Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : BCA ના આયોજન પર અંતિમ ઘડીએ પાણી ફરી વળ્યુ

VADODARA : બરોડા ક્રિકેટ એસોશિયેશન (BARODA CRICKET ASSOCIATION) દ્વારા વડોદરામાં IPL ફેન પાર્ક (IPL FAN PARK) નું આયોજન રાખવામાં આવ્યું હતું. ગતરારત્રે આઈપીએલની ફાઇનલ મેચ યોજાઇ હતી. અને ફેન પાર્કમાં ક્રિકેટ રસીયાઓનો જોશ અને ઉત્સાહ સાતમા આસમાને હતો. ત્યારે તંત્ર...
vadodara   bca ના આયોજન પર અંતિમ ઘડીએ પાણી ફરી વળ્યુ

VADODARA : બરોડા ક્રિકેટ એસોશિયેશન (BARODA CRICKET ASSOCIATION) દ્વારા વડોદરામાં IPL ફેન પાર્ક (IPL FAN PARK) નું આયોજન રાખવામાં આવ્યું હતું. ગતરારત્રે આઈપીએલની ફાઇનલ મેચ યોજાઇ હતી. અને ફેન પાર્કમાં ક્રિકેટ રસીયાઓનો જોશ અને ઉત્સાહ સાતમા આસમાને હતો. ત્યારે તંત્ર દ્વારા ફેન પાર્ક બંધ કરાવવામાં આવ્યો હતો. ફેન પાર્કના આયોજનને લઇને જરૂરી મંજૂરી ન હોવાના કારણે ફાઇનલ મેચ સમયે જ તેને બંધ કરાવાયો હતો. જેને લઇને બીસીએના આયોજન પર અંતિમ ઘડીએ પાણી ફરી વળ્યું હતું. બીસીસીઆઇ (BCCI) દ્વારા બીસીએ (BCA) સાથે મળીને વડોદરામાં આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

વિશાળ LED સ્ક્રીન ઊભી કરવામાં આવી હતી

આ વર્ષે BCCI દ્વારા દેશભરમાં 50 જેટલા સ્થળોએ IPL ફેન પાર્કનું આયોજન કર્યું હતું. વડોદરામાં BCA સાથે મળીને પોલો ગ્રાઉન્ડમાં ફેન પાર્ક યોજવામાં આવ્યું હતું. જેમાં મનોરંજન સાથે મેચ જોઈ શકાય તેવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી. જે લોકો સ્ટેડિયમમાં જઇને મેચ નથી જોઇ શકતા તેમના માટે તેવી ફીલિંગ આપવા માટેનો આ પ્રયાસ હતો. આકર્ષણના ભાગરૂપે વિશાળ LED સ્ક્રીન ઊભી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકો મેચ નિહાળવા ઉમટી પડ્યા હતા. સાથે જ બાળકો માટે રમતગમત, સંગીત અને ફૂડસ્ટોલની સુવિધાઓ પણ રાખવામાં આવી હતી.

ક્રિકેટ રસીયાઓએ નિરાશ થવું પડ્યું

ગઇ કાલે IPL ની ફાઇનલ મેચ હતી. આ મેચને લઇને ક્રિકેટ રસીયાઓમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી હતી. ત્યારે આયોજકો દ્વારા આટલા મોટા આયોજનને લઇને જરૂરી મંજૂરી ન લેવામાં આવતા ગતરાત્રે ફેન પાર્ક બંધ કરાવવામાં આવ્યો હતો. જેને લઇને ક્રિકેટ રસીયાઓએ નિરાશ થવું પડ્યું હતું. રાજકોટમાં અગ્નિકાંડની ઘટનાને લઇને હવે ઠેર ઠેર મોટા આયોજનો પર ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને જો જરૂરી મંજુરી લેવામાં ન આવી હોય તો તેને બંધ કરાવવામાં આવી રહ્યું છે. આમ, બીસીએના આયોજન પર અંતિમ ઘડીએ પાણી ફરી વળ્યું હતું.

Advertisement

આ પણ વાંચો -- Rajkot TRP Game Zone : અત્યાર સુધી શું થયું તે જાણો એક ક્લિક પર…!

Advertisement
Tags :
Advertisement

.