Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : યોગ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન, વાંચો વિગતવાર

VADODARA : જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, વડોદરા (VADODARA) ના નિયંત્રણમાં આવેલ તમામ સરકારી આયુર્વેદ, હોમિયોપેથી દવાખાનાના મેડિકલ ઓફિસરએ તા.૧૩.૦૬.૨૦૨૪ થી તા.૨૧.૦૬.૨૦૨૪ સુધી યોગ સપ્તાહ ઉજવણીનું આયુષ મિનિસ્ટ્રી તથા નિયામક આયુષની કચેરીની ગાઈડલાઈન અનુસાર તથા જિલ્લા વિકાસ અધિકારી, વડોદરાના માર્ગદર્શનમાં આયોજન...
vadodara   યોગ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન  વાંચો વિગતવાર

VADODARA : જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, વડોદરા (VADODARA) ના નિયંત્રણમાં આવેલ તમામ સરકારી આયુર્વેદ, હોમિયોપેથી દવાખાનાના મેડિકલ ઓફિસરએ તા.૧૩.૦૬.૨૦૨૪ થી તા.૨૧.૦૬.૨૦૨૪ સુધી યોગ સપ્તાહ ઉજવણીનું આયુષ મિનિસ્ટ્રી તથા નિયામક આયુષની કચેરીની ગાઈડલાઈન અનુસાર તથા જિલ્લા વિકાસ અધિકારી, વડોદરાના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું છે. દરેક મેડિકલ ઓફિસરએ પોતાના દવાખાનાના આસપાસના વિસ્તારોમાં અંદાજીત ૪ યોગ શિબિરનું આયોજન કર્યું છે. જેમાં યુવાનો, મહિલાઓ, સિનિયર સીટીઝન, આશા-આંગણવાડી વર્કરો, સામાન્ય નાગરિકોને સામેલ કરી વધુમાં વધુ લોકો યોગને અપનાવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.

Advertisement

૬૬ યોગશિબિર સ્પર્ધાઓનું આયોજન

આ ઉપરાંત હાલમાં વડોદરા જિલ્લામાં કાર્યરત ૧૪ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે તમામ યોગ ઇન્સ્ટ્રક્ટરે “યોગ સપ્તાહ ઉજવણી” નું આયોજન કર્યું છે. જેમાં યોગને લગતી વિવિધ પ્રવૃતિ,યોગ સ્પર્ધાનું આયોજન યોગ દિવસને ધ્યાને લઈને કર્યું છે. અત્રેની કચેરી દ્વારા દરેક યોગ ઇન્સ્ટ્રક્ટરને ૩ શાળાઓમાં યોગશિબિર અને સ્પર્ધાઓ કરવા માટે આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં બે શાળા તેમના વિસ્તારની અને એક નજીકના સરકારી દવાખાના વિસ્તારમાં આવેલ શાળામાં આ આયોજન કરવા જણાવવામાં આવેલ છે. આ રીતે અંદાજે કુલ ૬૬ યોગશિબિર સ્પર્ધાઓનું આયોજન કર્યું છે.

બે તાલુકાની સંયુક્ત સ્પર્ધા યોજાશે

આ સ્પર્ધાઓમાં સૂક્ષ્મક્રિયા, સૂર્ય નમસ્કાર, આસનો (બેસીને, સૂઈને, ઉભા રહીને, પેટના આધારે), પ્રાણાયામ તથા વિશિષ્ટ આસનોનો સમાવેશ સહિત દવાખાના કક્ષાએ દરેક શાળાની સ્પર્ધામાં પસંદ થયેલ બે શ્રેષ્ઠ વિદ્યાર્થી (વિદ્યાથી-વિદ્યાર્થિની)ને તાલુકા કક્ષાની સ્પર્ધા માટે મોકલવાના રહેશે. આ રીતે કુલ ૧૩૨ સ્પર્ધકો તાલુકા કક્ષાએ જોડાશે. ત્યારબાદ ૧૩૨ શ્રેષ્ઠ સ્પર્ધકોની તાલુકા કક્ષાની સેમિફાઇનલ સ્પર્ધા તા.૨૦.૦૬.૨૦૨૪ના તાલુકા કક્ષાએ યોજવામાં આવશે. બે તાલુકાની સંયુક્ત સ્પર્ધા યોજાશે જેમાં સાવલી-ડેસરની સાવલી ખાતે, ડભોઇ-શિનોરની ડભોઇ ખાતે, પાદરા-કરજણની પાદરા ખાતે તથા વડોદરા - વાઘોડિયાની વડોદરા ખાતે તા.૨૦.૦૬.૨૦૨૪ના રોજ સ્પર્ધા યોજાશે અને તેમાંથી પસંદ થયેલ શ્રેષ્ઠ ૩૨ (તાલુકા વાઇઝ શ્રેષ્ઠ-૪, ૨-વિદ્યાર્થી-૨ વિદ્યાર્થિનીઓ) સ્પર્ધકોની ફાઇનલ સ્પર્ધા તા.૨૧.૦૬.૨૦૨૪ના રોજ યોજવામાં આવશે.

Advertisement

સર્ટિફિકેટ આપવામાં આવશે

અંતિમ શ્રેષ્ઠ ૪ (બે-બે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ) વિજેતાઓને મેડલ તથા સર્ટિફિકેટ, તથા તમામ ફાઇનલના સ્પર્ધકોને સરિફિકેટ તથા તાલીમ આપનાર યોગ ઇન્સ્ટ્રક્ટરોને પણ પ્રમાણપત્રો આપવામાં આવશે. શ્રેષ્ઠ કામગીરી કરનાર યોગ ઇન્સ્ટ્રક્ટર તથા મેડિકલ ઓફિસરશ્રીઓને પણ મેરીટ સર્ટિફિકેટ આપવામાં આવશે. આ વર્ષની થીમ “યોગા ફોર વુમેન એમ્પાવરમેન્ટ” ને ધ્યાને લઈ મહિલાઓની વધુમાં વધુ યોગશિબિરોમાં ભાગીદારી થાય તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

ઉજવણીમાં જોડાવવા અપીલ

આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય સંયોજક જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.સુધીર જોશીએ વડોદરા શહેર,જિલ્લાના તમામ નાગરિકોને યોગને નિયમિત જીવનમાં અપનાવી શારિરીક-માનસિક સ્વાસ્થ્ય સંવર્ધન કરવા તથા ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીમાં જોડાવા માટે અપીલ કરી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : નિવૃત્ત આર્મી જવાને પાંચ પ્રકારની કેરીની ખેતી કરી

Tags :
Advertisement

.