સ્કૂલ શરૂ થયે અઠવાડિયું થયું પૂર્ણ, પુસ્તકો વિના ક્યા સુધી થશે અભ્યાસ?
વેકેશન પૂર્ણ થઈ ગયું, સ્કૂલો શરૂ થયે અઠવાડિયા પર થઈ ગયું. પરંતુ હજી વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો નથી પહોંચ્યા. પાઠ્યપુસ્તક મંડળના વાંકે વિદ્યાર્થીઓ પુસ્તકો વિના અભ્યાસ કરવા થયા છે મજબૂર. ત્યારે શિક્ષકો અને વાલીઓ વિદ્યાર્થીઓ સુધી પુસ્તક પહોંચે તેની જોઈ રહ્યા છે રાહ.પુસ્તક માટે હજી કેટલી જોવી રાહ? વિદ્યાર્થીઓ માટે નથી મળી રહ્યા પુસ્તકવાલીઓને ખાવા પડે છે ધરમ ધક્કા સ્કૂલ શરૂ થયે અઠવà
વેકેશન પૂર્ણ થઈ ગયું, સ્કૂલો શરૂ થયે અઠવાડિયા પર થઈ ગયું. પરંતુ હજી વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો નથી પહોંચ્યા. પાઠ્યપુસ્તક મંડળના વાંકે વિદ્યાર્થીઓ પુસ્તકો વિના અભ્યાસ કરવા થયા છે મજબૂર. ત્યારે શિક્ષકો અને વાલીઓ વિદ્યાર્થીઓ સુધી પુસ્તક પહોંચે તેની જોઈ રહ્યા છે રાહ.
- પુસ્તક માટે હજી કેટલી જોવી રાહ?
- વિદ્યાર્થીઓ માટે નથી મળી રહ્યા પુસ્તક
- વાલીઓને ખાવા પડે છે ધરમ ધક્કા
- સ્કૂલ શરૂ થયે અઠવાડિયું થયું પૂર્ણ
- પુસ્તકો વિના ક્યા સુધી થશે અભ્યાસ?
રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ 13 જૂનથી થઈ ગયો છે. સ્કૂલ શરૂ થયાને એક અઠવાડિયું પૂર્ણ થઈ ગયું છે તેમ છતાં વિદ્યાર્થીઓ સુધી હજી સુધી પુસ્તકો પહોંચ્યા નથી. પાઠ્યપુસ્તક મંડળને કાગળની અછત સર્જાઈ છે જેના કારણે વિદ્યાર્થીઓને પુસ્તકો મળી રહ્યા નથી. પુસ્તક વિના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો મુશ્કેલ બન્યો છે. વાલીઓ પણ તેમના સંતાનનો અભ્યાસ ન બગડે તે માટે પુસ્તક લેવા માટે દોડાદોડ કરી રહ્યા છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓને ધોરણ-4 માં અંગ્રેજી, ધોરણ 6 વિજ્ઞાન, ધોરણ 7 ગણિત, વિજ્ઞાન, હિન્દી, સર્વાંગી વિકાસ, ધોરણ 8 ગણિત વિજ્ઞાન, સમાજિક વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત અને સર્વાંગી વિકાસના પાઠયપુસ્તકો 13 દિવસ બાદ પણ ન મળતા તેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પડી છે.
પાઠ્યપુસ્તક મંડળ પાસે પૂરતા પ્રમાણમાં કાગળનો જથ્થો નથી. 13 દિવસ બાદ પણ પુસ્તક ન મળવાના કારણે તેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ જોવા મળી રહી છે.
- શાળામાં પુસ્તકો વગર જ શૈક્ષણિક કાર્ય શરૂ
- પુસ્તકો નહીં મળતાં વિદ્યાર્થીઓ-વાલીઓ પરેશાન
- 13 જૂનથી શૈક્ષણિક સત્રનો થયો છે પ્રારંભ
- પુસ્તકો છપાઈને આવ્યાં છતાં નથી મળ્યા વિદ્યાર્થીઓેને
- પાઠ્યપુસ્તક મંડળના વાંકે વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત
Advertisement