Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પાંચ જિલ્લાના તેજસ્વી તારલાઓનો મળ્યો શૈક્ષણિક પ્રવાસનો લાભ

VADODARA : રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન (RASTRIY AVISHKAR ABHIYAN) અંતર્ગત પાંચ જિલ્લાના 41 તેજસ્વી વિદ્યાર્થીઓનો રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસ યોજાયો. વડોદરા, આણંદ,નર્મદા,પંચમહાલ,ભરૂચ જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી આર.આર.વ્યાસના માર્ગદર્શન રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત સમગ્ર શિક્ષા ગાંધીનગરની સુચના અન્વયે છ જિલ્લા...
vadodara   પાંચ જિલ્લાના તેજસ્વી તારલાઓનો મળ્યો શૈક્ષણિક પ્રવાસનો લાભ

VADODARA : રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન (RASTRIY AVISHKAR ABHIYAN) અંતર્ગત પાંચ જિલ્લાના 41 તેજસ્વી વિદ્યાર્થીઓનો રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસ યોજાયો. વડોદરા, આણંદ,નર્મદા,પંચમહાલ,ભરૂચ જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી આર.આર.વ્યાસના માર્ગદર્શન રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત સમગ્ર શિક્ષા ગાંધીનગરની સુચના અન્વયે છ જિલ્લા વિદ્યાર્થીઓ માટે સાપુતારા, ઉનાઈ તેમજ મહારાષ્ટ્રના ઈલોરા અને સપ્તશૃંગી સહિતના ઐતિહાસિક સ્થળોનો રાજ્ય બહારનો પ્રવાસ યોજાયો હતો.

Advertisement

નિઃશુલ્ક રાજ્ય બહાર પ્રવાસનું આયોજન

રાષ્ટ્રિય આવિષ્કાર અભિયાન હેઠળ સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારણા હેતુ પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે એક્સપોઝર વિઝિટ ( પ્રવાસ ) જેવા કાર્યક્રમો અમલમાં મુકવામાં આવ્યા છે. રાજ્યકક્ષાએથી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર રતનકુંવર ગઢવી ચારણ,સમગ્ર શિક્ષાના સચિવ શ્રી મહેશ મહેતાની પ્રેરણાથી જુદા જુદા પાંચ જિલ્લાની ટીમોનું સંકલન કરી વિવિધ સ્પર્ધાઓમાં તેજસ્વી નીવડેલા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રાજ્ય બહાર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઐતિહાસિક અદભૂત સ્થળોની મુલાકાત કરાવવામાં આવી

આ માટે જિલ્લા શિક્ષણાધિકારી, અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ વડોદરા , વડોદરા કોર્પોરેશન, આણંદ , નર્મદા, પંચમહાલ અને ભરૂચ જિલ્લાના જુદી જુદી શાળાઓના 23 વિદ્યાર્થીઓ અને 18 વિદ્યાર્થીનીઓને મહારાષ્ટ્રના સપ્તશૃંગી, ધ્રુષ્મેશ્વર, ઈલોરાની ગુફાઓ , શિરડી , શનિદેવ, ત્રંબકેશ્વર , નાશિક , સાપુતારા અને ઉનાઈ જેવા ઐતિહાસિક અદભૂત સ્થળોની મુલાકાત કરાવવામાં આવી હતી.

Advertisement

વાલીઓ સાથે સંકલન કરાયું

આ પ્રવાસના આયોજનમાં ડી.ઈ.ઓ ઉપરાંત ડી.પી.ઈઓ મહેશ પાંડે, એ.ડી.પી.સી રાકેશ સુથાર, કરજણ ,પાદરા, સાવલી અને વાઘોડિયાના બી.આર.સી.કૉ-ઓર્ડીનેટરઓ આ જિલ્લાઓના વાલીઓ સાથે સંકલન કરી રાજ્ય બહારના પ્રવાસને સફળ બનાવ્યો હતો.

અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ પ્રસંગ

અત્રે નોંધનીય છે કે, વિવિધ જિલ્લાઓેના તેજસ્વી તારલાઓ માટે પ્રવાસનું આયોજન સુચારુ રૂપે થાય તે માટે તંત્ર દ્વારા અગાઉથી તૈયારીઓ આરંભી દીધી હતી. આ પ્રવાસને વધુ યાદગાર બનાવવા માટે સ્થળ પર વિદ્યાર્થીઓને તેની વિશેષતા અને ટુંકા ઇતિહાસ અંગે પણ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. જેને કારણે વિદ્યાર્થીઓ સ્થળ સાથે પોતાની જાતને સરળતાથી સાંકળી શક્યા હતા. આ પ્રવાસના રોમાંચક અનુભવના કારણે અન્ય વિદ્યાર્થીઓ પણ મહેનત કરીને તેમાં જોડાવવાની લાયકાત કેળવે તે દિશામાં પ્રેરાઇ રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો --VADODARA : બાળ ભિક્ષુકોને નવા જીવન તરફ વાળવા પોલીસનો નવતર પ્રયોગ

Tags :
Advertisement

.