Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : હરણી બોટકાંડમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે ફરિયાદની માંગ

VADODARA : વડોદરા હરણીબોટકાંડમાં (VADODARA - HARNI BOAT ACCIDENT) અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરવાની માંગ સાથે પીડિત પરિવારોના વકીલ હિતેષ ગુપ્તા પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા. પરંતુ તેઓની પોલીસ કમિશનર સાથે મુલાકાત થઇ શકી ન્હતી. આ તકે હિતેષ ગુપ્તાએ ભ્રષ્ટાચાર...
vadodara   હરણી બોટકાંડમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે ફરિયાદની માંગ

VADODARA : વડોદરા હરણીબોટકાંડમાં (VADODARA - HARNI BOAT ACCIDENT) અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરવાની માંગ સાથે પીડિત પરિવારોના વકીલ હિતેષ ગુપ્તા પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા. પરંતુ તેઓની પોલીસ કમિશનર સાથે મુલાકાત થઇ શકી ન્હતી. આ તકે હિતેષ ગુપ્તાએ ભ્રષ્ટાચાર કરનાર સરકારી અધિકારીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. અને સાફ શબ્દોમાં જણાવ્યું કે, હવે બચવાના કોઇ સંજોગો રહ્યા નથી.

Advertisement

આજદિન સુધી કાર્યવાહી કરવામાં નથી આવી

હરણી બોટકાંડમાં પીડિત પરિવારોના વકીલ હિતેષ ગુપ્તા જણાવે છે કે, 27, મે 2024 ના રોજ ભ્રષ્ટાચાર બાબતની ફરિયાદ બાબતે એક વાલીએ પોલીસ કમિશનર અને એન્ટી કરપ્શન બ્યુરોમાં વિગતવારની ફરિયાદ આપી છે. કે કઇ રીતે બનાવટી દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા, અને તેના આધારે ભ્રષ્ટાચાર આચરીને બાળકોને ભોગ લેવાયો છે. ભ્રષ્ટાચાર થયો હતો, તે દેખીતો હતો. નામદાર ગુજરાત હાઇકોર્ટે હવે ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બાબતની વાત સ્પષ્ટ કરી દીધી છે. એટલા માટે જ મે, 2024 માં જે ફરિયાદ આપી હતી. તે અનુસંધાને આજદિન સુધી કાર્યવાહી કરવામાં નથી આવી, ગુનો દાખલ કરવામાં નથી આવ્યો. તો જરૂરી દસ્તાવેજો પોલીસ કમિશનરને આપીને રજુઆત કરવા અમે આવ્યા છીએ. વહેલી તકે ભ્રષ્ટાચારીઓ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવે તે આશા છે.

પરિવારજનોને ચોક્કસ ન્યાય મળશે

વધુમાં તેમણે જણાવ્યું કે, ન્યાય તંત્ર પાસેથી ન્યાયની આશા, વડોદરાવાસી હોય કે દેશવાસીઓ હોય છેલ્લા ન્યાય મેળવવા માટે ત્યાં જ જઇએ છીએ. પરંતુ ન્યાય તંત્ર તરફથી આ ચુકાદો આવ્યો તે પહેલા ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ 18, જાન્યુઆરી - 2024 ના દિવસે પરિજનોને આશ્વસ્થ કર્યા હતા કે ન્યાયની આ લડાઇમાં કોઇને છોડવામાં નહી આવે. પરિવારજનોને વિશ્વાસ હતો, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી આવ્યા હોય અને વાત કહી હોય, ત્યારે પરિવારજનોને ચોક્કસ ન્યાય મળશે, અને કોઇને છોડવામાં નહી આવે. ત્યાર બાદ પોલીસ તપાસ થઇ, આરોપીઓની પકડવામાં આવ્યા, મોટા માથાઓને બક્ષી દેવામાં આવ્યા, પાલિકાના એક પણ અધિકારીની ધરપકડ કરવામાં નથી આવી. ખરેખર વાલીઓની ફરિયાદ લેવી જોઇતી હતી,

Advertisement

આંખો બંધ કરીને જ આ ઠરાવ કર્યો

વધુમાં ઉમેર્યું કે, મામલો ગુજરાત હાઇકોર્ટમાં ગયો ત્યારે ન્યાયના વોચ તરીકે પરિવારના પડખે ઉભા રહ્યા. કોર્ટે એપ્રિલ મહિનામાં તપાસ કરવાનો આદેશ કર્યો હતો. ત્યાર બાદ સરકારે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરી હતી. અર્બન ડેવલપમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરીએ સમગ્ર તપાસ હાથ ધરી અને તેના પછી કોર્ટમાં અહેવાલ આપવામાં આવ્યો હતો. તેમાં મ્યુનિસિપલ કમિશનરને ક્લીન ચીટ આપી હોય તે પ્રકારનો ખોટો અહેવાલ ચોંકાવનારો હતો. પરિજનો માટે દુખદ હતો. પરંતુ દસ્તાવેજો પોકારતા હતા, કે કેટલું મોટુ ષડયંત્ર અને કેટલો મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે આ સમગ્ર દસ્તાવેજો જ્યારે વંચાણે લીધા છે, ત્યારે માન્યું કે, સમગ્ર ટેન્ડર પ્રક્રિયા જ ખોટી હતી. સમગ્ર ટેન્ડર જ નષ્ટ કરવા જેવું હતું. તેમ છતાં ડો. વિનોદ રાવે આ ટેન્ડર એક્ઝીક્યુક કર્યું, પાલિકાના સભા સમક્ષ મુકવામાં આવ્યું, સ્થાઇ સમિતીમાંં મુકવામાં આવ્યું, અને સ્થાઇ સમિતી અને સામાન્ય સભામાં હાજર તમામ કોર્પોરેટરો દ્વારા આંખો બંધ કરીને જ આ ઠરાવ કર્યો હોય, આ ભ્રષ્ટાચારમાં સહભાગી થયા હોય, ઠરાવ કર્યા તે દુખદ હતું. જે પ્રકારનો હવે પ્રોગ્રેસ છે, તે જોતા પરિવારને ન્યાય મળશે.

નાનામાં નાની વાત ચકાસવી જોઇતી હતી

વધુમાં જણાવ્યું કે, ખોટું કરનાર કોઇ પણ બચી શકે તેમ નથી. જે રીતે દસ્તાવેજો પોકારી રહ્યા છે. તે ક્લિયર કરી રહ્યા છે કે, ડો. વિનોર રાવે પોતાની ફરજ ચુકીને, ડો. વિનોદ રાવે ડોક્યૂમેન્ટ ચકાસવા જોઇતા હતા. અને તેમણે જ એગ્રીમેન્ટ એક્ઝીક્યુક કર્યો હતો. એક્ઝીક્યુટ કર્યો ત્યારે નાનામાં નાની વાત ચકાસવી જોઇતી હતી. આ કોર્ટના હુકમાં પણ જણાવ્યું છે. આનું ફાઉન્ડેશન એચ. એસ. પટેલ દ્વારા મુકવામાં આવ્યું હતું. વર્ષના રૂ. 1 ટોકનના દરે વાર્ષિક ઓરીજીનલ દરખાસ્ત મુકાઇ હતી. આટલી મોટી પાલિકાની જગ્યા નજીવા દરે પ્રપોઝ કરી એ જ પાયો હતો.

Advertisement

અધિકારીઓ પર કોઇ રાજકીયા દબાણ હશે

આખરમાં ઉમેર્યું કે, સમગ્ર મામલે પૂર્વ ટાઉન પ્લાનીગં ઓફીસર ગોપાલ શાહની સંડોવણીના દસ્તાવેજી પુરાવા રેકોર્ડ પર જણાઇ આવે છે. આ પ્રકારની પરિસ્થિતી હોય મ્યુનિસિપલ કમિશનર અને ટાઉન પ્લાનીંગ ઓફીસરના મેળા પીપણામાં આ થયું છે. એચ એસ પટેલ હોય. વિનોર રાવ હોય કે અન્ય કોઇ અધિકારી હોય, હવે બચવાના કોઇ સંજોગો રહ્યા નથી. આ ન્યાયની અવિરત લડાઇ છે. અમે વિનંતી કરીએ છીએ કે અધિકારીઓ પર કોઇ રાજકીયા દબાણ હશે. એટલે જ પ્રિન્સીપાલ સેક્રેટરીએ જ ના માની શકાય તેવો રીપોર્ટ કોર્ટમાં મુક્યો. ફેક્ટ ફાઇન્ડીંગ કમિટી હાઇકોર્ટમાં બચાવવાના પ્રયાસ કરીને રીપોર્ટ મુકતી હોય તો, પોલીસ મશીનરી પર પણ મોટા માથાઓ સામે એક્શન લેવા માટે પણ કોઇ પ્રેશર રહ્યું હશે. એટલે આ ભ્રષ્ટાચારીઓ દુર છે. કાયદો કાયદાનું કામ કરશે. કોઇ અધિકારી પોતાની ફરજ ચુકશે, તો તેમણે કોર્ટની રાહે ફરજ બજાવવી પડશે.

હાઇકોર્ટના આદેશથી અમને રાહત

મૃતકના સ્વજન સર્વે જણાવે છે કે, મ્યુનિસિપલ કમિશનરને કસ્ટડીમાં લો. ત્યારે જ આખો ભ્રષ્ટાચાર ખુલશે. અમે બે વખત કમિશનર કચેરીએ ફરિયાદ આપવા આવ્યા છીએ. અમે બધી જગ્યાએ સાડા પાંચ મહિનાથી બાળકોને ન્યાય માટે દોડામાં દોડી કરી રહ્યા છે. સરકાર પર અમારો વિશ્વાસ ઉઠી ગયો હતો. પરંતુ હાઇકોર્ટના આદેશથી અમને રાહત છે. અમે એક મહિનાથી ફરિયાદ દાખલ કરવા માટે કહી રહ્યા છે. અમે અમારા પરિવારનું બાળક ગુમાવ્યું છે. જ્યારે તળાવ રાતોરાત કોઇ અનુભવ વગર, બોગસ દસ્તાવેજોના આધારે કામ થયું છે. અમે કાલે પાછા આવીને કમિશનર પાસે જવાબ માંગીશું.

આ પણ વાંચો -- VADODARA : પારૂલ યુનિ.ના રેક્ટરે રૂ. 31.90 લાખનો ચુનો ચોપડ્યો

Tags :
Advertisement

.