Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પોલીસ મથકમાંથી 22 બિનવારસી વાહનો મળી આવ્યા

VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્યમાં આવતા જરોદ પોલીસ મથક (JAROD POLICE STATION) માંથી મુદ્દામાલ નિકાલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં મુદ્દામાલનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. તેના અંતે 22 જેટલા વાહનો બિનવારસી હાલતમાં મળ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. અને...
vadodara   પોલીસ મથકમાંથી 22 બિનવારસી વાહનો મળી આવ્યા

VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્યમાં આવતા જરોદ પોલીસ મથક (JAROD POLICE STATION) માંથી મુદ્દામાલ નિકાલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં મુદ્દામાલનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. તેના અંતે 22 જેટલા વાહનો બિનવારસી હાલતમાં મળ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. અને તેનો કોઇ પણ રેકોર્ડ મળી આવ્યો ન્હોતો. જેને લઇને જરોદ પોલીસ મથકના વુમન હેડ કોન્સ્ટેબલ સ્નેહલબેન ગિરવતસિંહ બારીયા દ્વારા આ અંગે જરોદ પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી છે. જે બાદ પોલીસે ઉપરોક્ત મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

વાહનોને વર્ગીકૃત કરાય

પોલીસ મથક દ્વારા સમયાંતરે અલગ-અલગ કાર્યવાહી અંતર્ગત જપ્ત કરેલા મુદ્દામાલ અને વાહનો અંગે નિકાલ ઝુંબેશ શરૂ કરવામાં આવતી હોય છે. જેમાં વાહનોને વર્ગીકૃત કરીને કામગીરી આગળ ધપાવવામાં આવતી હોય છે. વડોદરા ગ્રામ્યના જરોદ પોલીસ મથકમ દ્વારા તાજેતરમાં આ પ્રકારે મુદ્દામાલ વાહન નિકાલ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં પોલીસ મથકના વિસ્તારમાં અલગ અલગ કાર્યવાહી સમયે જમા કરવામાં આવેલા વાહનોને વર્ગીકૃત કરીને કામ આગળ ધપાવવામાં આવ્યું હતું.

ટુ વ્હીલર અને થ્રી વ્હીલર બિનવારસી મળ્યા

જરોદ પોલીસ દ્વારા ફર્સ્ટ પાર્ટ, સેકન્ડ પાર્ટ અને થર્ડ પાર્ટ તથા પ્રોહિબીશન અંતર્ગત કરેલી કાર્યવાહીમાં જપ્ત કરાયેલા વાહનોના નિકાલની ઝુંબેશ તાજેતરમાં હાથ ધરવામાં આવી હતી. આ અંગે મુદ્દામાલ રજીસ્ટર અને સરકારી રેકોર્ડની સઘન ખાતરી કરવામાં આવી હતી. જેના અંગે કુલ 22 ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો બિનવારસી મળી આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. અને તેનો કોઇ પણ રેકોર્ડ મળી આવ્યો ન્હોતો.

Advertisement

જાણવાજોગ ફરિયાદ આપવામાં આવી

જેને લઇને બિનવારસી વાહનો સામે આગળની કાર્યવાહી કરવા માટે વુમન હેડ કોન્સ્ટેબલ સ્નેહલબેન ગિરવતસિંહ બારીયા દ્વારા જરોદ પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ આપવામાં આવી છે. અને આ બિનવરસી વાહનો અંગે યોગ્ય તપાસ કરીને નિકાલ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે.

કાર્યવાહીના અંતે વાહનો મુક્ત કરાય

અત્રે ઉલ્લેખીય છે કે, પોલીસ દ્વારા વિવિધ કાર્યવાહીમાં મુદ્દામાલ સાથે વાહનો પણ જપ્ત કરવામાં આવે છે. જે બાદ સંબંધિત કાર્યવાહીના અંતે તેને મુક્ત કરવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સામાં વાહનો મુક્ત કરાવવા ન આવતા તેની જાળવણી જે તે પોલીસ મથક દ્વારા કરવી પડે તેવી સ્થિતી સર્જાય છે. જેને લઇને પોલીસ મથકો દ્વારા આ પ્રકારે નિકાલની ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો --  VADODARA : બાળકો ભાન ભુલ્યા, રીક્ષાની એસેસરીઝ પર ઉભા રહી કરી જોખમી સવારી

Tags :
Advertisement

.