પુસ્તકો સાચા અને સારા મિત્રો છે! ચાલો પુસ્તકોના માહાત્મ્યને સમજીએ
કોઇકે સાયુ કહ્યું છે કે 'બની શકે તો જીવીશ એકલા પુસ્તકોથી જ ' આ અર્થપૂર્ણ વિધાન પુસ્તકોના માહાત્મ્યને આપણાં જીવન સાથે જીવતાં રહેવા સાથે જોડી આપે છે. શરીરશાસ્ત્રનો સામાન્ય નિયમ ભલે એવું કહેતો હોય કે હવા પાણી અને ખોરાક જીવવા માટે પૂરતાં છે પણ એ સમજમાં જે જીવન છે તે એક પ્રાણી જીવનથી આગળ વધતું નથી. પણ એક માનવ પ્રાણીને સાચો માનવ કે મહામાનવ બનવામાં પુસ્તકો - જ્ઞાન - માહિતીકે પછી બોલચાલની àª
Advertisement
કોઇકે સાયુ કહ્યું છે કે 'બની શકે તો જીવીશ એકલા પુસ્તકોથી જ ' આ અર્થપૂર્ણ વિધાન પુસ્તકોના માહાત્મ્યને આપણાં જીવન સાથે જીવતાં રહેવા સાથે જોડી આપે છે. શરીરશાસ્ત્રનો સામાન્ય નિયમ ભલે એવું કહેતો હોય કે હવા પાણી અને ખોરાક જીવવા માટે પૂરતાં છે પણ એ સમજમાં જે જીવન છે તે એક પ્રાણી જીવનથી આગળ વધતું નથી. પણ એક માનવ પ્રાણીને સાચો માનવ કે મહામાનવ બનવામાં પુસ્તકો - જ્ઞાન - માહિતીકે પછી બોલચાલની ભાષામાં કહો તો સમષ્ટિની જાણકારી એ એકમાત્ર આધાર બને છે.
મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો એક નેલ્સન મંડેલાને પેદા કરી શકે છે અને બાળપણમાં માતાએ વાંચેલી ગીતા એક રવિન્દ્રનાથ ટાગોર પેદા કરી શકે છે. જે રવિન્દ્રનાથ ટાગોર આગળ જતાં ગીતાંજલિ પુસ્તક આપણને આપે છે અને સાથે સાથે ભારતને નોબેલ પારિતોષિકનું ગૌરવ પણ અપાવે છે.
માનવ ઉત્ક્રાંતિમાં અને માનવ જીવનના વિકાસમાં ચક્રની શોધ એ સૌથી મહત્વની ગણાય છે એવું તમે માનો છો ? એવો પ્રશ્ન એક પત્રકારે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનને પુછેલો ત્યારે લોકશાહીની વ્યાખ્યાના જનક ગણાતા આ મહાપુરુષનો જવાબ હતો કે માનવ જીવનના ભૌતિક વિકાસમાં ચક્રની શોધનો ઇન્કાર નહીં થઇ શકે પણ માનવતાના વિકાસમાં પુસ્તકોનો ફાળો કદાચ મારે મન પહેલો મુકી શકાય.
રોબર્ટ ક્રુઝોને જ્યારે મજાકમાં કોઇકે પુછેલું કે, તમને કોઇ નિર્જન ટાપુ પર મોકલી દેવામાં આવે તો તમે સાથે શું લઇ જવાનું પસંદ કરશો તો ક્રુઝોએ મજાક મજાકમાં જ આપેલો જવાબ બહુ સાંકેતિક છે, એમણે કહ્યું હતું કે 'એવું થાય તો હું સૌથી પરેલા થોડા પુસ્તકો બની શકેતો વધારે પુસ્તકો અને એથીયે વધુ સગવડ મળે તો ઘણા બધા પુસ્તકો સાથે લઇ જવાનું પસંદ કરીશ.'
પુસ્તકો આપણાં સાચા અને સારા મિત્રો છે. પુસ્તકો ચિંતનનો અને અનુભવોનો ખજાનો છે, પુસ્તકો પ્રેરણાના પથદર્શકો છે, પુસ્તકો વૈજ્ઞાનિક દ્રષ્ટિ સાથે જ્ઞાનના સાગરમાં તરવાની હોડી છે. એટલે જ કોઇકે કહ્યું છે કે 'બુક્સ આર માય નેવર ફેઇલીંગ ફ્રેન્ડ. '
પણ સાંપ્રત સમયમાં પુસ્તકોની સંખ્યામાં વધારો થયો છે જ્યારે એના વાચકોની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસકરીને 21મી સદીમાં ઇલેક્ટ્રોનીક ઉપકરણોના આકર્ષણથી અંજાઇ ગયેલા આપણે પુસ્તકોના વૈભવથી દૂર ધકેલાતા જઇએ છીએ. કહેવાય છે કે, આપણે ગુજરાતીઓે તો ચેકબુક કે પાસબુકથી આગળ વધતા જ નથી. પુસ્તકો ખરીદવા કે કોઇ પુસ્તકાલયના સભ્ય થવુંએ ગુજરાતીને માટે એના વિચાર ક્ષેત્રની બહારનો વિષય ગણાય છે. કહેવાય છે કે બંગાળી પ્રજા મહિનાના અંતે પગાર મળે ત્યારે એદિવસે સાંજે એકાદ મીઠાઇનું પેકેટ અને ગજા પ્રમાણે બે ચાર પુસ્તકો લઇને જ ઘેર જાય છે. પુસ્તકો ઘરમાં હશે તો વંચાશે એવું બંગાળીઓ સમજ્યા છે અને માટે જ બંગાળ માંથી આપણને રવિન્દ્રનાથ ટાગોર, સત્યજીત રોય કે શરદબાબુ જેવા સાહિત્યકારો કે અમર્ત્ય સેન જેવા નોબેલ પારિતોષિક વિજેતાઓ મળ્યા છે.
ગુજરાતના જાણીતા વિચારક પત્રકાર લેખક ગુણવંત શાહ કહે છે કે, દિકરી દેતા પહેલા તપાસ કરી જોજો કે જે ઘેર દિકરી આપી રહ્યા છો તે ઘરે નાનું અમથું પુસ્તકાલય કે પુસ્તકનું કબાટ છે? જો એ હશે તો તમારી સુખી થવાની આપોઆપ તમને ગેરેંટી મળી જશે. ચાલો આપણે પુસ્તકોને માહાત્મ્યને સમજીએ અને તેના મહાત્મનો સ્વીકાર કરીએ.