Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ઇમર્જન્સી ટાણે 108 એમ્બ્યુલન્સ નહિ પહોંચ્યાનો આરોપ

VADODARA : વડોદરા (VADODARA) માં ઇમર્જન્સીમાં વેળાએ 108 એમ્બ્યુલન્સ (108 AMBULANCE) મોડી પડી હોવાનો આરોપ એક શખ્સ દ્વારા લગાડવામાં આવ્યો છે. આરોપ મુકતા તેઓ જણાવે છે કે, તેમની માતાની તબિયત બગડતા 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો. જે બાદ 15...
vadodara   ઇમર્જન્સી ટાણે 108 એમ્બ્યુલન્સ નહિ પહોંચ્યાનો આરોપ

VADODARA : વડોદરા (VADODARA) માં ઇમર્જન્સીમાં વેળાએ 108 એમ્બ્યુલન્સ (108 AMBULANCE) મોડી પડી હોવાનો આરોપ એક શખ્સ દ્વારા લગાડવામાં આવ્યો છે. આરોપ મુકતા તેઓ જણાવે છે કે, તેમની માતાની તબિયત બગડતા 108 એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો. જે બાદ 15 મિનિટ સુધી એમ્બ્યુલન્સની રાહ જુએ છે, છતાં તે આવતી નથી. ત્યાર બાદ પુત્ર માતાને રીક્ષામાં બેસાડીને દવાખાને લઇને આવે છે. જ્યાં તબિબો તેમને મૃત જાહેર કરે છે. તો બીજી તરફ 108 ઇમર્જન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યૂટીવ દ્વારા મિનિટ-મિનિટનો હિસાબ આપવામાં આવે છે. અને તેના આધારે તેમના પર થયેલા આરોપો ફગાવી દેવામાં આવ્યા છે.

Advertisement

રીક્ષામાં બેસાડીને એસએસજી હોસ્પિટલ લવાય છે

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં 70 વર્ષિય મહિલાની તબિયત અચાનક બગડતા તેના સંતાનો 108 એમ્બ્યુલન્સને ફોન કરે છે. સંતાનના આરોપ પ્રમાણે, 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને ઘટના અંગે સવાલો પુછવામાં આવે છે. અને સમયસર એમ્બ્યુલન્સ આવતી નથી, જેના કારણે તેઓ માતાને રીક્ષામાં બેસાડીને એસએસજી હોસ્પિટલ લાવે છે. જ્યાં તબિબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે.

10 - 15 મીનિટ સુધી એમ્બ્યુલન્સ આવી નથી

મૃતકના પુત્ર ગોપાલભાઇ જણાવે છે કે, અમે કારેલીબાગમાં રહીએ છીએ. મારા માતા લક્ષ્મીબેન (ઉં. 70) ની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ, અને મોંઢામાંથી ફીણ નિકળવાનું શરૂ થઇ ગયું હતું. જેથી અમે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. 108 માંથી અમને ઘટનાને લઇને અનેક સવાલો પુછવામાં આવ્યા હતા. માણસની તકલીફ વધી જાય ત્યારે તેઓ આવે. ત્યાર પછી મેં મારી રીક્ષામાં માતાને લઇને સયાજી હોસ્પિટલ આવ્યો છું. 10 - 15 મીનિટ સુધી એમ્બ્યુલન્સ આવી નથી. માતાને સલાટવાડા સુધી અવાજ આવતો હતો. હોસ્પિટલ આવ્યા બાદ ડોક્ટરે કહ્યું કે તેમનું મૃત્યું થયું છે.

Advertisement

રસ્તામાં કોલર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો

નઝીમ વોરા , 108 ઇમર્જન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યૂટીવ જણાવે છે કે, આ બાબતે તપાસ કરતા જાણ્યું કે આરોપો પાયા વિહોણા છે. એમ્બ્યુલન્સ માટે 9 - 01 કલાકે ફોન કરવામાં આવ્યો હતો. 9 - 02 કલાકે એમ્બ્લુલન્સને કોલ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 9 - 03 કલાકે એમ્બ્યુલન્સ તેના બેઝથી નિકળી ગઇ હતી. 9 - 10 કલાકે એમ્બ્યુલન્સ સ્થળે પહોંચી ગઇ હતી. રસ્તામાં કોલર સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા તેમણે કોઇ જવાબ આપ્યો ન હતો. 9 - 11 કલાકે એમ્બ્યુલન્સ પહોંચી ગઇ હતી. તેમણે ફોન ઉપાડ્યો ન હતો. ટ્રાફિકમાં 5 કિમી કાપીને પહોંચવું ત્યારે આરોપો ખોટા કહેવાય. 9 - 11 થી લઇને 9 - 29 સુધી એમ્બ્યુલન્સ ત્યાં હતી, તેમનો કોલ કર્યો, રાહ જોઇ, કદાચ કોઇ આસપાસમાં હોય તો આવી જાય. તે બાદ એમ્બ્યુલન્સ ત્યાંથી પરત ફરી હતી. એમ્બ્યુલન્સ ઇમર્જન્સી સેવામાં કામ કરે છે. એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચાડવા માટે તત્પર છે. આવા સમયે ટ્રાફિક અડચણરૂપ બનતા હોય ત્યારે મહેરબાની કરીને સાઇડ આપો.

આ પણ વાંચો -- VADODARA : મતદાન જાગૃતિ માટે યોજાયો વિશેષ રમતોત્સવ

Advertisement

Tags :
Advertisement

.