Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : નિવૃત્ત આર્મી જવાને પાંચ પ્રકારની કેરીની ખેતી કરી

VADODARA : ટેરિટોરિયલ આર્મીમાંથી નિવૃત્ત જવાન રવજીભાઈ ચૌહાણ ઘણા વર્ષોથી ગાય આધારિત કુદરતી ખેતી કરી ભરપૂર લાભ મેળવી રહ્યા છે. તેઓ વડોદરા (VADODARA) શહેર અને જિલ્લાના લોકોને આરોગ્યપ્રદ ખોરાક આપવાના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે કુદરતી ખેતીમાં અન્ય ખેડૂતોને સામેલ કરવા પ્રેરિત...
vadodara   નિવૃત્ત આર્મી જવાને પાંચ પ્રકારની કેરીની ખેતી કરી

VADODARA : ટેરિટોરિયલ આર્મીમાંથી નિવૃત્ત જવાન રવજીભાઈ ચૌહાણ ઘણા વર્ષોથી ગાય આધારિત કુદરતી ખેતી કરી ભરપૂર લાભ મેળવી રહ્યા છે. તેઓ વડોદરા (VADODARA) શહેર અને જિલ્લાના લોકોને આરોગ્યપ્રદ ખોરાક આપવાના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે કુદરતી ખેતીમાં અન્ય ખેડૂતોને સામેલ કરવા પ્રેરિત કરે છે. રવજીભાઈ એક ટ્રેનર પણ છે અને યુવા ખેડૂતોને તાલીમ આપવા અને પ્રાકૃતિક ખેતી વિશેની ગેરસમજ દૂર કરવા માટે તેમના વિસ્તારમાં આવતા ગામોની અવારનવાર મુલાકાત લે છે.

Advertisement

ATMA પ્રોજેક્ટ હેઠળ સહાય મળી

રવજીભાઈ ખેડૂત પરિવારમાંથી આવે છે અને નિવૃત્તિ પછી ખેતીમાં જોતરાયા છે.વાઘોડિયા તાલુકાના અલવા ગામમાં તેમની ૧૧.૫ વીઘા જમીનમાં છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને તંદુરસ્ત ભવિષ્ય માટે અન્ય લોકોને પણ આ પ્રકારની ખેતી તરફ વાળવા તાલીમ આપે છે.રાજ્ય સરકારના ATMA પ્રોજેક્ટ હેઠળ ગાય આધારિત કુદરતી ખેતીમાં પણ તેમને સહાય મળી છે.

Advertisement

ખેતી ખૂબ જ ખર્ચાળ હતી

રવજીભાઈએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, હું ૧૭ વર્ષ સુધી ટેરિટોરિયલ આર્મીના (TA) આગ્રાના યુનિટમાં સેવા આપી વર્ષ ૨૦૧૪માં નિવૃત્ત થઈ ખેતી તરફ વળ્યો છું. અગાઉ હું રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા આધારિત ખેતી કરતો હતો. જે ખેતી ખૂબ જ ખર્ચાળ હતી અને આર્થિક રીતે પરવડતી પણ નહોતી.

મોંઘી મિયાઝાકી કેરી

ત્યારબાદ હું ગાય આધારિત કુદરતી ખેતી તરફ વળ્યો જેનાથી ખેતી ખર્ચમાં તો ઘટાડો થયો પણ દર વર્ષે મને વધુ ઉત્પાદન પણ મળવવાનું શરૂ થયું. શરૂઆતમાં મેં કેરીની ખેતી કરવાનું નક્કી કર્યું કારણ કે આ વિસ્તારમાં કોઈ આવી ખેતી કરતું ન હતું. મારી પાંચ વીઘા જમીનમાં પાંચ પ્રકારની કેરીની ખેતી કરી છે જેમાં મોંઘી મિયાઝાકી જાતનો સમાવેશ થાય છે. કેરી સિવાય સાપોડિલા (ચીકુ), લીંબુ અને જામફળની ખેતી કરી છે.આ ઉપરાંત ૬.૫ વીઘા જમીનમાં ડાંગર અને ઘઉં થતા અન્ય ખેતીમાંથી વર્ષે છ લાખ જેટલી કમાણી કરુ છું. આ વર્ષે હળદર, આદુ અને દાળ (અરહર) ઉગાડવાનું આયોજન કર્યું છે.

Advertisement

કુદરતી વાતાવરણ જાળવે

રવજીભાઈ કહે છે કે ખેતરમાં તેમની જરૂરિયાતો માટે ટકાઉ વ્યવસ્થાઓ ઉભી કરી છે વીજળીની જરૂરિયાતો પૂરી કરવા માટે પાંચ હોર્સ પાવરની સોલાર પેનલ લગાવવા સાથે વોટર સોફ્ટનર પણ લગાવ્યું છે. મારી પાસે ત્રણ ગાય છે જે તેને છાણ, મૂત્ર અને ખાતર બનાવવા માટેની અન્ય સામગ્રી પૂરી પાડે છે. આ ઉપરાંત પાકને પાણી આપવા માટે ટપક સિંચાઈનો ઉપયોગ કરું છું રવજીભાઈના પોતાના ખેતરમાં સંપૂર્ણ કુદરતી વાતાવરણ જાળવે છે.

જાગૃતિ ફેલાવવા કામ એક ટ્રેનર

રવજીભાઈએ તેમના વિસ્તારમાં કુદરતી ખેતી દ્વારા કેરીની ખેતી કરવાનો સફળ પ્રયાસ કર્યો જેનો આર્થિક લાભ તેમને મળ્યો છે એટલું જ નહિ આ પંથકના અન્ય ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતિ ફેલાવવા કામ એક ટ્રેનર તરીકે તેઓ કરી રહ્યા છે.

લોકોને વેચવામાં મદદરૂપ

તેઓ ખેડૂતોને ગાય આધારિત કુદરતી ખેતીના ફાયદા અને સ્વસ્થ જીવન માટે સ્વસ્થ આહારના મહત્વ વિશે જાગૃત કરવા માટે સેમિનાર અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવા સાથે સખી મંડળોને પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ આપવાનું પણ શરૂ કર્યુ છે. FPO માં ડિરેક્ટર તરીકે તેઓ વડોદરામાં પ્રાકૃતિક ખેત પેદાશ ખરીદ વેચાણ કેન્દ્ર દ્વારા ખેડૂતોને તેમના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સીધા જ લોકોને વેચવામાં મદદરૂપ બની રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : બાજવા બ્રિજના “ગાબડાપાડુ” કોન્ટ્રાક્ટરની મુશ્કેલી વધશે, ધારાસભ્ય મેદાને

Tags :
Advertisement

.