Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કોટંબીમાં મુસાફરો ભરેલો પીકઅપ ટેમ્પો પલટી ગયો, રેસ્ક્યૂ જારી

VADODARA : વડોદરાના કોટંબી રોડ પર પીકઅપ ટેમ્પો અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા પીકઅપ ટેમ્પો પલટી ગયો હતો. અને પાસેના નાળામાં જઇ ખાબક્યો હતો. આ ઘટનામાં ત્રણ મુસાફરોના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તબક્કે...
vadodara   કોટંબીમાં મુસાફરો ભરેલો પીકઅપ ટેમ્પો પલટી ગયો  રેસ્ક્યૂ જારી

VADODARA : વડોદરાના કોટંબી રોડ પર પીકઅપ ટેમ્પો અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા પીકઅપ ટેમ્પો પલટી ગયો હતો. અને પાસેના નાળામાં જઇ ખાબક્યો હતો. આ ઘટનામાં ત્રણ મુસાફરોના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં હાલ ફાયરના લાશ્કરો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો

વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આજે બપોરના સમયે મુસાફરો ભરીને જતી પીકઅપ ટેમ્પોના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના સામે આવી હતી. મુસાફરો ભરેલો પીકઅપ ટેમ્પો બાદમાં નજીકના નાળામાં ખાબક્યો હતો. આ ઘટનામાં ટેમ્પો પલટી જતા મુસાફરો દબાયા હતા. અને તેમની ચીસોને લઇને અન્ય વાહનચાલકો તથા આસપાસના લોકોએ તેમને બચાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.

હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

આ ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે ટેમ્પોમાં 15 જેટલા મુસાફરો હતા. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સગીર બાઇક ચાલક દ્વારા અકસ્માતમાં મોડે મોડે તપાસનો સળવળાટ

Advertisement
Tags :
Advertisement

.