VADODARA : GMERS હોસ્પિટલમાં દર્દીના સગા જોડે ગેરવર્તણુંક
VADODARA : વડોદરાની સરકારી ગોત્રી હોસ્પિટલ (GMERS HOSPITAL - VADODARA) માં દર્દીના સગા જોડે દવા લેવા મામલે બોલાચાલી થઇ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં દર્દીની માતા જોડે દવાબારી પર બેઠેલી વ્યક્તિ દ્વારા ઉદ્ધતાઇ પૂર્વક ગેરવર્તણુંક કરવામાં આવી હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. મહિલા આરોપ મુકતા જણાવે છે કે, દિકરાના આપરેશન બાદ આજે તેનો ડિસ્ચાર્જ લીધો છે. તેની દવા લેવા માટે એક કાઉન્ટર પરથી બીજા કાઉન્ટર પર લાઇનો લગાડી અમારા સમયનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. જે ખોટું છે. મામલે તુલ પકડતા સત્તાધીશો દોડી આવ્યા હતા. અને ગેરવર્તણુંક મામલે ખુલાસો માંગવામાં આવશે તેમ જણાવ્યું હતું.
એક પછી બીજી દવાબારી પાસે મોકલતા
ગોત્રી હોસ્પિટલ (GMERS HOSPITAL - VADODARA) માં ગેરવર્તણુંકનો ભોગ બનનાર મહિલા જણાવે છે કે, મારા દિકરાનું ઓપરેશન થયું હતું. આજે તેને ડિસ્ચાર્જ આપ્યો હતો. દવાબારી ખુલવાનો સમય ત્રણ વાગ્યાનો હોવાથી અમે અઢી વાગ્યે નીચે આવી ગયા હતા. પછી લાઇનમાં ઉભા રહ્યા હતા. સાડા ત્રણ વાગ્યે દવાબારી ખોલવામાં આવી હતી. તે સમયે લાંબી કતારો લાગી ચુકી હતી. બાદમાં તેમણે એક પછી બીજી દવાબારી પાસે મોકલતા હતા. અલગ અલગ જગ્યાએ લાઇનો કરાવતા હતા. દવાબારી પર બેઠેલી મહિલાએ ઉદ્ધતાઇ પૂર્વક કહ્યું કે, મફતની દવા લેવાની અને દાદાગીરી મારવાની. સરકાર ટેક્સ લે છે, તેના પૈસાથી દવાખાના ચાલે છે. જો કે, બાદમાં ગેરવર્તણુંકનો ભોગ બનનાર મહિલાના સમર્થનમાં અન્ય લોકો પણ આવ્યા હતા. અને દવાબારી પર બેઠેલ મહિલા દ્વારા ઉદ્ધતાઇ કરવામાં આવી હોવાની વાતને સમર્થન આપ્યું હતું.
સત્તાધીશો અને તબિબ દોડી આવ્યા
દવાબારી પર બેઠેલ મહિલા જણાવે છે કે, મેં 3 - 30 કલાકે દવાબારી ખોલી નાંખી હતી. મેં એવા કોઇ શબ્દોનો ઉચ્ચાર કર્યો નથી. હું મારી દવાબારી માટે જવાબદાર છું. તમે અમારી સામે લગાડેલા સીસીટીવી કેમેરામાં ચેક કરી શકો છે. સાથે જ હોસ્પિટલમાં કામ કરતા સ્ટાફ દ્વારા પણ ગેરવર્તણુંક કરવામાં આવી હતી. મામલો તુલ પકડતા સત્તાધીશો અને તબિબ દોડી આવ્યા હતા. અને દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં જવાબદાર લોકો પાસેથી ખુલાસો માંગવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું ચેકીંગ હાથ ધરાયું