Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે નિધન

બ્રિટનની મહારાણી ક્વિન એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે નિધન થયું છે. તેઓની ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી. અગાઉ એલિઝાબેથ દ્વિતીયની (Queen Elizabeth) તબિયત લથડી હોવાની વિગત સામે આવી હતી. જે બાદ અત્યારે તેમણે સ્કોટલેન્ડના બાલ્મોરલ કૈસલમાં અંતિમશ્વાસ લીધાં છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીય બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કર્યું. રાણી એલિઝાબેથ દ્વિતીય બાદ પ્રોટોકોલ પ્રમાણે હવે તે
બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે નિધન
બ્રિટનની મહારાણી ક્વિન એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે નિધન થયું છે. તેઓની ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી. અગાઉ એલિઝાબેથ દ્વિતીયની (Queen Elizabeth) તબિયત લથડી હોવાની વિગત સામે આવી હતી. જે બાદ અત્યારે તેમણે સ્કોટલેન્ડના બાલ્મોરલ કૈસલમાં અંતિમશ્વાસ લીધાં છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીય બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કર્યું. રાણી એલિઝાબેથ દ્વિતીય બાદ પ્રોટોકોલ પ્રમાણે હવે તેમનો પુત્ર ચાર્લ્સના બ્રિટનનો રાજા બની શકે છે.
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, 2015 અને 2018 માં મારી UKની મુલાકાતો દરમિયાન મહારાણી એલિઝાબેથ II સાથે મારી યાદગાર મુલાકાતો હતી. હું તેમની હૂંફ અને લાગણીને ક્યારેય ભૂલીશ નહીં. એક મીટિંગ દરમિયાન તેણે મને મહાત્મા ગાંધીએ તેના લગ્નમાં ભેટમાં આપેલો રૂમાલ બતાવ્યો. હું હંમેશા તેની સન્માન કરીશ.
આ અગાઉ બ્રિટનની મહારાણી એલિઝાબેથની (Queen Elizabeth) તબિયત લથડી હોવાના સમાચાર મળી રહ્યાં છે. બકિંઘમ પેલેસ (Buckingham Palace) દ્વારા જણાવાયું છે કે, મહારાણી ડોક્ટરોની દેખરેખમાં છે. કારણ કે, ડોક્ટરો તેના સ્વાસ્થ્યને લઈને ઘણાં જ ચિંતિત છે. આજે સવારે ડોક્ટરોએ તેમના તબિયત તપાસી અને તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. તેમણે તબીબી દેખરેખ હેઠળ રહે તેવી ભલામાણ કરી છે.
તેમની તબિયત બગડ્યા બાદ પરિવારના સભ્યોએ રાણી એલિઝાબેથના (Queen Elizabeth) સ્વાસ્થ્યને લઈને તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે. પરિવારજનોએ જણાવ્યું કે તેમને તબીબી સંભાળ (Medical Supervision) હેઠળ રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આ સમયે મહારાણી એલિઝાબેથ લંડનના બકિંઘમ પેલેસની જગ્યાએ સ્કોટલેન્ડના બાલ્મોરલ કૈસલમાં કરી રહી છે.
શાહી પરિવારના લોકો આ સમયે સ્કોટલેન્ડ જઈ રહ્યા છે. આમાંથી કેટલાક લોકો ત્યાં પહોંચી ચૂક્યા છે. રાણીના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ, તેમની પત્ની કેમિલા, પૌત્ર પ્રિન્સ વિલિયમ્સ હવે સ્કોટલેન્ડ આવી રહ્યા છે. આ સાથે પ્રિન્સ હેરી અને તેની પત્ની મેઘન પણ સ્કોટલેન્ડ જવાના છે. ત્યાં તે રાણી સાથે રહેશે.
બુધવારે ક્વિનવ રાણી (Queen Elizabeth) બ્રિટનના નવા વડાંપ્રધાન લિઝ ટ્રસ સાથે જોવા મળ્યા હતી. તેમણે વરિષ્ઠ મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ પણ કરવાની હતી, પરંતુ ડોકટરોની સલાહ પર તેમણે આરામ કર્યો અને મીટિંગ સ્થગિત કરી દીધી હતી. આ પછી આજે જ્યારે રાણીનું ચેકઅપ કરવામાં આવ્યું ત્યારે ડોક્ટરોએ તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તબીબોએ કહ્યું છે કે, તેમને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ક્વીન એલિઝાબેથ-2ને પણ કોરોના થયો હતો. પછી તેને હળવા શરદી જેવા લક્ષણો જોવા મળ્યા.
Advertisement


વડાંપ્રધાન લિઝ ટ્રુસે ટ્વીટ કર્યું
બ્રિટિશ વડાપ્રધાન લિઝ ટ્રુસે ક્વીન એલિઝાબેથના સ્વાસ્થ્ય અંગે ટ્વિટ કર્યું છે. તેણે લખ્યું કે આખો દેશ રાણીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. યુનાઇટેડ કિંગડમના તમામ લોકો આ સમયે તેમના પરિવાર સાથે છે.

Advertisement
Tags :
Advertisement

.