Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : દર્દથી કણસતી ગાયને મળી ફરતા પશુ દવાખાના થકી સારવાર

VADODARA : ગુજરાત સરકાર પશુપાલન વિભાગ દ્વારા સંચાલિત અને EMRI GHS સંકલન થી કાર્યરત દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનુ જે વડોદરા જિલ્લાના આજુબાજુના ગામડાઓમાં અબોલા પશુ પક્ષીઓ માટે મફત સારવાર આપી એક અમૂલ્ય વરદાન તથા આશીર્વાદરૂપ સાબિત થયેલ છે....
vadodara   દર્દથી કણસતી ગાયને મળી ફરતા પશુ દવાખાના થકી સારવાર

VADODARA : ગુજરાત સરકાર પશુપાલન વિભાગ દ્વારા સંચાલિત અને EMRI GHS સંકલન થી કાર્યરત દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનુ જે વડોદરા જિલ્લાના આજુબાજુના ગામડાઓમાં અબોલા પશુ પક્ષીઓ માટે મફત સારવાર આપી એક અમૂલ્ય વરદાન તથા આશીર્વાદરૂપ સાબિત થયેલ છે. કુદરતી હોનારત હોય કે રોડ દુર્ઘટના પશુ પંખી ની હંમેશા સાથે રહેતું 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાના 1962 ઇમરજન્સી સર્વિસ.

Advertisement

કોલ નોંધાવી જાણ કરી

આજ રોજ 29એપ્રિલ ના દિવસે એક અજાણ્યા વાહન ચાલાકે વડદલા ગામ માં ગાયને અડફેટે લીધી હતી. જેની જાન ગામના રહીશો એ 1962 ફરતા પશુ દવાખાના માં કોલ નોંધાવી જાણ કરી હતી ત્યાં નજીકની ગામ આવરી લેતી સાવલી તાલુકાની વેમાર લોકેશન ની દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના ની ગાડી ને કોલ મળતા ડો નરેન્દ્ર વાનખેડે અને પાયલોટ મહેન્દ્ર ઠાકોર વાયુવેગે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.

નવું જીવન દાન આપ્યું

ગૌ માતા બંને પગ માં lacerated injury (છોલાઈ ગયેલ) તેમજ ઘાવ (wound) પણ થયેલ. ડૉ વાનખેડે એ પોતાનો 25 થી વધુ વર્ષ નો અનુભવ થી તુરંત ગાય માતા ને એન્ટિસેપ્ટીક ડ્રેસિંગ કરી બેન્ડેજીંગ કરીને જરૂરી ઈન્જેકશન જેમ કે એન્ટિબીઓટિક અને પેઇન કિલર આપીને ગૌમાતા ને નવું જીવન દાન આપ્યું હતું. શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં અવારનવાર રોડ દુર્ઘટના હોય કે કોઈ બીમારી મોબાઈલ વેટેરિનરી ડીસ્પેન્સરી અને 1962 સેવા હંમેશા ખડેપગે રહીને પશુ પંખીઓનો જીવ બચાવવાં તત્પર છે.

Advertisement

કામની પ્રશંસા કરવામાં આવી

ગામના રહીશો એ આ સેવાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. તથા વડોદરા જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર યોગેશ દોશી તથા પ્રોગ્રામ મેનેજર પંકજ મિશ્રા દ્વારા કામની પ્રશંસા કરવામાં આવી હતી.

આ પણ વાંચો -- VADODARA : રીક્ષા ભટકાતા લોકો હોવા છતાં ચાલકને રેસ્ક્યૂ કરવા રાહ જોવી પડી

Advertisement

Tags :
Advertisement

.