VADODARA : MGVCL ના કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો
VADODARA : આજરોજ સવારે એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL) ના ઇ એન્ડ ટી વિભાગ (E & T DEPARTMENT) ના ઓપરેશન થીયેટરમાં આગ (OPERTION THEATRE FIRE) લાગવાની ઘટના સામે આવી હતી. આ અંગેની જાણ થતા જ ફાયર અને વિજ કંપની MGVLC નો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કામગીરી પૂર્ણ કર્યા બાદ વિજ કંપનીની કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા એક શખ્સને અડફેટે લીધો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્તને એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ કાર ચાલકે નશો કર્યો હોવાની લોકચર્ચા છે.
સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો
આજે સવારે વડોદરામાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલના ઇ એન્ડ ટી વિભાગના ઓપરેશન થીયેટરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર, પોલીસ અને વિજ કંપની MGVCL નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગ પર કાબુ મેળવવાની કામગીરી બાદ વિજ કંપનીનો સ્ટાફ કારમાં પરત ફરી રહ્યો હતો. દરમિયાન એસએસજી હોસ્પિટલના પાછળના ભાગે પહોંચતા જ મુખ્ય માર્ગ પર વિજ કંપનીની કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેમાં એક શખ્સ અડફેટે આવ્યો હતો. જે પોલીસ જવાન હોવાનું પ્રત્યદર્શીઓએ જણાવ્યું હતું.
કાર ચાલકની અટકાયત
આ ઘટનામાં એક ને અટફેટે લેતા ઇજાઓ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વિજ કંપની એમજીવીસીએલની કારનો ચાલકે નશો કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ ઘટનામાં કાર ચાલકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. કાર ડિવાઇડર પર ચઢી જતા મોટો અકસ્માત અટક્યો હોવાનું પણ લોકચર્ચામાં જાણવા મળ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : “શહેર વેચવા કાઢ્યું છે”, ભાજપના કોર્પોરેટરનો બળાપો