VADODARA : L&T સર્કલ પર વાહનોની લાંબી કતારો માથાનો દુ:ખાવો બની
VADODARA : વડોદરા (VADODARA) ના કારેલીબાગ વુડા કચેરી પાસે આવેલા એલ એન્ડ ટી સર્કલ પર સાંજે પીક અવર્સમાં દોઢ કિમી સુધી લાંબી કતારો જામતી હોવાનું સામાજીક કાર્યકર જણાવી રહ્યા છે. આ સર્કલના ચાર રસ્તા જોખમી છે. અહિંયા અનેક વખત અકસ્માતમાં લોકોના મૃત્યુ પણ થયા છે. જે બાદ વિરોધ કરતા પોલીસ દ્વારા ટ્રાફીક સિગ્નલ લગાડ્યા છે. છતાં પીક અવર્સમાં દોઢ કિમી જેટલી લાંબી લાઇનો લાગે છે. જે વાહનચાલકો માટે માથાના દુખાવાથી કમ નથી. એલ એન્ડ ટી સર્કલને લાયન સર્કલ અને વુડ સર્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ટ્રાફીક સિગ્નલ મુકવામાં આવ્યા
વડોદરાના કારેલીબાદમાં એલ એન્ડ ટી સર્કલ આવેલું છે. આ સર્કલ પર અગાઉ અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન સામાજીક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ટ્રાફીકની સમસ્યા અને અકસ્માતોને લઇને કાર્યવાહી કરવા માટે અનેક વખત ધરણા પ્રદર્શન તથા વિરોધ યોજી સત્તાધીશોના કાન સુધી વાત પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. લાંબી લડત બાદ તાજેતરમાં એલ એન્ડ ટી સર્કલ પર ટ્રાફીક સિગ્નલ મુકવામાં આવ્યા હતા. જો કે, ટ્રાફીક સિગ્નલ મુક્યા બાદ પણ મુખ્ય સમસ્યામાંથી મુક્તિ મળી હોય તેવું નથી.
બ્રિજ બનાવવાની જાહેરાત
સામાજીક કાર્યકર કમલેશ પરમાર મીડિયાને જણાવે છે કે. એલ એન્ડ ટી સર્કલ પર સાંજના સમયે પીક અવર્સમાં દોઢ કિમી જેટલી લાંબી લાઇનો લાગી જાય છે. જેને લઇને આ ટ્રાફીક લોકો માટે હવે માથાનો દુખાવો બન્યો છે. અગાઉના મેયર દ્વારા અહિંયા ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ત્યાર બાદ તંત્ર દ્વારા કોઇ હરકત કરવામાં આવી નથી. જો ઓવર બ્રિજ બનાવવામાં આવે તો લોકોને ટ્રાફીકની સમસ્યામાંથી મુક્તિ મળી શકે તેમ જણાય છે. સાથે જ કમલેશ પરમારે કારેલીબાગમાં ફાયર સબ સ્ટેશનની જૂની માંગ પુર્ણ નહી કરવામાં આવી હોવાની વાત પણ દોહરાવી હતી.
આ પણ વાંચો -- VADODARA : ચૂંટાયેલા હોદ્દેદારો વચ્ચે “સંકલન”નો અભાવ, આંતરિક હુંસાતુસી સામે આવી