ભારતમાં COVID-19 કેસમાં 2.98 ટકાનો વધારો, છેલ્લા 24 કલાકમાં 2,451લોકો થયા સંક્રમિત
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ફરી વધી રહ્યા છે. શુક્રવારે સવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન COVID-19ના નવા કેસમાં 2.98 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,451 નવા કેસ નોંધાયા છે. જેનાથી દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 4,30,52,425 થઈ ગઈ છે. દેશવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ અત્યàª
Advertisement
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ફરી વધી રહ્યા છે. શુક્રવારે સવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન COVID-19ના નવા કેસમાં 2.98 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,451 નવા કેસ નોંધાયા છે. જેનાથી દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 4,30,52,425 થઈ ગઈ છે.
દેશવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,87,26,26,515 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન 18,03,558 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. શુક્રવાર સવાર સુધી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 14,241 હતી અને રિકવરી રેટ 98.75 ટકા હતો.
છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોનાના 1,589 દર્દીઓ સાજા પણ થયા છે, જેને લઈને ભારતમાં અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,25,16,068 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે 54 લોકોના મોત પણ થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનથી 5,22,116 લોકોએ જીવ ગુમાવ્યો છે.
છેલ્લા એક સપ્તાહની કોરોના અપડેટ
- 22 એપ્રિલ - 2,451 કેસ
- 21 એપ્રિલ- 2380 કેસ
- 20 એપ્રિલ - 2067 કેસ
- 19 એપ્રિલ- 1247 કેસ
- 18 એપ્રિલ- 2183 કેસ
- 17 એપ્રિલ - 1150 કેસ
- 16 એપ્રિલ - 975 કેસ