Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મોટી સંખ્યામાં રોકડ પકડાતા ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું

VADODARA : વડોદરા (VADODARA) માં લોકસભાની સામાન્ય ચૂંટણી (LOKSABHA GENERAL ELECTION - 2024) અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી (WAGHODIA BY ELECTION) ને લઇને તંત્ર સતર્ક છે. નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી કરાવવા માટે તંત્ર દ્વારા મોટા પાયે રોકડની હેરફેર પર...
vadodara   મોટી સંખ્યામાં રોકડ પકડાતા ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં લોકસભાની સામાન્ય ચૂંટણી (LOKSABHA GENERAL ELECTION - 2024) અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી (WAGHODIA BY ELECTION) ને લઇને તંત્ર સતર્ક છે. નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી કરાવવા માટે તંત્ર દ્વારા મોટા પાયે રોકડની હેરફેર પર નજર રાખવામાં આવતી હોય છે. ગતરોજ તરસાલી ચેક પોસ્ટ પાસેથી પેક કરેલા ડબ્બામાં મોટી રોકડ રકમ મળી આવતા ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું છે. અને રોકડ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પેક કરીને લઇ જવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું

વડોદરામાં બે ચૂંટણીઓને લઇને તંત્ર સતર્ક છે. હાલ આદર્શ આચાર સંહિતા લાગુ છે તે દરમિયાન મોટી રોકડની હેરફેરની આશંકાને ધ્યાને રાખીને ચૂંટણી તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. જે અંતર્ગત ગતરાત્રે તરસાલી ચેક પોસ્ટ પાસેથી ચૂંટણી તંત્રની સ્ટેટિક સર્વેલન્સ ટીમને રૂ. 13.50 લાખની રોકડ રકમ મળી આવી હતી. આ રકમને ડબ્બામાં સુવ્યવસ્થિત રીતે પેક કરીને લઇ જવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી ઇસમની અટકાયત કરીને રોકડ રકમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મમતા હિરપુરા જણાવે છે કે, ગતરોત  સાંજે 4 વાગ્યે તરસાલી ચેક પોસ્ટ પર SST ની ટીમ કાર્યરત હતી. તેમને કારમાંથી રૂ. 13.40 લાખ રોકડ મળ્યા છે. રૂ. 10 લાખથી વધુ હોવાથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તેની તપાસ ચાલી રહી છે.

Advertisement

જાણ ઇન્કમટેક્સ વિભાગને કરવામાં આવતી હોય

સુત્રોના જણાવ્યા અનુસાર, આટલી મોટી રોકડ રકમ જમીનની લેવડ-દેવડની હોવાનું સામે આવી રહ્યું છે. જો કે, આ અંગે હજી સુધી કોઇ સત્તાવાર ફોડ પાડવામાં આવ્યો નથી. સામાન્ય રીતે ચૂંટણી ટાણે પકડવામાં આવેલી રોકડ અંગેની પુછપરછ બાદ આ અંગેની જાણ ઇન્કમટેક્સ વિભાગને કરવામાં આવતી હોય છે. જે બાદ આઇટી દ્વારા તેની વધુ તપાસ હાથ ધરવામાં આવતી હોય છે.

Advertisement

અગાઉ વિદેશી ચલણ સાથે એકની અટકાયત થઇ હતી

અત્રે ઉલ્લેખીય છે કે, વડોદરામાં આ અગાઉ ઇડી દ્વારા રોકડ વિદેશી ચલણ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી. અને આદર્શ આચાર સંહિતા લાગુ હોવાથી તેની સઘન પુછપરછ પણ કરવામાં આવી હતી. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો -- VADODARA : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ-શો યોજાશે

Tags :
Advertisement

.

×