VADODARA : વેજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેશમાં અગ્રેસર, મેળવ્યું NQAS સર્ટીફીકેટ
VADODARA : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વડોદરા (VADODARA) જિલ્લાના ડેસર તાલુકાના વેજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સમગ્ર દેશમાં અગ્રેસર રહેવા બદલ રાષ્ટ્રીય ગુણવત્તા માનક પ્રમાણપત્ર (NQAS) આપવામાં આવ્યું છે.તાજેતરમાં વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ભારત સરકાર દ્વારા વેજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સૌથી વધુ માર્કસ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી પ્રતાપરાવ જાદવ, રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
સૌથી વધુ માર્ક મેળવનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
ગત વર્ષ ઓગસ્ટ -૨૦૨૩માં થયેલ NQAS એસેસમેન્ટ અંતર્ગત ભારત સરકારના આરોગ્ય મંત્રાલયમાંથી બે સભ્યોની ટીમ દ્વારા એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેજપુર ૮૦ ટકા માર્કસ મેળવીને સમગ્ર દેશમાં સૌથી વધુ માર્ક મેળવનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું હતું.
માપદંડના આધારે પ્રમાણપત્ર
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની ટીમ દ્વારા NQAS પ્રમાણપત્ર વિવિધ ૧૨ જેટલા માપદંડના મૂલ્યાંકનના pઆધારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આપવામાં આવે છે.જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા દર્દીઓને અપાતી અસરકારક આરોગ્ય સેવાઓ,અન્ય સેવાઓ,રોગ નિયંત્રણ, ગુણવત્તાપૂર્ણ વ્યવસ્થા જેવા માપદંડના આધારે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવ્યા
વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબેન મહિડા,જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ આ એવોર્ડ મળવા બદલ આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો -- VADODARA : ચોમાસામાં 24*7 કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે, નંબર નોંધી લો