Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રાજવી પરિવારના રાણીની સોશિયલ મીડિયા સ્ટોરી ચર્ચામાં

VADODARA : ઇઝરાયલ અને ગાઝા વચ્ચે મહિનાઓથી યુદ્ધ (ISRAEL GAZA TENSION) ચાલી રહ્યું છે. બંને સમયે સમયે એકબીજાને મોટું જાનમાલનું નુકશાન પહોંચાડી રહ્યા છે. તાજેતરમાં ઇઝરાયલ દ્વારા પેલેસ્ટાઇનના રફાહ ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 40 લોકોના મોત થયા હતા....
vadodara   રાજવી પરિવારના રાણીની સોશિયલ મીડિયા સ્ટોરી ચર્ચામાં

VADODARA : ઇઝરાયલ અને ગાઝા વચ્ચે મહિનાઓથી યુદ્ધ (ISRAEL GAZA TENSION) ચાલી રહ્યું છે. બંને સમયે સમયે એકબીજાને મોટું જાનમાલનું નુકશાન પહોંચાડી રહ્યા છે. તાજેતરમાં ઇઝરાયલ દ્વારા પેલેસ્ટાઇનના રફાહ ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 40 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં AII EYES ON RAFAH નામનું હેશટેગ ટ્રેન્ડ થઇ રહ્યું છે. વડોદરાના રાજવી પરીવારના રાણી રાધિકા રાજે ગાયકવાડ (Royal Family Of Vadodara - Radhikaraje Gaekwad) દ્વારા તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર AII EYES ON RAFAH નામથી સ્ટોરી-પોસ્ટ શેર કરી છે. જેને લઇને શહેરભરમાં ચર્ચા થઇ રહી છે. તો સામે પક્ષે "What your eyes fail to see" સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવામાં આવ્યું છે.

Advertisement

કેમ્પમાં ઇઝરાયલ દ્વારા હુમલો

ઇઝરાયલ અને ગાઝા વચ્ચે વર્ષોથી તણાવનું વાતાવરણ છે. વર્ષ 2023 માં ઇઝરાયલમાં આયોજિત મ્યુઝીક ફેસ્ટીવલમાં ગાઝા સમર્થિત હમાસ દ્વારા વ્યાપક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં જાનહાનીના પહોંચી હતી. ત્યાર બાદથી લઇને ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના તણાવમાં વધારો થયો હતો. સમયાંતરે બંને દેશો એકબીજા પર હુમલો કરીને જાન-માલનુ નુકશાન પહોંચાડતા રહે છે. તાજેતરમાં રફાહ નામની જગ્યા પર રાખવામાં આવેલા કેમ્પમાં ઇઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 40 જેટલા સિવિલિયન લોકોનું મોત નિપજ્યુ હતું. જે બાદ સોશિયલ મીડિયામાં AI જનરેટેડ ઇમેજીસ સાથે AII EYES ON RAFAH હેશટેગ ટ્રેન્ડ થઇ રહ્યું છે. જે ઇઝરાયકના કૃત્યને વખોડી રહ્યું છે.

Advertisement

વિપરીત સંકેતો

તેવામાં વડોદરાના રાણી રાધિકા રાજે ગાયકવાડ ((Royal Family Of Vadodara - Radhikaraje Gaekwad)) દ્વારા તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં AII EYES ON RAFAH, તથા તે સંબંધિત ઇમેજીસ મુકવામાં આવી છે. અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું સમર્થન કરવામાં આવ્યું છે. જો કે, ઇઝરાયલ અને ગાઝા મામલે આપણા દેશનું વલણ ઇઝરાયલ તરફી રહ્યું છે. જ્યારે રાણી દ્વારા મુકવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ તેનાથી વિપરીત સંકેતો આપી રહી છે.

બેબાક પ્રતિક્રિયાઓ

આમ, રાધિકા રાજે ગાયકવાડ દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી મુકેલી સ્ટોરી શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે. જો કે, વડોદરાના રાણી અવાર-નવાર અલગ અલગ મુદ્દે તેમની બેબાક પ્રતિક્રિયાઓ આપતા રહે છે. જેને લઇને તેઓ સમયાંતરે ચર્ચામાં પણ રહેતા હોય છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ફાયર NOC મેળવવા અધિકારીઓ કરતા પહેલા અરજદારો પહોંચ્યા

Tags :
Advertisement

.