નવરાત્રી, દિવાળી અને વેડિંગ ત્રણેય સેલિબ્રેશન માટે યોજાઇ રહ્યું છે પેજ 3 એક્ઝિબિશન
રાજયમાં હાલ તહેવારોની મોસમ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે . થોડાક દિવસો પહેલા જ સાતમ -આઠમના તહેવારની લોકોએ મોજ માણી ત્યારે હવે નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવાસો બાકી છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે નવરાત્રી, દિવાળી અને વેડિંગ ત્રણેય સેલિબ્રેશન માટે અમદાવાદમાં રાજપથ કલબ ખાતે પેજ 3 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે 16 થી 18 સપ્ટેમ્
રાજયમાં હાલ તહેવારોની મોસમ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે . થોડાક દિવસો પહેલા જ સાતમ
-આઠમના તહેવારની લોકોએ મોજ માણી ત્યારે હવે નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવાસો બાકી છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે નવરાત્રી, દિવાળી અને વેડિંગ ત્રણેય સેલિબ્રેશન માટે અમદાવાદમાં રાજપથ કલબ ખાતે પેજ 3 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે 16 થી 18 સપ્ટેમ્બર સુધી યોજાશે. આ પેજ 3 એક્ઝિબિશનમાં ભારતભર માંથી 100 થી વધુ ડિઝાઇનરો ભાગ લેશે.
પેજ 3 એક્ઝિબિશનમાં હેન્ડમેડ ચણિયાચોળી, હેન્ડમેડ હોમ ડેકોરની વસ્તુઓ, હેન્ડમેડ જ્વેલરી વગેરે જેવી વસ્તુઓની લોકો ખરીદી કરી શકશે. વોંકલ ફોર લોકલ અને મેક ઇન ઈન્ડિયાના કોન્સેપ્ટ સાથે આ વખતે આ પેજ 3 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે . 2009 થી એટલે કે સતત છેલ્લા 13 વર્ષથી પેજ 3 એક્ઝિબિશનનું આયોજન થાય છે, જેમાં લોકો ખુબજ ઉત્સાહભેર ભાગ લેતા હોય છે.
પેજ 3 એક્ઝિબિશન આયોજક બ્રિજેશ શાહ અને પાયલ જોશી કહે છે કે, “ આ વખતના કલેક્શનમાં લેટેસ્ટ ટ્રેન્ડના ચણિયાચોળી , હોમ ડેકોર આઇટમ્સ અને ટ્રેન્ડી હેન્ડમેડ જવેલરી છે. બધાજ સેલિબ્રેશન માટે વન સ્ટોપ સોલ્યુશન છે માત્ર પેજ 3 એક્ઝિબિશન”
Advertisement