Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ચૂંટણીને લઇ રૂ. 10 લાખથી વધુ રોકડ પકડાશે તો IT ને જાણ કરાશે, ફરિયાદ સમિતિની રચના

VADODARA : વડોદરા લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા વિધાનસભા મત વિભાગની (VAGHODIA VIDHANSABHA) પેટા ચૂંટણી તા.૦૭.૦૫.૨૦૨૪ના રોજ યોજાનાર છે. ચૂંટણી કામગીરી દરમ્યાન લોકો અને સાચી વ્યકિતઓને અગવડ ન પડે તે હેતુસર તેમની કોઈ ફરીયાદો હોય તો તેના...
vadodara   ચૂંટણીને લઇ રૂ  10 લાખથી વધુ રોકડ પકડાશે તો it ને જાણ કરાશે  ફરિયાદ સમિતિની રચના
Advertisement

VADODARA : વડોદરા લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા વિધાનસભા મત વિભાગની (VAGHODIA VIDHANSABHA) પેટા ચૂંટણી તા.૦૭.૦૫.૨૦૨૪ના રોજ યોજાનાર છે. ચૂંટણી કામગીરી દરમ્યાન લોકો અને સાચી વ્યકિતઓને અગવડ ન પડે તે હેતુસર તેમની કોઈ ફરીયાદો હોય તો તેના નિવારણ માટે ભારતના ચૂંટણી પંચે ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ અંગે જિલ્લા ફરિયાદ સમિતિ (કેશ રિલીઝ કમિટી)ની રચના કરવા જણાવેલ છે.

ત્રણ સભ્યોની સમિતિની રચના

જેના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને જિલ્લા તિજોરી અધિકારી સહિત ત્રણ સભ્યોની એક (Cash Release Committee) સમિતિની જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રચના કરવામાં આવી છે.

Advertisement

સમિતિ જપ્તીના દરેક કેસની જાતે તપાસ કરશે

ચૂંટણી પંચ નાગરિકોની ફરિયાદો વિશે ચિંતિત છે.તિજોરી માલખાનામાં કોઈપણ એફઆઈઆર/ફરિયાદ વિના રોકડ અને કીમતી વસ્તુઓ રાખવાના દાખલા સામે આવ્યા છે. સાચી વ્યક્તિઓ અને જનતાને અસુવિધા ટાળવા માટે તેમજ જો કોઈ ફરિયાદો હોય તો તેના નિવારણ માટે જિલ્લાના ત્રણ અધિકારીઓનો સમાવેશ કરતી 'જિલ્લા ફરિયાદ સમિતિ'ની રચના કરવામાં આવી છે.જે પોલીસ, SST અથવા FS દ્વારા કરવામાં આવેલા જપ્તીના દરેક કેસની જાતે તપાસ કરશે.

Advertisement

ઈન્કમટેક્ષના નોડલ અધિકારીને જાણ કરવામાં આવશે

જ્યાં સમિતિને જણાશે કે જપ્તી સામે કોઈ FIR ફરિયાદ દાખલ કરવામાં આવી નથી અથવા જે વ્યક્તિ પાસેથી રોકડ,કિંમતી વસ્તુઓ જપ્તી કરવામાં આવી છે તે વ્યક્તિ કોઈપણ ઉમેદવાર,રાજકીય પક્ષ અથવા કોઈપણ ચૂંટણી પ્રચાર વગેરે સાથે જોડાયેલ નથી, તે એવી વ્યક્તિઓને કે જેમની પાસેથી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે તે રોકડ વગેરે છોડવાનો આદેશ આપવા માટે તાત્કાલિક પગલાં લેવાશે. જો રોકડ મુક્તિ રૂ. ૧૦ (દસ) લાખથી વધુ હશે તો, આવી રોકડ મુક્ત કરતા પહેલાં ઈન્કમટેક્ષ (IT) ના નોડલ અધિકારીને જાણ કરવામાં આવશે. આ સમિતિ ચૂંટણી પંચની ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ અંગેની સુચનાઓ મુજબ કામગીરી અને કાર્યવાહી કરશે.

આ પણ વાંચો --VADODARA : એક જ પોલીસ મથકમાંથી અનેક લોકો ખુશ થઇને નિકળ્યા

Tags :
Advertisement

.

×