VADODARA : નર્સને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર ડોક્ટર ઝબ્બે
VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી પોલીસ મથક (GOTRI POLICE STATION) માં નર્સને લગ્નની લાલચ આપીને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજારના ડોક્ટર સામે ફરિયાદ નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ભોગબનનાર નર્સ અને ડોક્ટર ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ ડોક્ટરે નર્સને લગ્નની લાલચ આપીને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. અને તેની સાથે લગ્ન કર્યા ન્હતા. આખરે તેની સામે ફરિયાદ નોંધાતા ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
લગ્ન કરવાની લાલચ આપી
વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મનો ભોગ બનનાર નર્સે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આ મામલે આરોપી ડોક્ટરની ધરપકડ કરી છે. દુષ્કર્મનો આરોપી ડોક્ટર અને ભોગ બનનાર નર્સ ઇન્સ્ટાગ્રામથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ડોક્ટરે નર્સને લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યાર બાદ લગ્ન કર્યા વગર તેણીની મરજી વિરૂદ્ધ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર મામલે વિગતવાર માહિતી આપવા માટે એસીપી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઇન્સ્ટાગ્રામથી ઓળખાણ થઇ
ગોત્રી પોલીસ મથકમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ACP એ. વી. કાટકડ જણાવે છે કે, 3, જુલાઇના રોજ દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આરોપી ડો. ભાવેશ વસાવાની ભોગબનનાર યુવતિ સાથે સપ્ટેમ્બર - 2023 માં ઇન્સ્ટાગ્રામથી ઓળખાણ થઇ હતી. અને આરોપી દ્વારા ભોગનનારને લગ્ન કરવાની લાલચ આપીને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતે તેની ધરપકડ કરવામાં આવી છે. અને આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બંનેનો પરિચય ઇન્સ્ટાગ્રામથી શરૂ થયો હતો.
બંને અપરિણીત
વધુમાં તેમણે જણાવ્યું કે, લગ્નની લાલચ આપીને તેણે ભોગબનનાર યુવતિ પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં ભોગ બનનાર નર્સ હોવાનું સામે આવ્યું છે. તથા ભોગબનનાર નર્સ અને આરોપી ડોક્ટર બંને અપરિણીત છે. ડોક્ટરે નર્સ યુવતિને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ તેની સાથે લગ્ન કર્યા ન્હતા.
આ પણ વાંચો -- VADODARA : ગોવા સ્ટાઇલ ચાલતા દારૂના અડ્ડા પર SMC ના દરોડા