ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : વેકેશનની શરૂઆતમાં પાલિકાની ટીમનું ફૂડ ચેકીંગ ડ્રાઇવ

VADODARA : હાલ ઉનાળા (SUMMER VACATION) ની મોસમ ચાલી રહી છે. મોટાભાગની શાળાઓમાં પરીક્ષાઓ (SCHOOL EXAM) પુર્ણ થવાના આરે છે, ત્યારે વડોદરા પાલિકા (VADODARA VMC) ની ફુડ સેફ્ટીની ટીમ દ્વારા આજે શહેરના રાજમહેલ રોડ પર ચેકીંગની વિશેષ ડ્રાઇવ હાથ ધરી...
05:53 PM Apr 06, 2024 IST | PARTH PANDYA

VADODARA : હાલ ઉનાળા (SUMMER VACATION) ની મોસમ ચાલી રહી છે. મોટાભાગની શાળાઓમાં પરીક્ષાઓ (SCHOOL EXAM) પુર્ણ થવાના આરે છે, ત્યારે વડોદરા પાલિકા (VADODARA VMC) ની ફુડ સેફ્ટીની ટીમ દ્વારા આજે શહેરના રાજમહેલ રોડ પર ચેકીંગની વિશેષ ડ્રાઇવ હાથ ધરી છે. આ ડ્રાઇવમાં પાલિકાની ટીમ દ્વારા ફુડ સેફ્ટી વાન સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બપોર સુધી કરવામાં આવેલી કાર્યવાહીમાં પાલિકાની ટીમની તપાસમાં કોઇ પણ વસ્તુનો નાશ કરવો પડે તેવી સ્થિતી નહિ સર્જાઇ હોવાનું પાલિકા સુત્રો જણાવી રહ્યા છે.

વિવિધ વિસ્તારોમાં ચેકીંગ

વડોદરામાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા સમયાંતરે ચેકીંગની કાર્યવાહી કરવામાં આવે છે. ચેકીંગ દરમિયાન કોઇ ગફલેબાજી પકડાય તો દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને તહેવારો ટાણે ટીમો દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે. હાલમાં ઉનાળાની શરૂઆત ચાલી રહી છે. સાથે જ વેકેશનનો સમય શરૂ થવાની તૈયારીઓમાં છે, તેવામાં આજે પાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા રેસ્ટોરેન્ટ, ફુડ જોઇન્ટ, આઇસક્રિમ-કોલ્ડડ્રિંગની દુકાનો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

નાશ કરવો પડે તેવી સ્થિતી સર્જાઇ નથી

અધિકારી જણાવે છે કે,  પાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા ફુડ સેફ્ટી વાન લઇને રાજમહેલ રોડથી લઇને કિર્તિસ્થંભ સુધીના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. જેમાં આઇસક્રિમ-કોલ્ડ ડ્રિંક, રેસ્ટોરેન્ટ પર ચેકીંગ હાથ ધરાયું છે. તેમાંથી રો મટીરીયલ અને ફુડ સેમ્પલ લઇને વાનમાં ચેક કરવામાં આવ્યું છે. આજે જુદી જુદી પ્રકારની ચટણી, વડાપાંવમાં વપરાતા મસાલા, આઇસક્રિમ, તેલ, બેસન, ફાફડા, જલેબીના નમુના લેવામાં આવ્યા છે. હાલ કોઇ વસ્તુનો નાશ કરવો પડે તેવી સ્થિતી સર્જાઇ નથી. બપોર સુધીમાં 7 - 8 દુકાનો અને 6 - 7 લારીઓમાં ચેકીંગ થઇ ચુક્યું છે.

પરિણામો ગણતરીના સમયમાં સામે આવે

અત્રે નોંધનીય છે કે, પાલિકાની પાસે તુરંત પરિણામ મેળવી શકાય તેવી ફુડ સેફ્ટી વાન છે. પાલિકા પાસે ગત વર્ષે આ વાન આવી છે. જેમાં રહેલી કિટ મારફતે પ્રાથમિક તપાસના પરિણામો ગણતરીના સમયમાં સામે આવે છે. તેમાં જો કંઇ શંકાસ્પદ તરફ ઇશારો કરે તો પાલિકાની ટીમ દ્વારા ફુડ સેમ્પલના વધુ નમુના લઇને તેને વધુ તપાસઅર્થે મોકલી આપવામાં આવતા હોય છે.

આ પણ વાંચો -- VADODARA : કોમામાં સરી પડેલી દિકરીની સારવાર માટે વડાપ્રધાનની મદદની આશ

Tags :
anythingCheckingFoodfoundnotsafetySuspiciousVadodaravan
Next Article