Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મતદાન સમયે MLA ના ફેક ન્યુઝ વાયરલ કરનાર સામે ફરિયાદ

VADODARA : વડોદરામાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના (SAVLI BJP MLA - KETAN INAMDAR) નામે ફેક ન્યુઝ વાયરલ (VIRAL FAKE NEWS) કરનાર સામે સાવલી પોલીસ મથક (SAVLI POLICE STATION) માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચૂંટણીના મતદાન સમયે ખોટા સમાચાર વાયરલ...
vadodara   મતદાન સમયે mla ના ફેક ન્યુઝ વાયરલ કરનાર સામે ફરિયાદ

VADODARA : વડોદરામાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના (SAVLI BJP MLA - KETAN INAMDAR) નામે ફેક ન્યુઝ વાયરલ (VIRAL FAKE NEWS) કરનાર સામે સાવલી પોલીસ મથક (SAVLI POLICE STATION) માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચૂંટણીના મતદાન સમયે ખોટા સમાચાર વાયરલ થતા જ પરિણામને અસર કરી શકે તેવા ઇરાદા સાથેના ફેક ન્યુઝ વાયરલ કરવામાં આવતા પોલીસ હરકતમાં આવી છે. ફરિયાદ નોંધાયા બાદ સાવલી પોલીસ દ્વારા આ મામલે તપાસ તેજ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો હેતુ

સાવલી પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, આજે હેડલાઇન 07 ન્યુઝ અપડેટમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કુટુંબીજનો સાથે મતદાન કર્યું તેવા ન્યુઝ તેમના ફોટો સાથે પ્રસારીત થયા હતા. આ ન્યુઝમાં કોઇએ એડીટીંગ કરીને સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું તે મુજબનું બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જે અંગે ધારાસભ્યના અંગત મદદનીશનું ધ્યાન જતા, કોઇ અજાણ્યા ઇસમે સોશિયલ મીડિયામાં હેડ લાઇન 07 ન્યુઝ અપડેટની વિષિષ્ઠ લાક્ષણીક ઓળખનો અપ્રમાણીત રીતે ઉપયોગ કર્યો હોવાનું ખુલ્યું હતું. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કોંગ્રેસને સમર્થન આપ્યું તેવું ખોટું જાહેર કર્યું, તેવો ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે હેતુથી ઉભુ કર્યું હોવાનું ધ્યાને આવ્યું હતું.

ગુનો નોંધવામાં આવ્યો

લોકસભા સામાન્ય ચૂંટણી - 2024 ના ચાલુ મતદાન દરમિયાન પરીણામને અસર થાય તેવા ઇરાદાથી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા અજાણ્યા ઇસમો વિરૂદ્ધ સાવલી પોલીસ મથકમાં આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ સાવલી પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

કૃત્ય કરનારાઓ સુધી પહોંચે

આમ, મતદાનના દિવસે ફેક ન્યુઝનો સહારો લઇને પોતાનું લક્ષ્ય પાર પાડવાના વિરોધીઓના બદઇરાદા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હવે આ મામલે પોલીસ કેટલા સમયમાં આ કૃત્ય કરનારાઓ સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ ભૂખ્યા ટળવળ્યા

Advertisement

Tags :
Advertisement

.