VADODARA : "મારે MSU માં ભણવું છે", યુનિ.માં શરૂ થયું પોસ્ટર વોર
VADODARA : વડોદરાના વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી (MSU - VADODARA) માં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેનો ક્વોટા (LOCAL STUDENT ADMISSION QUOTA) ઘટાડી દેવાની હિલચાલ વચ્ચે પોસ્ટર વોર શરૂ થયું છે. ગત મોડી રાત્રે યુનિ.માં પોસ્ટરો (MSU - POSTER WAR) લગાડવામાં આવ્યા છે, જેમાં લખ્યું છે કે, હું વડોદરાનો વિદ્યાર્થી છું, મારે એમ.એસ.યુનિવર્સીટીમાં ભણવું છે. - લિ. વડોદરાનો સ્થાનિક વિદ્યાર્થી. આની જોડે અન્ય બે પોસ્ટરો પણ લગાડવામાં આવ્યા છે. જે વિદ્યાર્થી સંઘ એબીવીપીના હોવાનું પોસ્ટર પરથી જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં આ મુદ્દો ચગતા યુનિ સત્તાધીશો દ્વારા ઓએસડી હિતેષ રાવિયા થકી એક સંદેશો મોકલાવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, યુનિ. તંત્ર દ્વારા આ અંગે કોઇ પણ નર્ણય લેવાયો નહિ હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ અંગેની યુનિ. રજિસ્ટ્રાર તથા વીસીએ કોઇ નિવેદન આપ્યું નથી.
ક્વોટામાં ઘટાડો કરે તેવા સંકેતો
વડોદરાના મહારાજાની દેન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે. સ્થાનિક વિદ્યાર્થીઓએ ભણવા બહાર ન જવું પડે તેને મુળ હેતું હોવાનું માલુમ પડ્યું છે. લાંબા સમય સુધી એમ.એસ.યુનિ રાજ્યની એકમાત્ર સ્વાયત્ત સંસ્થા તરીકે કાર્યરત રહી હતી. તાજેતરમાં કોમન યુનિ. બીલ લાગુ પડતા સ્વાયત્તા છીવનાઇ છે. આ બાદ તાજેતરમાં યુનિ.માં વિવિધ ફેકલ્ટીના ડિનની મળેલી બેઠકમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેના એડમિશન ક્વોટામાં ઘટાડો કરે તેવા સંકેતો સામે આવ્યા હતા. બાદમાં આ વાતનો પુરજોશમાં વિરોધ જોવા મળ્યો હતો.
વિધીવત જાણ કરવામાં આવશે
વિરોધ વધતા તાજેતરમાં સત્તાધીશો દ્વારા ઓએસડી પ્રો. હિતેશ રાવિયા મારફતે સંદેશો પાઠવવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું કે, વડોદરા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે કોઇ પણ પ્રકારના ક્વોટાને લઇને નિર્ણય લેવામાં આવ્યો નથી. જ્યારે નિર્ણય લેવાશે તેની વિધીવત જાણ કરવામાં આવશે. તો બીજી તરફ આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અને એક્ઝીક્યુટીવ કાઉન્સિલની મીટીંગનું રીઝોલ્યુશન પણ કોઇને આપવામાં આવ્યું નથી. જેથી હજી સુધી આ અંગે ઓએસડીના મેસેજ સિવાય કોઇ સત્તાવાર માહિતી મળી શકી નથી.
યુનિ.નો માહોલ ગરમાયો
આ તમામ વચ્ચે ગતરોજ યુનિ.માં પોસ્ટર વોર શરુ થયું હોવાનું ધ્યાને આવ્યું છે. યુનિ.ની સાયન્સ ફેકલ્ટીમાં હું વડોદરાનો વિદ્યાર્થી છું, મારે એમ.એસ.યુનિવર્સીટીમાં ભણવું છે. - લિ. વડોદરાનો સ્થાનિક વિદ્યાર્થી લખ્યું છે. અન્ય બે પોસ્ટરો વિદ્યાર્થી સંઘ એબીવીબી દ્વારા લગાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં શિક્ષણના વ્યપારીકરણથી વિદ્યાર્થીઓને સજા, ખાનગી કોલેજોને મજા અને રાજા દ્વારા અપાયેલી યુનિવર્સીટીની ભેંટ છતાં સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓને સજા, લખવામાં આવ્યું છે. પોસ્ટર વોર શરૂ થયા યુનિ.નો માહોલ ગરમાયો છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : સાવલીમાં લોકમેળાની રાઇડ ક્ષતિગ્રસ્ત થતા ભય ફેલાયો