Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : 22, જૂને મેગા નેશનલ લોક અદાલતનું આયોજન

VADODARA : જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, વડોદરા (VADODARA) દ્વારા નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટીના નેજા હેઠળ, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટી (Gujarat State Legal Services Authority) ના માર્ગદર્શન તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જયેશ...
vadodara   22  જૂને મેગા નેશનલ લોક અદાલતનું આયોજન

VADODARA : જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, વડોદરા (VADODARA) દ્વારા નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટીના નેજા હેઠળ, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટી (Gujarat State Legal Services Authority) ના માર્ગદર્શન તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જયેશ ડી. ઓડેદરાની અધ્યક્ષતામાં આ વર્ષની બીજી મેગા નેશનલ લોક અદાલતનું આયોજન તા. ૨૨.૦૬.૨૦૨૪ ને શનિવારના રોજ કરવામાં આવ્યું છે.

Advertisement

કેસોનો નિકાલ કરવામાં આવશે

જેમાં વડોદરા શહેર તેમજ તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગો. એકટ કલક ૧૩૮ ના કેસો, ફકત નાણાની વસુલાતના કેસો, મજુર તકરારના કેસો, ઈલેકટ્રીસીટી એન્ડ વોટર બીલ્સ (નોન કંપાઉન્ડેબલ કેસોને બાદ કરતા), લગ્ન વિષયક તકરારનાં (છુટાછેડા સિવાયના) કેસો, જમીન સંપાદનન રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃતિના લાભોને લગતા કેસો, મહેસુલ કેસો, અન્ય દીવાની કેસો (ભાડા તકરાર, સુખાધિકાર, મનાઈ હુકમનાં, વિશિષ્ટ પાલનના દાવા), વગેરે કેસોનો નિકાલ કરવામાં આવશે.

કાયદેસરની કાર્યવાહી થશે નહી

વધુમાં સીસીટીવી કંટ્રોલરૂમ વડોદરા દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હિકલ એકટ મુજબ ઈ-ચલણ આપવામાં આવે છે. આ ઈ-ચલણ www.vadodaraechallan.co.in પર ઓનલાઇન તથા ઓફલાઈન માધ્યમથી પોલીસ ભવન આસાન કેન્દ્ર, નાયબ પોલિસ કમિશનરની કચેરી, કારેલીબાગ, વડોદરા ખાતે ભરી શકાશે. આ ઉપરાંત તા. ૨૨.૦૬.૨૦૨૪ ના રોજ જિલ્લા ન્યાયાલય રૂમ નં-બી-૩૫, દિવાળીપુરા ન્યુ કોર્ટ બિલ્ડીંગ,વડોદરા ખાતે ભરી શકાશે. આ લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ-ચલણની ચુકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહી,તો તેનો પણ નાગરિકો લાભ લઈ શકે છે.

Advertisement

કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરો

નેશનલ લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં કેસના નિર્ણયો થશે. જેથી કોઈ પક્ષકાર પોતાનો કેસ લોક અદાલતમાં મુકવા માંગતા હોય તો તેઓએ અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,વડોદરાનો તથા જે તે તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો -- VADODARA : મુખ્ય ચૂંટણી અધિકારીએ મત ગણતરી કેન્દ્રનું નિરીક્ષણ કર્યું

Advertisement

Tags :
Advertisement

.