Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગત સાંજથી વિજળી ગુલ, ગિન્નાયેલા ધારાસભ્યએ કહ્યું, "હદ થઇ ગઇ"

VADODARA : વડોદરામાં વિજ કંપની (MGVCL - VADODARA) ના અકોટા અને વાસણા સબ ડિવીઝન અંતર્ગત આવતી અસંખ્ય સોસાયટીઓમાં ગત સાંજ બાદથી લાઇટો ન્હતી. જેથી મળસ્કે લોકોના સબરનો બંધ તુટ્યો હતો. અને વિજ કચેરીએ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. વિજ કચેરીએ અધિકારીઓ...
vadodara   ગત સાંજથી વિજળી ગુલ  ગિન્નાયેલા ધારાસભ્યએ કહ્યું   હદ થઇ ગઇ

VADODARA : વડોદરામાં વિજ કંપની (MGVCL - VADODARA) ના અકોટા અને વાસણા સબ ડિવીઝન અંતર્ગત આવતી અસંખ્ય સોસાયટીઓમાં ગત સાંજ બાદથી લાઇટો ન્હતી. જેથી મળસ્કે લોકોના સબરનો બંધ તુટ્યો હતો. અને વિજ કચેરીએ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. વિજ કચેરીએ અધિકારીઓ દ્વારા પોલીસ બોલાવી લેવામાં આવતા લોકો બરાબરના ગિન્નાયા હતા. અને સવારે ચાર વાગ્યે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇના ઘરે પહોંચ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે, પરોઢીયે ચૈતન્ય દેસાઇએ વિજ કંપનીના અધિકારીને ફોન કરતા સામેથી કોઇ જવાબ મળ્યો ન્હતો. આખરે તેમણે પણ સ્વિકાર્યું કે, હવે તો હદ થઇ ગઇ છે.

Advertisement

ચ્હા પીતા નજરે પડ્યા

સ્થાનિક સર્વે જણાવે છે કે, સવારે 7 વાગ્યે લાઇટ ગઇ હતી. બપોરે 12 વાગ્યે લાઇટ આવી હતી. સાંજે 4 વાગ્યાની લાઇટ ગઇ હતી. મધરાત્રે 3 વાગ્યા સુધી લાઇટ આવી નથી. અત્યારે મેં સ્ટાફ જોડે વાત કરી તો તેમણે કહ્યું કે, સવારે લાઇટ આવશે. અમે સબ સ્ટેશન ગયા તો વિજ કર્મીઓ ટોર્ચ લાઇટના સહારે ચ્હા પીતા નજરે પડ્યા હતા. વિજ કચેરીએ પોલીસની ગાડીઓ બોલાવી લેવામાં આવી છે. વિજ કંપનીના અધિકારીને ધારાસભ્યની હાજરીમાં પણ ફોન કર્યો છતાં કોઇ જવાબ નથી આપતા.

Advertisement

ફોન પણ નથી ઉપાડતા

ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ જણાવે છે કે, પાંચ વિસ્તારોમાં લાઇટ ગઇ છે. વિજ કંપની દ્વારા કેબલ ફોલ્ટ થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અને તે મળતો નથી. તે લોકો ઓવરહેડ કરીને ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તે થઇ શકતું નથી. લોકોનું કહેવું છે કે, ગઇ કાલે સાંજે સાત વાગ્યાથી લાઇટ નથી. હવે તો હદ થઇ ગઇ છે. વિજ કંપનીના અધિકારીઓ લોકોનો ફોન પણ નથી ઉપાડતા. આ બધા લોકો અહિંયા આવ્યા છે. જો કે, મોડી રાત્રે ધારાસભ્યના ઘરે વિજ કંપનીના એન્જિનીયરોને લાવીને લોકોએ સવાલ પુછ્યા હતા. ત્યારે તેમની પાસે કોઇ સ્પષ્ટ જવાબ ન હતા.

Advertisement

ટેક્નિકલ મુશ્કેલી આવી

એ. જે. ત્રિવેદી જૂનિયર એન્જિનીયર જણાવે છે કે, સનફાર્મા અંદર ગ્રાઉન્ડ કેબલ ફાયર થયો હતો. અગાઉ થયું હતું તે રીતે થયું હતું. તેને ચાલુ કરવા જતા વાસણા સબ સ્ટેશન બંધ થઇ ગયું છે. પબ્લીકે અમને સપોર્ટ કર્યો છે. ટેક્નિકલ મુશ્કેલી આવી રહી છે. સબ સ્ટેશનથી તકલીફ પડી રહી છે. સબ સ્ટેશન વિજ પ્રવાહ બંધ થયું, અમે લોકો ભેગા થયા, કામગીરી શરૂ કરવામાં આવી છે. અકોટા - અટલાદરા બે ઓફીસ અકોટા ઓફીસથી ચાલે છે. સનફાર્મા રોડ અટલાદરા વિભાગમાં આવે છે. અટલાદરા વિભાગમાં એક જ સાહેબ છે, તેઓ રજા પર છે. લોકોની મુશ્કેલી અમે માનીએ છીએ. અન્ય વિજ કચેરીએથી પણ સ્ટાફ કામ કરી રહ્યો છે.

હલ્લાબોલથી સોલ્યુશન નહી

વિજ કંપનીના ઉચ્ચ કર્મી જણાવે છે કે, સાંજે પોણા છ વાગ્યાની આસપાસ કેબલ ફોલ્ટ થયો હતો. કેબલ ફોલ્ટ થતા અમે લોડ ચેન્જ ઓવર કર્યો હતો. ચેન્જ ઓવર થતા જમ્પર સળગી ગયા છીએ. તેને દુરસ્ત કરવાની કામગીરી અમે કરી રહ્યા છીએ. મોડી રાત સુધી પણ ફીડરમાં ફોલ્ટ છે. હલ્લાબોલ કરવાથી કોઇ સોલ્યુશન નહી આવે. અંડરગ્રાઉન્ડ કેબલમાં ફોલ્ટ થવાના કારણે આ સમસ્યા સર્જાઇ રહી છે. હું સાજે સાડા પાંચ વાગ્યાથી અહિંયા કામ કરી રહ્યો છું.

આ પણ વાંચો -- VADODARA : નવરચના યુનિ. સહિત અનેક સ્થળે ફાયર વિભાગની કાર્યવાહી

Tags :
Advertisement

.