Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બહેનના પ્રેમી પર શંકા જતા ઉઠાવીને કેનાલમાં ગબડાવી દીધો

VADODARA : વડોદરા પાસે ડેસર પોલીસ મથક વિસ્તારમાં બહેનના જુના પ્રેમી પર શંકા જતા તેને ઉઠાવીને કેનાલમાં ગબડાવી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં દોરી છુટી જતા યુવક મોતના મુખમાંખી પરત આવ્યો હતો. અને બાદમાં તેની સારવાર...
vadodara   બહેનના પ્રેમી પર શંકા જતા ઉઠાવીને કેનાલમાં ગબડાવી દીધો

VADODARA : વડોદરા પાસે ડેસર પોલીસ મથક વિસ્તારમાં બહેનના જુના પ્રેમી પર શંકા જતા તેને ઉઠાવીને કેનાલમાં ગબડાવી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં દોરી છુટી જતા યુવક મોતના મુખમાંખી પરત આવ્યો હતો. અને બાદમાં તેની સારવાર કરવામાં આવી હતી. આખતે આ મામલે પાંચ જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

કેમ પ્રેમ સંબંધ રાખે છે ?

ડેસર પોલીસ મથકમાં અવિનાશભાઇ વજેસિંહ પરમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 15 મે ના રોજતેઓ પરિચીતના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા. સાંજના સમયે વરઘોડો રાખ્યો હોવાથી તેમાં તેઓ જોડાયા હતા. તેમાં કિશનકુમાર અજીતસિંહ રાઠોડ પણ આવ્યા હતા. લગ્ન પુર્ણ કરીને ઘરે જતા દરમિયાન લધુશંકા કરવા માટે તે કાચા રસ્તા પર ગયા હતા. બાદમાં વિરેન્દ્રકુમાર ઉદેસિંહ પરમારના ઘરના વાડામાં પહોંચતા જ કિશન અને અન્ય ત્રણ ઇસમો મળ્યા હતા. કિશને કહ્યું કે, તુ મારી બહેન સાથે કેમ પ્રેમ સંબંધ રાખે છે ? તેવું કહેતા તેઓ પ્રેમ સંબંધ હતો. પરંતુ છેલ્લા સાત મહિનાથી કશું નથી તેમ જણાવે છે.

કોઇ વાતચીત કરવી નથી

બાદમાં કિશન અને તેની સાથેના માણસો ઉશ્કેરાઇ ગયા હતા. અને માર મારવા લાગ્યા હતા. ત્યાંથી નજીકના મંદિરની બાજુમાં લઇ ગયા હતા. ત્યાં માર મારવામાં આવ્યો હતો. બાદમાં એક બાઇક પર જબરદસ્તી બેસાડીને નર્મદા કેનાર તરફ રાત્રે બે વાગ્યાના આરસામાં લઇ આવ્યા હતા. ત્યાં કિશનના ફુવા પણ બાઇક પર આવ્યા હતા. કિશને ફુઆને પુછ્યું કે, શું કરવું છે આનું. ફુવાએ કહ્યું, કોઇ વાતચીત કરવી નથી. અવિનાશના બંને હાથ-પગ બાંધીને કેનાલમાં નાંખી દો, અને કોઇને લાશ પણ નહિ મળે. બાદમાં કિશને હાથ-પગ બાંધ્યા હતા. અને કેનાલના પાળા પરથી અંદર પાણીમાં ગબડાવી દીધો હતો.

Advertisement

ગલ્લાવાળાએ હાથની દોરી કાઢી આપી

બાદમાં તે ડુબવા લાગ્યો હતો. તેવામાં કિશને પાણીમાં છુટ્ટો પથ્થર માર્યો હતો. જે માથાના ભારે વાગ્યો હતો. પછી તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. તે કેનાલના કિનારો આવી પહોંચ્યા હતા. પગે બાંધેલું દોરડું છુટી જવાથી બહાર નિકળ્યા હતા. સવાલ સુધી તે કેનાલ બહાર જ બેસી રહ્યા હતા. સવારમાં ચાલતા જતા ગલ્લાવાળાએ હાથની દોરી કાઢી આપી હતી. તેમને પુછતા આ જગ્યા નારણપુરા ગામની સીમ હોવાનું જાણ્યું હતં. માથામાંથી લોહી નિકળતું હોવાથી પરિજનને જાણ કરી હતી. તેઓ કેનાલ પાસે આવી પહોંચ્યા હતા. ત્યાંથી ખાનગી દવાખામાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી રજા આપતા આખરે કિશનકુમાર અજીતસિંહ રાઠોડ  (બૈડપના મુવાડા, ડેસર), કિશનના ફુવા અને અજાણ્યા ત્રણ ઇસમો સામે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : વ્યાજખોરોના ત્રાસથી સોની પરિવારનો માળો વિખેરાયો

Advertisement

Tags :
Advertisement

.