Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'આજે નહીં જાગો..તો ક્યારેય નહીં જાગો'..અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું આહ્વવાન

અમદાવાદમાં વટવા વિસ્તારમાં યોજાયેલા દિવ્ય દરબારમાં બાબા બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઉપસ્થિત હજારો લોકોની જનમેદનીને હૂંકાર કરતા કહ્યું કે આજે નહીં જાગો તો ક્યારેય નહીં જાગો.... વટવામાં યોજાયો દિવ્ય દરબાર વટવા વિસ્તારમાં યોજાયેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં બપોરથી...
 આજે નહીં જાગો  તો ક્યારેય નહીં જાગો   અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું આહ્વવાન
અમદાવાદમાં વટવા વિસ્તારમાં યોજાયેલા દિવ્ય દરબારમાં બાબા બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઉપસ્થિત હજારો લોકોની જનમેદનીને હૂંકાર કરતા કહ્યું કે આજે નહીં જાગો તો ક્યારેય નહીં જાગો....
વટવામાં યોજાયો દિવ્ય દરબાર
વટવા વિસ્તારમાં યોજાયેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં બપોરથી જ લોકોની જનમેદની એકત્ર થવા લાગી હતી. મંગળવારે સાંજે ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રાંતિજ પહોંચ્યા હતા અને ત્યાં કાર્યક્રમ પતાવીને રાત્રે પોણા નવ વાગે વટવાના દિવ્ય દરબારમાં પહોંચ્યા હતા. તેમના દિવ્ય દરબારનો લાભ લેવા હજારો ભક્તો કાર્યક્રમના સ્થળે એકત્ર થયા હતા.
તમારા દિલમાં હનુમાનજી જોઇએ છે
દિવ્ય દરબાર શરુ કરતાં પહેલા ટૂંકુ પ્રવચન કરતાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ગુજરાતના પાગલો  મને માન જોઇતું નથી અને  સન્માન પણ જોઇતું નથી પણ તમારા દિલમાં હનુમાનજી જોઇએ છે.
ભગવાનનો અર્થ સકારાત્મકતા છે
તેમણે કહ્યું કે  ભારતના તથાકથિત લોકોએ ભારતને ભૂત પકડાવ્યું છે પણ હું ભગવાન પકડાવીશ...ભગવાનનો મતબલબ ઉન્નતી છે અને ભગવાનનો અર્થ સકારાત્મકતા છે. તમે અમારા ચક્કારમાં ના પડતા પણ બાગેશ્વર બજરંગબલીના ચક્કરમાં પડો.
ભારતમાં કોઇ ધર્મ પરિવર્તન ના કરે
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના આગવા અંદાજમાં કહ્યું કે હું ઇચ્છું છું કે ભારતમાં કોઇ ધર્મ પરિવર્તન ના કરે..તાંત્રિકોની દુકાન બંધ થઇ જાય..તમે કેવળ હનુમાનજીના જ ચક્કરમાં પડો...અમે સંકલ્પ લીધો છે કે ભારતમાં રહેવું હોય તો સીતારામ બોલવું પડશે...
આજે નહીં જાગો તો ક્યારેય નહીં જાગો
બાબા બાગેશ્વર સરકારે ભક્તોને આહ્વવાહન કરતાં કહ્યું કે આજે નહીં જાગો તો ક્યારેય નહીં જાગો..અમે કોઇ મજહબ કે સંતની ખિલાફ નથી પણ દિલ્હીમાં બાળકી સાથે જે થયું તેવા લોકોની ખિલાફ છીએ..પાગલો..તમારા હનુમાનજી એટલા પાવરફુલ છે કે તમે તેમની શરણમાં જશો તો તમારો કોઇ વાળ વાંકો નહી કરી શકે...
હું તમારા આંખમાં આંસુ નહી જોઇ શકું
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હું રાજનેતા નથી...હું તમારા આંખમાં આંસુ નહી જોઇ શકું..એટલે જ દરબાર લગાવું છું.અરજીથી ચમત્કાર નથી થતો..પણ  ફક્ત હનુમાનજીનો ચમત્કાર સાથે જોડવા માગું છું... એવી કોઇ ગલી નથી જ્યાં હનુમાનજીની ચલી નથી.
વિશ્વના કોઇ ધર્મમાં તાકાત નથી કે બાગેશ્વરધામની શક્તિનો સામનો કરે
તેમણે એમ પણ કહ્યું કે હું  હિન્દુને કહી શકું કે  ભારતના હિન્દુ સનાતની સંતોને છોડીને વિશ્વના કોઇ ધર્મમાં તાકાત નથી કે બાગેશ્વરધામની શક્તિનો સામનો કરે...બાબા બાગેશ્વર સેટેલાઇટ છે. તેમણે એમ પણ કહ્યું કે  અમને કોઇ પ્રકારની દાનની જરુર નથી. અમારા નામથી તો કોઇ માગે તો ના આપો.દરેકને કહો કે તિલક લગાવે....
Advertisement
Tags :
Advertisement

.