને ખોટો ઇરાદો ન રાખ્યો હોત, બધુ કામ કાયદેસર રીતે કર્યું હોત તો આવું ન થયું હોત. મારી સરકારમાં એક જ માંગણી છે કે, હવે આવા કોઇ અધિકારીઓને ચલાવી ન લેવાય. હું તો કાયમ કહેતો આવ્યો છું કે, આ બધું થતું આવ્યું છે. આ વસ્તુઓને રોકવી જોઇએ. હજી પણ હું મારી વાત મુખ્યમંત્રીને મુકું છું. મને વિશ્વાસ છે કે, મારી સરકારની અંદર આ વખતે લાલ આંખ કરીને અધિકારીઓને સીધા કરવાની વાત થશે. આ બધા અધિકારીઓની વાત નથી. પણ જે અધિકારીઓ ટેવાઇ ગયેલા છે, જે અધિકારીઓ માત્ર અને માત્ર ફરજને પૈસાની ફેક્ટરી બનાવી દીધી છે, તેમની વાત છે. જ્યાં કંઇ ખોટું થતું હોય ત્યાં તેમને ખુલ્લા પાડવા જોઇએ.

આ પણ વાંચો -- VADODARA : સંકલનની પહેલી બેઠકમાં સાંસદનો સપાટો

Tags :
againstBJPGovtinamdarintensionketanmalafideMLAOfficerraiseSavliVadodaraVoice
Next Article