Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : લોકસભા-વિધાનસભાની મતગણતરીમાં ભાજપ પહેલા રાઉન્ડથી જ જીત તરફ

VADODARA : વડોદરા લોકસભા-વિધાનસભાની બેઠકની મતગણતરી (VADODARA - VOTE COUNTING) ના પહેલા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જીત તરફ આગેકુચ કરી રહ્યા હોય તેવા પરિણામો સામે આવ્યા છે. પહેલા રાઉન્ડના અંતે ભાજપના લોકસભા ઉમેદવાર 38,183 લીડથી આગળ હોવાનું જાણવા મળી રહ્યું છે....
vadodara   લોકસભા વિધાનસભાની મતગણતરીમાં ભાજપ પહેલા રાઉન્ડથી જ જીત તરફ

VADODARA : વડોદરા લોકસભા-વિધાનસભાની બેઠકની મતગણતરી (VADODARA - VOTE COUNTING) ના પહેલા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જીત તરફ આગેકુચ કરી રહ્યા હોય તેવા પરિણામો સામે આવ્યા છે. પહેલા રાઉન્ડના અંતે ભાજપના લોકસભા ઉમેદવાર 38,183 લીડથી આગળ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે વાઘોડિયા વિધાનસભા બેઠક પર પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ 7405 મત મેળવ્યા છે આ જોતા ડો. હેમાંગ જોશી ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યા હોવાનું અનુમાન છે.

Advertisement

38,183 મતોની લીડ

વડોદરા લોકસભા બેઠક પર આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં પહેલા રાઉન્ડની મતગણતરીના પરિણામો સામે આવ્યા છે. જેમાં ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ 52,175 વોટ મેળવ્યા છે. જ્યારે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જશપાલસિંહ પઢીયારે 13,892 વોટ મેળવ્યા છે. ભાજપના ઉમેદવાર 38,183 મતોની લીડથી આગળ હોવાનું હાલ સામે આવ્યું છે.

ભાજપ જીત તરફ આગળ

સાથે જ વાઘોડિયા વિધાનસભા બેઠક પર પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ 7405 મત મેળવ્યા છે. જ્યારે કોંગ્રેસના કનુભાઇ ગોહિલે 2367 મત મેળવ્યા છે. આ બેઠક પર પણ ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. ભાજપના ઉમેદવાર 5038 મતોની લીડથી આગળ છે.

Advertisement

મતગણતરીના અલગ અગલ રાઉન્ડ

આ જોતા ભાજપના ઉમેદવાર ધીરે ધીરે ભવ્ય જીત તરફ આગેકુચ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે સવારે 8 કલાકે મુખ્ય ચૂંટણી અધિકારી તથા ઓબ્ઝર્વર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. જેમ જેમ મતગણતરીના અલગ અગલ રાઉન્ડ પૂર્ણ થશે તેમ તેમ તેના પરિણામો સામે આવતા જશે.

પરિણામો પર સૌ કોઇની નજર

પ્રથમ રાઉન્ડમાં ભાજપના લોકસભા ઉમેદવારને મોટી લીડ મળવા પામી છે. જો કે, ભાજપના ઉમેદવાર 10 લાખ મતોની લીડથી જીતી શકે છે, તેવો આશાવાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા અગાઉ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હવે આગળના રાઉન્ડના પરિણામો પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ભાજપના ઝંડા અને ભારત માતા કી જય ના નારા સાથે વિજયને આવકારીશું

Tags :
Advertisement

.