Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બોગસ હુકમ કાંડનો સુત્રધાર મુંબઇ એરપોર્ટથી ઝબ્બે

VADODARA : શહેરના સંવેદનશીલ છીપવાડ વિસ્તારમાં હિંદુ મહિલાનું મકાન ખરીદવા માટે અશાંત ધારાના બનાવટી હુકમ બનાવી છેતરપીંડિં આચરવાના ગુનામાં રાવપુરા પોલીસે સુત્રધાર સહિત ત્રણની ધરપકડ કરી છે. ફરિયાદ નોંધાતા સુત્રધાર ઇલીયાસ સાઉદી અરેબીયા નાસી જવાની પૈરવીમાં હતો. પરંતુ લુકઆઉટ નોટીસના...
vadodara   બોગસ હુકમ કાંડનો સુત્રધાર મુંબઇ એરપોર્ટથી ઝબ્બે

VADODARA : શહેરના સંવેદનશીલ છીપવાડ વિસ્તારમાં હિંદુ મહિલાનું મકાન ખરીદવા માટે અશાંત ધારાના બનાવટી હુકમ બનાવી છેતરપીંડિં આચરવાના ગુનામાં રાવપુરા પોલીસે સુત્રધાર સહિત ત્રણની ધરપકડ કરી છે. ફરિયાદ નોંધાતા સુત્રધાર ઇલીયાસ સાઉદી અરેબીયા નાસી જવાની પૈરવીમાં હતો. પરંતુ લુકઆઉટ નોટીસના આધારે ઇમીગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં તેના બે સાગરીતોના નામ ખુલતા તેમની અટકાયત કરવામાં આવી છે. આ મકાન અન્યને વેચવાની જાણ સ્થાનિકોને થતા તાત્કાલિક વિરોધ શરૂ થયો હતો.

Advertisement

મુંબઇમાં અટકાયત કરવામાં આવી

DCP અભય સોની જણાવે છે કે,આ મામલે આરોપીઓ નાસતા ફરતા હતા. આ અંગે અમે વિવિધ ટીમો બનાવીને તપાસ શરૂ કરવાની સાથે લુકઆઉટ નોટીસ જારી કરી હતી. આ નોટીસ જ્યારે ઇમીગ્રેશન ડિપાર્ટમેન્ટને મળ્યું, ત્યારે ઇલીયાસ યુસુફભાઇ શેખ સાઉદી અરેબીયાના જેદ્દા શહેરમાં ભાગી જવાના હતા. નોટીસના આધારે તેની મુંબઇમાં અટકાયત કરવામાં આવી હતી. જ્યાંથી અમારી ટીમે તેને મેળવ્યો હતો. તેની પુછપરછમાં જુનૈદ યાકુબભાઇ પટેલ, શકીલ અબ્બાસભાઇ પટેલ અને સમીરનું નામ ખુલ્યું છે. અત્યારે જુનૈદ અને શકીલની અટકાયત કરવામાં આવી છે. અને સમીરની શોધખોળ જારી છે. અત્યારે અમે તપાસ કરી રહ્યા છે, જો કચેરીના માણસની સંડોલણી જણાશે તો ગુનો નોંધવામાં આવશે.

લોકો સીધા ખરીદનારનો સંપર્ક કરતા

વધુમાં તેમણે જણાવ્યું કે, જુનૈદ, શકીલ મીડલ મેન તરીકે કચેરીઓમાં લાયઝનીંગનું કામ કરતા હોય છે. અને એનએ કરાવવાની કામગીરી, દસ્તાવેજ બનાવવાની કામગીરી કરતા હોય છે. તેમનો કોઇ ગુનાહિત ઇતિહાસ જાણવા મળ્યો નથી. અત્યારે તેમના નિવેદન લેવાની કામગીરી ચાલું છે. દસ્તાવેજની સામાન્ય પ્રક્રિયા હોય, તેમણે સંપર્ક કરીને દસ્તાવેજો ઘટતા હોય તો, તેને મેળવવા માટે મદદ કરતા હતા. તે લોકો સીધા ખરીદનારનો સંપર્ક કરતા હતા. કોઇ ખુટતું પ્રમાણપત્ર તેઓ મેળવી આપતા હતા. આ મામલામાં મુખ્ય દસ્તાવેજ અશાંત ધારાની પરવાનગી હતી. જે ખોટી રીતે બનાવવામાં આવી હતી. જે કલેક્ટર કચેરીમાંથી અલગ અલગ ઉતારા, પોલીસ પરવાનગી વગર દસ્તાવેજો થયા છે. આ દસ્તાવેજો કોર્ટ મારફતે કેન્સલ થયા છે. હાલ તે લતાબેનની માલિકીના છે.

Advertisement

ત્રણેય લોકો લાયઝનીંગના કામો કરતા

વધુમાં તેમણે ઉમેર્યું કે, અમે અશાંત ધારા અંગે કલેક્ટર કચેરીમાં તપાસ કરવાના છીએ. ખોટી રીતે દસ્તાવેજ મેળવ્યા હશે, તો ક્લાર્ક સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ઇલીયાસ પોતે ભદ્ર કચેરીની પાછળ મોબાઇલ સ્ટોર ચલાવે છે, અને છીપવાડમાં રહે છે. આ ત્રણેય લોકો લાયઝનીંગના કામો કરતા હોય છે. ઇલીયાસનું દસ્તાવેજોનું કામ હતું. તેઓ પ્રક્રિયાના જાણકાર હોવાથી ખુટતા દસ્તાવેજો માટે મદદ કરતા હતા.

આ પણ વાંચો -- VADODARA : યુવકે ઘરમાં અંતિમ પગલું ભર્યું, ફોઇએ બારીમાંથી જોતા ધ્રાસ્કો પડ્યો

Advertisement

Tags :
Advertisement

.