VADODARA : આજથી જિલ્લામાં વ્યાપક સેફ્ટી ચેકીંગ શરૂ, SDM ને રીપોર્ટ સોંપાશે
VADODARA : રાજકોટમાં અગ્નિકાંડ (RAJKOT GAMEZONE TRAGEDY) ની ઘટના બાદ વડોદરા શહેરમાં સેફ્ટીને લઇને ઠેર ઠેર ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે બાદ હવે વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં આવતા તથા પાલિકા સિવાયના વિસ્તારની વિવિધ જગ્યાઓ પર સેફ્ટીને લઇન વ્યાપક ચેકીંગ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે આજથી શરૂ થશે. આવનાર 11 જુન સુધી ચેકીંગ હાથ ધરવામાં આવનાર છે. અને તેનો આખરી રીપોર્ટ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ (SDM) ને સોંપવામાં આવશે.
નોટીસ પાઠવવાની રહેશે
વ્યાપક ચેકીંગની કામગીરી અંગે 31, મે ના રોજ બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઇન્ડ્રસ્ટ્રીઝ, ધાર્મિક સ્થળો, કોમ્યુનિટિ હોલ, ટ્રસ્ટ સંચાલિત જગ્યાઓ, ખાનગી - સમાજની વાડી, પાર્ટી પ્લોટ, શાળા-કોલેજ, યુનિવર્સિટી, ગેમ ઝોન, હોસ્પિટલ, ક્લાસીસ તથા બોટીંગ પ્રવૃત્તિઓના સ્થળ પર સુરક્ષાને લઇને સઘન તપાસ હાથ ધરવા માટે જણાવવામાં આવ્યું હતું. તપાસ કર્યા બાદ જો કોઇ જગ્યાએ ક્ષતી જણાય તો તે અંગે 10 દિવસનો સમય આપતી નોટીસ પણ પાઠવવાની રહેશે તેવો આદેશ પણ કરવામાં આવ્યો છે.
માહિતી એકત્ર કરવામાં આવી
આ કામગીરી શરૂ કરતા પહેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ સ્થળો પર કાર્યરત ઇન્ડ્રસ્ટ્રીઝ, ધાર્મિક સ્થળો, કોમ્યુનિટિ હોલ, ટ્રસ્ટ સંચાલિત જગ્યાઓ, ખાનગી - સમાજની વાડી, પાર્ટી પ્લોટ, શાળા-કોલેજ, યુનિવર્સિટી, ગેમ ઝોન, હોસ્પિટલ, ક્લાસીસ તથા બોટીંગ પ્રવૃત્તિઓની માહિતી એકત્ર કરવામાં આવી હતી.
અધિકારીને સમાવતી ટીમ તૈયાર
અલગ અલગ સ્થળોએ સુરક્ષાની તપાસ કરવા માટે ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, મામલતદાર, ટીડીઓ, ચીફ ઓફીસર, ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફીસર, ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફીસર, એસ.ડી.એમ, જીપીસીબી ઓફીસર તથા ડીએસઓ અધિકારીને સમાવતી ટીમ તૈયાર કરવામાં આવી છે. જે તેમનો સોંપવામાં આવેલી જગ્યાઓ પર જઇને ચકાસણી હાથ ધરશે.
માહિતી એકત્ર કરવામાં આવશે
ટીમ દ્વારા ફાયર સેફ્ટી સર્ટીફીકેટ, બીયુ સર્ટીફીકેટ, ઇલેક્ટ્રીક સ્ટોરેજ, બોઇલર સેફ્ટી, સ્ટ્રક્ચરલ સેફ્ટી, એન.એ, સિનેમા લાયસન્સ, બીયુ, ઇલેક્ટ્રીકલ વાયરીંગ, ઇમરજન્સી એક્ઝીટ, બાયોમેડીકલ વેસ્ટ, મેડીકલ ઇક્વિપમેન્ટ ચેક,બોટીંગ વોટર રાઇડ્સ જેવી વિવિધ સ્થળ સંલગ્ન માહિતી એકત્ર કરવામાં આવશે. આમ, હવે શહેર બાદ લોકોની સુરક્ષાને લઇને જિલ્લાનું તંત્ર એક્ટીવ બન્યું છે. અને વિવિધ સ્થળોએ તાબડતોબ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
આ પણ વાંચો -- VADODARA : MGVCL માં ગેરરીતિ આચરી પરીક્ષા પાસ કરનારા ઘરભેગા થવાની તૈયારી