Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રાથમિક શિક્ષણાધિકારીની ગેરહાજરી, આ પદાધિકારીએ માર્યો ટોણો

પંચમહાલ જિલ્લાનો 8મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ગોધરાના પોપટપુરા ખાતે યોજાયો હતો. બે દિવસ સુધી ચાલનારા  શિક્ષણમાં નાવિન્યના સ્લોગન હેઠળ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા આ કાર્યક્રમ યોજાવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં જિલ્લાની 60 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળામાંથી શિક્ષકો દ્વારા અભ્યાસમાં આવી ન્યાવિનીકરણ લાવવાના ભાગરૂપે તૈયાર કરાયેલી કૃતિ ઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્
એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રાથમિક શિક્ષણાધિકારીની ગેરહાજરી  આ પદાધિકારીએ માર્યો ટોણો
પંચમહાલ જિલ્લાનો 8મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ગોધરાના પોપટપુરા ખાતે યોજાયો હતો. બે દિવસ સુધી ચાલનારા  શિક્ષણમાં નાવિન્યના સ્લોગન હેઠળ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા આ કાર્યક્રમ યોજાવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં જિલ્લાની 60 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળામાંથી શિક્ષકો દ્વારા અભ્યાસમાં આવી ન્યાવિનીકરણ લાવવાના ભાગરૂપે તૈયાર કરાયેલી કૃતિ ઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શિક્ષકો દ્વારા તૈયાર કરેલી કૃતિઓ અંતર્ગત એક પુસ્તકનું  જિલ્લા પંચાયત પ્રમુખ સહિતની ઉપસ્થિતિમાં  અભિનવ નવતર પુસ્તક નું વિમોચન કરાયું હતું.
વિદ્યાર્થીઓ સરળ રીતે શીખી શકે એવા પ્રયાસ
GCERT ગાંધીનગરના નેજા હેઠળ સરકાર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરાવતા શિક્ષકોને તાલીમબધ્ધ કરી વિદ્યાર્થીઓને સરળ રીતે શિક્ષણનું ભાથું પીરસી શકે એવા ભગીરથ પ્રયાસો કરવામાં આવતાં હોય છે, દરમિયાન શિક્ષકો દ્વારા પણ પોતાની આગવી સૂઝબૂઝ સાથે વિદ્યાર્થીઓને સરળ રીતે શિક્ષણનું ભાથું પીરસી શકાય એ માટે કૃતિ તૈયાર કરવામાં આવતી હોય છે, શિક્ષકો દ્વારા તૈયાર કરેલી આ કૃતિ અંગેનું પરફોર્મન્સ રજૂ કરવા માટે સરકાર છેલ્લા સાત વર્ષથી જિલ્લા કક્ષાએ કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા કરવામાં આવતું હોય છે.

શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાબળ
પંચમહાલ જિલ્લા કક્ષાના આઠમાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન ગોધરા તાલુકાની પોપટપુરા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકીની અધ્યક્ષતામાં કરાયું હતું, આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે પોતાના ઉદ્દબોધનમાં પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ કોરી હાર્ડ ડિસ્ક છે જેમાં શિક્ષકોના માધ્યમથી ડેટા જમા કરવામાં આવતો હોય છે અને જે આધારે બાળકોનું ભવિષ્ય નક્કી થતું હોય છે, જેથી વિદ્યાર્થીઓને મોટીવેશન લગતા કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક પ્રેરણાદાયી બનવા જણાવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખે વધુમાં કાર્યક્રમમાં રજૂ કરાયેલી કૃતિના નિરીક્ષણ કરતા જણાવ્યું હતું કે, શિક્ષકો દ્વારા ખૂબ જ સારો અને ભગીરથ પ્રયાસ કરવામાં આવે છે જે રાજ્યના અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણાદાયી બની રહેશે.આ પ્રસંગે ડાયટ પ્રાચાર્ય, ડાયેટ સિનિયર લેક્ચર, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન, શૈક્ષીક  મહાસંઘ ગુજરાત રાજ્યના મહામંત્રીએ  પ્રાસંગિક ઉદ્દબોધન કરી મોટીવેશન અંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રેરણા બળ  પૂરું પાડ્યું હતુ.
પ્રાથમિક શિક્ષણાધિકારીની ગેરહાજરી
જોકે કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના મુખ્ય દંડક અરવિંદસિંહ પરમારે કાર્યક્રમમાં પ્રાથમિક શિક્ષણાધિકારીની ગેરહાજરી અંગે ગંભીરતાપૂર્વક નોંધ લેતાં જાહેર મંચ  ઉપરથી જણાવ્યું હતું કે જ્યાં બાળકોના મોટીવેશનનો કાર્યક્રમ હોય ત્યાં જિલ્લાના મુખ્ય પ્રાથમિક શિક્ષણાઅધિકારી જ ગેરહાજર રહે ત્યારે જિલ્લાના વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં ખૂબ સુધારો લાવવો હોય ત્યારે શું અપેક્ષા રાખી શકાય એ એક યક્ષ પ્રશ્ન છે. દંડકના આ ઉદ્દબોધન દરમિયાન ઉપસ્થિત સૌમાં એક તબક્કે સન્નાટો વ્યાપી ગયો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.