Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UPમાં શરૂઆતી વલણોમાં ભાજપ આગળ, કાર્યકર્તાઓએ શરૂ કરી ઉજવણી

ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ હતી અને ટ્રેન્ડમાં તસવીરો ઝડપથી બદલાઈ રહી છે. તમે ટ્રેન્ડમાં જોઈ શકો છો કે યુપીમાં ભાજપ જીતતી જોવા મળી રહી છે અને પંજાબમાં AAPનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે. જોકે, પરિણામોને લઈને આ રાજ્યો સહિત વિવિધ રાજ્યોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યારે ઉત્તર પ
upમાં શરૂઆતી વલણોમાં ભાજપ આગળ  કાર્યકર્તાઓએ શરૂ કરી ઉજવણી
ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ હતી અને ટ્રેન્ડમાં તસવીરો ઝડપથી બદલાઈ રહી છે. તમે ટ્રેન્ડમાં જોઈ શકો છો કે યુપીમાં ભાજપ જીતતી જોવા મળી રહી છે અને પંજાબમાં AAPનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે. 
જોકે, પરિણામોને લઈને આ રાજ્યો સહિત વિવિધ રાજ્યોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી છે ત્યારે જશ્નનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. વલણોમાં, ભાજપ 250ને પાર કરી ગયો છે, જ્યારે સપાની સાયકલ હજુ પણ 105ના આંકડાથી પાછળ છે. બીજી તરફ, જો પરિણામોમાં આ વલણો બદલાય છે, તો યુપીમાં તે પ્રથમ વખત બનશે કે કોઈ પણ પક્ષ સતત બીજી વખત પૂર્ણ બહુમતી સાથે આવશે. ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી નીલકંઠ તિવારી પોતાની બેઠક વારાણસી દક્ષિણ પર પાછળ ચાલી રહ્યા છે.
બીજી તરફ સમાજવાદી પાર્ટીના કામેશ્વર દીક્ષિત આગળ ચાલી રહ્યા છે.
SP: કિશન દીક્ષિત 7124
BJP: નીલકંઠ તિવારી 1670
Congress: મુદિતા કપૂર 95
BSP: દિનેશ કસૌધન 43
શરૂઆતી વલણો જોવા બાદ ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર બની રહી હોય તેવું લાગી રહ્યું છે અને તેને જોતા લખનઉમાં કાર્યકર્તાઓની ઉજવણી શરૂ થઈ ગઈ છે. લખનઉ ભાજપ કાર્યાલયમાં કાર્યકરોએ મીઠાઈ વહેંચવાનું શરૂ કરી દીધું છે.
Advertisement
Tags :
Advertisement

.