ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : રોડમાં ખુંપી ગયેલી બસ બહાર કાઢવા ક્રેનનો સહારો

VADODARA : વડોદરા (VADODARA) માં પહેલા વરસાદમાં જ પ્રિમોન્સૂન (PRE-MONSOON) કામગીરી સાથે જ પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ-રસ્તાની કામગીરીમાં કરવામાં આવેલી પોલંપોલ ખુલી જવા પામી છે. શહેરના સમા વિસ્તારમાં આજે સવારે રોડ પર ખાનગી બસનું ટાયર ખુંપી ગયું હોવાની ઘટના સામે...
04:19 PM Jul 01, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં પહેલા વરસાદમાં જ પ્રિમોન્સૂન (PRE-MONSOON) કામગીરી સાથે જ પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ-રસ્તાની કામગીરીમાં કરવામાં આવેલી પોલંપોલ ખુલી જવા પામી છે. શહેરના સમા વિસ્તારમાં આજે સવારે રોડ પર ખાનગી બસનું ટાયર ખુંપી ગયું હોવાની ઘટના સામે આવી છે. જો કે, બસ ચાલકે આ સ્થિતીમાંથી બહાર આવવા માટે ભારે મથામણ કરી, છતાં નિષ્ફળતા જ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. આખરે બસને બહાર કાઢવા માટે ક્રેનનો સહારો લેવો પડ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. આમ, પાલિકાના કોન્ટ્રાક્ટરના પાપે આજે બસ ચાલકે ભોગવવાનો વારો આવ્યો હતો.

લોકોની મુશ્કેલીઓ ઘટતી નથી

વડોદરામાં વરસાદની શરૂઆત થતા જ લોકોની મુશ્કેલી વધી ગઇ છે. ક્યાંક રોડ પર ભૂવા તો, ક્યાંક પાણી ભરાઇ જવાની ઘટનાએ લોકોને હેરાન પરેશાન કરી દીધા છે. દર વર્ષે પાલિકાના સત્તાધીશો દ્વારા ચોમાસામાં સબ સલામતના દાવાઓ કરવામાં આવતા હોય છે. પરંતુ તેનાથી લોકોની મુશ્કેલીઓ ઘટતી નથી. આ વર્ષે પણ આ વાતનું પુનરાવર્તન થયું છે. આજે સવારે સમા વિસ્તારમાં ખાનગી બસના ટાયર રસ્તામાં ખુંપી જતા ફસાઇ ગઇ હતી. રસ્તામાં ટાયર ખુંપી ગયેલી બસને બહાર કાઢવા માટે ચાલકે મહા મહેનતે પ્રયત્ન કર્યા, છતાં કંઇ થઇ શક્યુ ન્હતું. આખરે ચાલકે ફસાયેલી બસને બહાર કાઢવા માટે ક્રેન મંગાવવી પડી હતી. અને બાદમાં જ બસને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

ટેમ્પો ચાલકે ભોગવવાનો વારો આવ્યો

તો બીજી તરફ સાવલીમાં રસ્તા પરના ખાડાના કારણે ટેમ્પો પલટી ગયો હોવાની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી મુકી હતી. તે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સાવલી નગર નજીક આવેલા ભાટપુરા રોડ પરથી પસાર થતો ટેમ્પો મોટા ખાડામાં પડ્યા બાદ પલટી ગયો હોવાની ઘટના સામે આવી હતી. જેને કારણે સાવલી નગર પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ-રસ્તાની કામગીરીમાં ઉતારવામાં આવેલી વેઠના કારણે ટેમ્પો ચાલકે ભોગવવાનો વારો આવ્યો હતો. જેને લઇને સમગ્ર પંથકમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

આ પણ વાંચો -- VADODARA : મેયર-ચેરમેનના ફોટો વાળી કાર ભૂવામાં પાડી વિરોધ

Tags :
andbuscreatedforofpoorQualityRoadtempotroubleVadodara
Next Article