Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : જમીનનો સારો ભાવ મેળવવાના ચક્કરમાં પશુપાલક સલવાયા

VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) ની હદમાં જમીનનો સારો ભાવ મેળવવાના ચક્કરમાં પશુપાલક ફસાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં તેમને અડધા જેટલી રકમ ચુકવીને બાકીની રકમ નહિ ચુકવી, તથા જમીનના દસ્તાવેજના આધારે તેના...
vadodara   જમીનનો સારો ભાવ મેળવવાના ચક્કરમાં પશુપાલક સલવાયા

VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) ની હદમાં જમીનનો સારો ભાવ મેળવવાના ચક્કરમાં પશુપાલક ફસાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં તેમને અડધા જેટલી રકમ ચુકવીને બાકીની રકમ નહિ ચુકવી, તથા જમીનના દસ્તાવેજના આધારે તેના પર લોન લઇ તેના હપ્તા ભરપાઇ નહિ કર્યા હોવાનું સામે આવ્યું હતું. આખરે જમીનના બાકી નિકળતા રૂ. 1.19 કરોડ નહી ચુકવતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે.

Advertisement

બે તબેલા બનાવવામાં આવ્યા

કરજણ પોલીસ મથકમાં ડાહ્યાભાઇ રૂડાભાઇ ભરવાડ (રહે. જય સોમનાથ પાર્ક. જુની જીથરડી રોડ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પશુપાલન કરે છે. વર્ષ 2020 માં ભરથાણા ગામની સીમમાં આવેલી બિનખેતી જમીન તેમણએ શૌકતઅલી બાપુ પાસેથી વેચાણે રાખી હતી. ત્યાર બાદ જમીનમાં પશુપાલન અને દૂધના ધંધા અર્થે બે તબેલા બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેઓ પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

દસ્તાવેજ પહેલા ચુકવી આપવાના રહેશે

બાદમાં તેઓ ધંધામાં પહોંચી નહિ વળતા જમીન અને તબેલો વેચવા કાઢ્યો હતો. સપ્ટેમ્બર - 2020 માં દિપકભાઇ પરશોત્તમભાઇ પટેલ (રહે. ગેલેક્ષી બંગ્લોઝ, વાસણા-ભાયલી રોડ) વડોદરા ભરથાણ આવ્યા હતા. તેઓ દેણા ગામે ભાડેથી ગીર ગાયોનો તબેલો ચલાવતા હોવાની પરિવારના સભ્યોએ તેમને જાણ કરી હતી. બાદમાં તેમણે ડાહ્યાભાઇનો તબેલો, મકાન, જમીન જોઈ હતી. અને કુલ. 2.35 કરોડમાં સોદો નક્કી થયો હતો. બાદમાં ડાહ્યાભાઇએ તેમને કહ્યું કે, બેંક લોન મોર્ગેજ છે, જે રૂ. 1.03 કરોડ ચુકવવાના બાકી છે. જેથી વેચાણ દસ્તાવેજ પહેલા તે ચુકવી આપવાના રહેશે. અને બાકીના રૂ. 1.31 કરોડ આપવાના રહેશે.

Advertisement

દસ્તાવેજમાં લખવા ખાતર લખેલ છે

દિપકભાઇએ કહ્યું કે, બેંકમાંથી તમારી પ્રોપર્ટી ખરીદવા માટેની લોન મુકી છે. આરટીજીએસ થકી તમારા રૂપિયા ચુકવી દઇશું. બાદમાં ટોકન પેટે રૂ. 51 હજાર આપ્યા હતા. જે બાદ અલગ અલગ રકમના ચેક આપવામાં આવ્યા હતા. જે પાસ થઇ ગયા હતા. દરમિયાન બેંકમાંથી લોન લેવાની હોવાથી જમીનના બાનાખત કરી આપવા માટે તેમણે જણાવ્યું હતું. અને બાનાખત કરાવી લીધા હતા. બાદમાં તેમની બેંક લોન ભરપાઇ કરવા નાણાંની જરૂરીયાત પ્રમાણે રૂ. 1.03 કરોડ તેમના એકાઉન્ટમાં જમા કરાવવી દેવામાં આવ્યા હતા. બાદમાં બાકીના રૂ. 1.25 કરોડની માંગણી કરતા પૈસા આપવામાં ગલ્લા-તલ્લા કર્યા હતા. ત્યાર બાદ રૂ. 1.60 કરોડની કિંમતનો વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો. તે સમયે દિપકભાઇએ અલગ અલગ બેંકના ચેક આપ્યા હતા. બાકીના રૂપીયા બાબતે પુછતા તેમણે કહ્યું કે, દસ્તાવેજમાં લખવા ખાતર લખેલ છે, અને અમે સમજુતી કરારમાં આ રકમ આવરી લઇએ છીએ, અને તમને ચેકો આપી દઇએ છીએ. બાદમાં તેમણે ઢોરો, ટ્રેક્ટર, ટ્રોલી-મશીન વેચી નાંખ્યા હતા.

બેંકમાંથી રૂ. 1.80 કરોડની લોન લીધી

બાદમાં બાકીના પૈસા માંગતા કોઇ પણ સરખો જવાબ મળ્યો ન્હતો. અંતે તપાસ કરતા માલુમ પડ્યું કે, દિપકભાઇ તથા અન્યએ વેચાણ દસ્તાવેજના આધારે બેંકમાંથી રૂ. 1.80 કરોડની લોન લીધી છે. જેના હપ્તા ન ભરતા બેંકે જમીન મકાનોનો કબ્જે મેળવી લીધો છે. આખરે જમીન વેચાણના બાકી નિકળતા રૂ. 1.19 કરોડ નહી ચુકવતા દિપકભાઇ પરશોત્તમભાઇ પટેલ, ભારતીબેન દિપકભાઇ પટેલ અને મિલન દિપકભાઇ પટેલ (ત્રણેય રહે. ગેલેક્ષી બંગ્લોઝ, ભાયલી રોડ, વડોદરા) સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સહારા ક્રેડિટ સોસાયટીના રોકાણકારોને CID ક્રાઇમનું તેડું

Tags :
Advertisement

.