Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ચૂંટણી ટાણે જ જિલ્લા ભાજપનું ફેસબુક પેજ હેક, અશ્લીલ વિડીયો પોસ્ટ કરાયા

VADODARA : લોકસભા 2024 (LOKSABHA 2024) ની ચૂંટણીઓની તૈયારીઓ ટાણે જ વડોદરા જિલ્લા ભાજપ (VADODARA DISTRICT BJP) નું ફેસબુક પેજ હેક થયું છે. હાલમાં ચૂંટણીની તૈયારીઓની માહિતીની જગ્યાએ જોડેયાલા લોકોને અશ્લીલ વિડીયો જોવા મળી રહ્યા છે. જિલ્લા પ્રમુખ દ્વારા સાયબર...
vadodara   ચૂંટણી ટાણે જ જિલ્લા ભાજપનું ફેસબુક પેજ હેક  અશ્લીલ વિડીયો પોસ્ટ કરાયા

VADODARA : લોકસભા 2024 (LOKSABHA 2024) ની ચૂંટણીઓની તૈયારીઓ ટાણે જ વડોદરા જિલ્લા ભાજપ (VADODARA DISTRICT BJP) નું ફેસબુક પેજ હેક થયું છે. હાલમાં ચૂંટણીની તૈયારીઓની માહિતીની જગ્યાએ જોડેયાલા લોકોને અશ્લીલ વિડીયો જોવા મળી રહ્યા છે. જિલ્લા પ્રમુખ દ્વારા સાયબર ક્રાઇમને ઉદ્દેશીને લખવામાં આવેલા પત્રમાં 7 માર્ચ સવારથી આ સ્થિતી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આજ સવાર સુધી આ પેજ પર અશ્લિલ વિડીયો પોસ્ટ થવાનું ચાલુ હતું. આ મામલે ઉજાગર થતા આખરે જિલ્લા પ્રમુખે પત્ર લખ્યો છે.

Advertisement

આજ સવાર સુધી પેજ પર અશ્લિલ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા

અન્ય રાજકીય પાર્ટીઓ કરતા સોશિયલ મીડિયાનો ઉપયોગ ભાજપ દ્વારા વધુ અસરકારક રીતે કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ભાજપ છવાયું છે. ત્યારે 7 માર્ચ, 2024 થી વડોદરા જિલ્લા ભાજપનું ફેસબુક પેજ હેક થયું છે. જેને આજદિન સુધી પરત લેવામાં સફળતા મળી શકી નથી. આજ સવાર સુધી પેજ પર અશ્લીલ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ મામલે ઉજાગર થતાની સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ હરકતમાં આવ્યા છે. અને સાયબર ક્રાઇમને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે.

સાયબર ક્રાઇમ વધુ તપાસ હાથ ધરશે

પત્રમાં ઉલ્લેખ છે કે, ફેસબુક પેજ પરત લેવા માટે અમે પ્રયાસો કર્યા, પરંતુ તેનો દુરઉપયોગ થઇ રહ્યો છે. આવું કરનારા તત્વેને પકડી પાડવા જરૂરી છે. આ અંગે સાયબર ક્રાઇમ વધુ તપાસ હાથ ધરશે તેવો મને વિશ્વાસ છે.

Advertisement

પેજ પર 8.5 હજાર ફોલોઅર્સ છે

તો બીજી તરફ સોશિયલ મીડિયાનો અસરકાર પ્રચાર કરતી પાર્ટીનું વડોદરા જિલ્લા ભાજપનું પેજ હેક થવાને કારણે શરમની સ્થિતીમાં મુકાવવું પડ્યું છે. સુત્રો જણાવી રહ્યા છે કે, આ પેજ પર 8.5 હજાર ફોલોઅર્સ છે. અને વિતેલા 15 દિવસથી આ એકાઉન્ટમાં અશ્લિલ વિડીયો મુકવાનું ચાલુ છે. પરંતુ ભાજપના હોદ્દેદારો હેકર્સ પાસેથી પોતાનું એકાઉન્ટ પરત મેળવવામાં અત્યાર સુધી નિષ્ફળ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

એકાઉન્ટ પેજ હોવા છતાં ઉપયોગ નહિ થઇ શકે

અત્રે નોંધનીય છે કે, લોકસભાની સાથે જિલ્લા ભાજપમાં આવતી વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાનાર છે. તેવામાં વડોદરા જિલ્લા ભાજપ પાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એકાઉન્ટ હોવા છતાં તેઓ તેનો અસરકારક રીતે ઉપયોગ નહિ કરી શકે.

Advertisement

આ પણ વાંચો --VADODARA : પિતાના લગ્તેત્તર સંબંધમાં પુત્રીના ભણતરનો ભોગ લેવાની તૈયારી હતી, અભયમે બાજી પલટી

Tags :
Advertisement

.